આદિત્ય રોય કપૂર કેટરિના માટે વજન ઘટાડી રહ્યો છે?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ અભિનેતા રણબિર કપૂરે હવે સાચે જ ધ્યાન રાખવુ પડશે, આનું કારણ તેના સારા મિત્ર અને કો-સ્ટાર રહી ચૂકેલો આદિત્ય રોય કપૂર છે. નોંધનીય છે કે આદિત્ય રોય કપૂર ખૂબ ઉત્સાહી છે રણબિરની ગર્લફ્રેન્ડ કેટરિના કૈફ સાથે કામ કરવા માટે આદિત્ય આજકાલ જીમમાં પરસેવો પાડી રહ્યો છે.

અલબત્ત, આદિત્ય પોતાની આગામી ફિલ્મ ‘ફિતૂર’ની તૈયારી માટે જીમમાં વર્કઆઉટ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે કેટરિના કૈફ છે.

બી-ટાઉનમાં એવી ચર્ચા થઈ રહી છે કે આદિત્ય YRFની ‘દાવત-એ-ઇશ્ક’ અને ‘ફિતુર’માં એકદમ અલગ અવતારમાં નજરે આવશે.

પરિણીતિ ચોપરા સાથે ‘દાવત-એ-ઇશ્ક’માં એકદમ મ્સ્ક્યુલર અવતારમાં આદિત્ય જોવા મળશે જ્યારે ‘ફિતૂર’માં આદિત્ય એકદમ પાતળો જોવા મળશે.