તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Justin Bieber Have Not Invited To Selena Gomez On His Birthday

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસ્ટીન બિબરની બર્થ ડે પાર્ટીમાં નહીં હોય એક્સ ગર્લફ્રેન્ડ સેલેના!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટીનેજર પોપ સ્ટાર જસ્ટીન બિબર પોતાના જન્મદિવસ પર એક મોટી પાર્ટીનું આયોજન કરવા જઈ રહ્યો છે. પરંતુ એવું જાણવા મળ્યું છે કે આ પાર્ટીમાં સેલેના ગોમેજ નહીં હોય. બિબરએ અત્યાર સુધીમાં તેને પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપ્યું નથી. ક્યારેક ગ્લેમરની દુનિયામાં તેમનો રોમાન્સ બહુ ચગ્યો હતો, પરંતુ હવે એવું લાગે છે કે તેમની વચ્ચે એટલું અંતર થઇ ગયું છે કે બંને એકબીજાની ખુશીના પ્રસંગે પણ એકબીજાને મળવા નથી માંગતા.
બિબર આગામી એક માર્ચે 20 વર્ષનો થઇ જશે. જસ્ટીને પોતાની બર્થ ડે પર ઘણા સેલિબ્રિટીઝને આમંત્રણ આપ્યું છે કે તેમાં તેઓ શામેલ થાય. પાર્ટીમાં જે છોકરીઓને બોલાવવામાં આવી છે તે પણ હમણાં જ બિબર સાથે જોવા મળી હતી. તેને લઈને મીડિયામાં પણ ઘણી ચર્ચાઓ થઇ હતી કે બિબર આખરે કોની સાથે નવું પેચ અપ કરી રહ્યો છે.
એવું પણ જાણવા મળ્યું છે કે બિબર હજુ પણ સેલેના સાથે કોઈની નજદીકી સહન નથી કરી શકતો. એવું કહેવાય છે કે સેલેના ગોમેજ અને સિંગર નિઆલ હોરાનની નજદીકીની તસવીર જોયા બાદ બિબર તેનાથી ઘણો નારાજ હતો. હવે એ જોવાનું છે કે શું જસ્ટીન બિબર પોતાની પાર્ટીમાં છેલ્લા સમય સુધી સેલેનાને આમંત્રણ આપે છે કે કેમ?
જસ્ટિન બિબરની સેલેના તેમજ બીજી ગર્લ્સ સાથેની કેટલીક તસવીર જોવા આગળ ક્લિક કરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો