મરાઠી મિડિયમની સ્ટુડન્ટ ઉર્મિલાને હતા અંગ્રેજીના ફાંફાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉર્મિલા માતોન્ડકરનો 4 ફેબ્રઆરીના દિવસે બર્થ-ડે છે. 4 ફેબ્રુઆરી, 1973ના દિવસે મહારાષ્ટ્રના મુંબઈમાં મરાઠીપરિવારમાં જન્મેલી ઉર્મિલાના પિતા પોલીસ અધિકારી હતી અને તેનું શિક્ષણ મરાઠી માધ્યમમાં જ થયું હતું. ઉર્મિલાએ સાત વર્ષની વયે પહેલીવાર ‘કલયુગ’માં શશી કપૂરના દીકરાનો રોલ કર્યો હતો અને પછી નવ વર્ષની વયે ફિલ્મમેકર શેખર કપૂરની ‘માસુમ’માં કામ કર્યું હતું જેને સારી એવી સફળતા મળી હતી. ઉર્મિલા બોલીવૂડના એવા કલાકારોમાંથી છે જેને બાળ કલાકાર તરીકે તો સફળતા મળી જ છે, પણ મોટા થયા પછી હિરો કે હિરોઇન તરીકે પણ સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો છે.

ઉર્મિલાનું ભણતર મરાઠી મિડિયમમાં થયું છે અને તે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પણ સારી એવી વ્યસ્ત હતી. આ સંજોગોમાં તેનું અંગ્રેજી પ્રમાણમાં નબળું રહી ગયું હતું. થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં ઉર્મિલાએ જ કબુલ કર્યું હતું કે તે જ્યારે બોલીવૂડમાં આવી ત્યારે તેને શરૂઆતમાં અંગ્રેજીમાં બોલવાના ફાંફાં હતા, પણ પછી પ્રેકટિસ અને આત્મવિશ્વાસથી તે પોતાની આ ખામી પર કાબૂ મેળવી શકી હતી.

બોલીવૂડના બાળ કલાકારો જે મોટા થયા બાદ પણ ફિલ્મોમાં સફળ થઈ શક્યા તેમની ક્યુટ તસવીરો જોવા માટે ક્લિક કરો સ્લાઇડ શો..