• Gujarati News
  • In Pics: Katrina Kaif, Kareena Kapoor, Deepika Padukone Hot Workout Sessions

પરફેક્ટ દેખાવા બોલિવૂડ અભિનેત્રીઓ પાડે છે પરસેવો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ અભિનેત્રીઓની જેમ સુંદર દેખાવવા અને પરફેક્ટ ફિગર માટે યુવતીઓ ઘેલી બની છે. પરંતુ તે આટલું સરળ નથી. અભિનેત્રીઓ તેના માટે સખત મહેનત કરતી હોય છે. કેમ ન કરે? આખરે ફિલ્મ માટે તગડી ફીસ પણ તો વસૂલે છે ને.

બોલિવૂડ અભિનેત્રીઓ પરફેક્ટ ફિગર માટે રાત-દિવસ મહેનત કરે છે. ઘણી એક્ટ્રેસ યોગ કરે છે તો કોઇ જિમમાં પરસેવો પાડે છે, ત્યારે બને છે કમનીય કાયા.

કેટલીક બોલિવૂડ અભિનેત્રીઓ તેમની ફિટનેસ સ્ટોરી DVDs અને પુસ્તકો દ્વારા જાહેર કરી ચૂકી છે. જેમાં તેમના હાર્ડ વર્કની ઝાંખી થાય છે. આ લિસ્ટમાં બિપાશા બાસુ, શિલ્પા શેટ્ટી, લારા દત્તા અને કરિના કપૂરનું નામ સામેલ છે.

ચાલો, જોઇએ પરફેક્ટ ફિગર માટે કેવી મહેનત કરે છે બોલિવૂડ અભિનેત્રીઓ...