જસ્ટિનને પછાડી આગળ નીકળી ગઈ લેડી ગાગા!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્વિટર પર ગાગાના 25 મિલિયન કરતા વધારે ફોલોઅર્સ થઈ ચૂક્યા છે જસ્ટિન બાઇબર પાછલા કેટલાય સમયથી ચર્ચામાં રહ્યો છે. આ વખતે જસ્ટિન કોઈ વિવાદમાં નથી ફસાયો પણ કોઇકે તેને ટ્વિટર ફોલોઅર્સની લિસ્ટમાં પછાડી દીધો છે. ખબર છે કોણે બાઇબરને આ રેસમાં પછાડ્યો છે? પોપસિંગર લેડી ગાગાએ. લોકોને લાગે છે કે બાઇબર માટે પાપારાઝી ફોટોગ્રાફર સાથે મિસબીહેવ કરવા કરતા વધારે શરમની વાત છે ગાગા સામે માત મેળવવી. ટ્વિટર પર ગાગાના 25 મિલિયન કરતા વધારે ફોલોઅર્સ થઈ ચૂક્યા છે, જે કોઈ પણ સેલિબ્રિટીમાં વધારે છે. અત્યાર સુધી કોઈ પણ સેલિબ્રિટી કે માઇક્રોબ્લોગિંગ સાઇટ આટલા બધા ફોલોઅર્સ મેળવી શકી નથી. તાજેતરમાં ગાગાએ પોતાની આ ખુશી વ્યક્ત કરતા ટ્વિટ કર્યુ હતું, "25milliontweetymonsters wow! હું આજે પોતાની જાતને ખુશનસીબ છોકરી અનુભવી રહી છું.” મજાની વાત તો એ છે કે ટ્વિટર પર સૌથી વધારે ફોલોઅર્સની સંખ્યાવાળા સેલિબ્રિટિઝના ટોપ-10ના લિસ્ટમાં 7 પોપસિંગર છે. પહેલા નંબરે છે લેડી ગાગા અને તેની પાછળ બીજા નંબરે છે જસ્ટિન બાઇબર. આ પછી આવે છે કેટી પેરી, રિહાના, બ્રિટની સ્પીઅર્સ, શકીરા અને ટેલર સ્વીફ્ટ. આ પહેલી વખત નથી, જ્યારે લેડી ગાગાએ ટોચનું સ્થાન હાંસલ કર્યું હોય. ટ્વિટરની હિસ્ટ્રીમાં સૌથી પહેલીવાર 10,15 અને 20 મિલિયનનો આંકડો પાર કરનારી ગાગા જ હતી.