શું કરે છે કેબીસીનો પહેલો પાંચ કરોડનો વિજેતા સુશીલકુમાર?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં પંજાબની સનમીત કૌર સહાનીએ ‘કૌન બનેગા કરોડપતિ’માં પાંચ કરોડ રૂપિયા જીતીને ઇતિહાસ બનાવી દીધો છે. આ શોમાં આટલી મોટી રકમ જીતનારી એ બીજી વ્યક્તિ બની છે. આ પહેલાં ‘કૌન બનેગા કરોડપતિ’ એટલે કે કેબીસીમાં પાંચ કરોડ રૂપિયા જીતનારો સુશીલકુમાર રાતોરાત સ્ટાર બની ગયો હતો અને દરેક જગ્યાએ તેના નામની ચર્ચા થવા લાગી હતી તેમજ તેને ફિલ્મ અને ટીવીમાં ચમકવાની ઓફર્સ મળવા લાગી હતી.

સુશીલકુમારે જ્યારે શોમાં પાંચ કરોડ રૂપિયા જેટલી રકમ જીતી હતી ત્યારે પોતાની લાગણી જણાવતા કહ્યું હતું કે મને જ્યારે આ રકમ મળી હતી ત્યારે મારો પગાર છ હજાર રૂપિયા જેટલો હતો અને આટલી બધી નોટો મેં ક્યારેય એકસાથે નહોતી જોઈ. અમિતાભજી મને જ્યારે આ ચેક આપી રહ્યા હતા ત્યારે હું તો એમાં રહેલા ઝીરોને જ ગણતો રહી ગયો હતો. ચેક મળતાની સાથે જ મારા ધબકારા વધી ગયા હતા.

સુશીલકુમારને આ ઇનામના પાંચ કરોડ રૂપિયા જીત્યાને લગભગ એક વર્ષ થઈ ગયું છે ત્યારે એ જાણવું રસપ્રદ થઈ પડશે કે તેણે આખરે આ પૈસાનું કર્યું શું?

સ્લાઇડ શો ક્લિક કરીને જાણીએ સુશીલકુમારના જીવનમાં આવેલા પરિવર્તનને...