• Gujarati News
  • From World Leaders To Hollywood Stars, Everyone's Setting A Date With Delhi

પ્રિન્સ ચાર્લ્સથી લઇ વિદેશી નેતા-અભિનેતાઓ માટે દિલ્હી બન્યું હોટ સ્પોટ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય પરંપરા અને સંસ્કૃતિ પ્રત્યે વિદેશમાં વસતા રાજકીય અગ્રણીઓ બાદ હવે રજવાડાઓ પણ આકર્ષિત થયા છે. તાજેતરમાં જ યુએસના ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાએ વ્હાઈટ હાઉસમાં દિવાળીની વિધિવત પૂજા કરાવી તો બ્રિટિશ વડાપ્રધાન કેમેરોન અને તેમના પત્ની સામંથાએ સાદા પહેરવેશમાં લંડનના બાપ્સ મંદિરમાં અન્નકોટના દર્શન કરી ભગવાન સ્વામીનારાયણની આરતી ઉતારી હતી.
જો કે હવે ભારતીય પરંપરા અને સંસ્કૃતિથી આકર્ષિત થઈને પ્રિન્સ ચાર્લ્સ ભારત પ્રવાસે આવ્યા છે. બ્રિટનના રાજકુમાર પ્રિન્સ ચાર્લ્સ અને રાજકુમારી કૈમિલાએ વૈદિક મંત્રો અને શંખનાદ વચ્ચે બુધવારે ગંગા ઘાટ ઉપર આરતી કરી હતી. ગત જૂનમાં કેદરનાથમાં આવેલી કુદરતી હોનારતમાં મૃત્યુ પામેલા લોકોની શાંતિ માટે આયોજીત આ આરતીમાં બન્ને શાહી પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.
પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા 9 દિવસ સુધી ભારત પ્રવાસે છે. ચાર્લ્સ વિશેષ વિમાન મારફતે જૉલી ગ્રાન્ટ એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યાંથી જમીન માર્ગે ઋષિકેશ પહોંચ્યા હતા. અમે તમને એવી સેલિબ્રિટી વિશે જણાવી રહ્યા છીએ જેઓ ભારતથી આકર્ષાઈ તેની મુલાકાતે આવ્યા છે. દિલ્હી વિદેશના નેતાઓનું હોટ સ્પોટ બની ગયું છે. શાહી પરિવારથી લઇ હોલીવૂડની હસ્તીઓ સુધી ભારત પ્રવાસે આવી ગયા છે અને હજુ પણ આવતા જ રહેશે આ છે વિશ્વમાં ભરતી વધતી જતી લોકપ્રિયતા...
આગળની તસવીરમાં વાંચો કઈ કઈ વિદેશી સેલિબ્રિટી દિલ્હીની મુલાકાત લઇ ચુકી છે અને નજીકના ભવિષ્યમાં કોણ મુલાકાત લેવાનું છે તેની વિસ્તૃત માહિતી..