• Gujarati News
  • Latest News Amitabh Bachchan Crosses 7 Million Followers On Twitter See Top 10 Celebs

ટોપ 10 @ ટ્વિટર, 71 વર્ષના અમિતાભના 70 લાખ ફોલોઅર્સ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના ટ્વિટર ફોલોઅરની સંખ્યા 70 લાખ પહોંચી ગઈ છે. અમિતાભ ફિલ્મના પડદા પર જેટલા હોટ છે તેટલા જ સોશિયલ સાઈટ પર પણ લોકપ્રિય છે. અત્યાર સુધી બીગ બીએ કુલ 26,857 ટ્વિટ કર્યા છે અને તેના કુલ ફોલોઅર 7,019,147 થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે આજે જ ટ્વિટરના આઇપીઓનું લિસ્ટિંગ પણ છે તો ટોપ ટેન ભારતીયમાં કોનો કોનો સમાવેશ થાય છે તે જાણવું ભારતીયો માટે ગૌરવ લેવા જેવી વાત છે.
આ વર્ષે ઓગસ્ટમાં બીગ બીએ ફેસબુક પર પણ પોતાની ઉપસ્થિતિ બતાવી અને જોતજોતામાં તેના પેજને 50 લાખ કરતા વધુ લાઈક મળી ગયા હતા.
ગયા વર્ષે અમિતાભ બચ્ચને પ્રિયંકા ચોપડાને પાછળ મૂકી દેશના સૌથી વધુ ફોલો કરતા સેલિબ્રિટી બની ગયા હતા. અમિતાભ બચ્ચને 19 મેં 2010એ ટ્વિટર પર પગ મુક્યો હતો અને તેના પ્રશંસકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી રહી. બચ્ચન પોતાના બ્લોગ દ્વારા પણ પોતાના ચાહકો સાથે જોડાયેલ રહે છે. તેઓ પોતાના કામ મૂકી સોશિયલ સાઈટ પર અપડેટ કરતા જ રહે છે.
અમિતાભને બાદ કરતા મુકેશ ભટ્ટ, શ્રીદેવી, દિલીપ કુમાર અને માધુરી દીક્ષિત પણ ટ્વિટર પર સક્રિય રહે છે.
આગળ વાંચો કોણ છે દેશના ટોપ સેલેબ્સ, જેના ટ્વિટર ફોલોઅર સૌથી વધુ છે.