ખતરનાક રોલ માટે જેનિફરને મળ્યો ‘ખાસ પુરસ્કાર’!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિલ્મ ‘હોરિબલ બોસિસ’માં જેનિફરે નરભક્ષી ડેન્ટિસ્ટનો રોલ ભજવ્યો છે હોલીવૂડ એક્ટ્રેસ જેનિફર એનિસ્ટનના તાજેતરમાં ‘બેસ્ટ ઓનસ્ક્રીન ડર્ટબેગ એવોર્ડ’થી નવાજવામાં આવી છે. આ 43 વર્ષીય અભિનેત્રીને આ એવોર્ડ ફિલ્મ ‘હોરિબલ બોસિસ’માં અગત્યનો રોલ ભજવવા માટે આપવામાં આવ્યો છે. ફિલ્મમાં જેનિફરે નરભક્ષી ડેન્ટિસ્ટનો રોલ ભજવ્યો છે. જેનિફરને મળેલા આ એવોર્ડની બેતરફી ચર્ચા ચાલી રહી છે. એક વર્ગ તેના વખાણ કરે છે તો બીજો વર્ગ આ એવોર્ડ માટે જેનિફરને લાયક નથી ગણતો. ખેર, આપણે કેમેરા પર દર્શાવવામાં આવેલી તેની ભયાનકતાની વાત નથી કરતા. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ એવોર્ડ સમારોહ દરમિયાન તેણે પહેરેલા લેધર ડ્રેસની. જેનિફરને લેધર ડ્રેસ ખાસ્સો પસંદ છે, પણ આ ડ્રેસમાં જેનિફર પોતાના પ્રશંસકો પર સારી છાપ છોડવામાં નિષ્ફળ રહી હતી.