મોદીના દુશ્મન ‘મુન્ના’ પત્નીના મૃત્યુ પછી બન્યા હતા ડિપ્રેશનનો ભોગ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિલ્હીના રામલીલા મેદાનમાં રવિવારે જનતા દળ-યુનાઇટેડે યોજેલી અધિકાર રેલીને સંબોધિત કરતાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરી હતી.
ગુજરાતનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને નીતિશકુમાર વચ્ચે નેશનલ ડેમોક્રેટિગ અલાયન્સ (એનડીએ)ના વડાપ્રધાન પદના ઉમેદવાર બનવા માટે સ્પર્ધા ચાલી રહી છે. ભાજપમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ માટે પ્રોજેક્ટ કરવાની માગ ઊઠી છે ત્યારે એનડીએનાં સાથી તરીકે નીતિશ કુમાર તેનો વિરોધ કરી રહ્યા છે. પોતાના રાજ્ય બિહારને સ્પેશ્યલ દરજ્જો આપવાના મામલે રવિવારે રેલી કાઢીને તેમણે શક્તિ પ્રદર્શન કર્યું છે અને વડાપ્રધાન પદ માટે પોતાની દાવેદારીના મજબૂત સંકેતો આપ્યા છે.

આમ, ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાના રસ્તામાં નીતિશકુમાર સૌથી મોટો કાંટો છે અને નીતિશકુમારની અત્યાર સુધીની સિદ્ધિઓ પર નજર ફેરવીએ તો ખ્યાલ આવી જાય છે કે નરેન્દ્ર મોદીને બરાબર તેમની ટક્કરનો દુશ્મન મળ્યો છે.

નીતિશકુમાર એક કડક મુખ્યપ્રધાન છે પણ પોતાના પરિવારને બહુ પ્રેમ કરે છે. આજે પણ પરિવારમાં તેમને 'મુન્ના'ના હુલામણા નામે જ બોલાવવામાં આવે છે. 2007માં જ્યારે નીતિશકુમારના પત્નીનું મૃત્યું થયું હતું ત્યારે તેઓ આઘાતને કારણે થોડો સમય ડિપ્રેશનમાં સરી ગયા હતા.

ઉપરથી કડક વ્યક્તિત્વ ધરાવતા નીતિશકુમારના અંગત સંઘર્ષ અને પારિવારીક જીવન વિશે જાણવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...