સૌથી વધારે ટેક્સ ચુકવીને રિયલ હીરો બનેલા અક્ષયકુમારના SECRET FACTS

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલીવૂડમાં 'ખેલાડી' તરીકે જાણીતા અક્ષયકુમારની ગણતરી સફળ કલાકારોની યાદીમાં થાય છે અને આ વર્ષે તો તેણે ટેક્સ ચૂકવવામાં પણ બોલીવૂડમાં જેની બોલબાલા છે એ ખાન ત્રિપુટીને પણ હરાવી દીધી છે.

આ વર્ષે અક્ષયકુમારે એડવાન્સ ટેક્સ પેટે 18 કરોડ રૂપિયા ચૂકવીને સૌથી વધુ એડવાન્સ ટેક્સ ચૂકવનાર સ્ટારનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ અક્ષય કુમારે 20 કરોડ રૂપિયા એડવાન્સ ટેક્સ ભર્યો હતો.
આ વર્ષે સલમાન ખાન 11 કરોડ રૂપિયા ચૂકવીને આ યાદીમાં બીજા નંબર પર છે અને શાહરૂખ ખાને એડવાન્સ ટેક્સ પેટે 10.5 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે જેના કારણે તે આ યાદીમાં ત્રીજા ક્રમાંક પર છે.

આ વર્ષે આમિરખાને અન્ય બે ખાન કરતાં સૌથી ઓછો ટેક્સ 8 કરોડ રૂપિયા એડવાન્સ ટેક્સ પેટે ચૂકવીને યાદીમાં ચોથા નંબર પર આવ્યો છે.

બોલીવૂડના આવા રિયલ હીરો અક્ષયકુમારના જીવનના SECRETS જાણવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...