ભારતની શ્રેષ્ટ અભિનેત્રીઓમાં ગણાતી દીપિકાએ જિંદગીમાં જે મેળવવાની ઇચ્છા રાખી હતી એ ઈચ્છિત જગ્યા પર પહોંચી ગઈ છે. તેણે બોલિવૂડમાં પોતાનું ડેબ્યૂ ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' જેમાં બોલિવૂડનો કિંગ ખાન અભિનય કરી રહ્યો હતો ત્યાંથી કર્યું હતું. ત્યારબાદ તેણે પાછળ વાળીને જોયું નથી, એક પછી એક હિટ ફિલ્મ જેવી કે 'લવ આજ કલ', 'કોકટેલ', 'યે જવાની હૈ દિવાની' અને 'ચેન્નાઈ એક્સપ્રેસ' જેવી ફિલ્મો આપી. હમણાં જ સંજય લીલા ભણશાળીની ફિલ્મ 'રામલીલા'માં તેના અભિનયના વખાણ થયા. તે 100 કરોડની ચાર જેટલી ફિલ્મનો એક ભાગ હતી તે પણ એક નોંધનીય બાબત છે. તેની સફળતાની સીડી આગળ વધતી જઈ રહી છે અને તે ઘણી જાહેરાતમાં પણ દેખાઈ રહી છે. તે અત્યારે સ્ટારડમની રોકડી કરી રહી છે.
તેની સુંદરતા બતાવે છે કે તે અત્યારે એક રોલ મોડેલ તરીકે લોકોના દિલમાં સ્થાન ધરાવે છે, આજે અમે તમને તે કેવી બ્રાંડ વાપરે છે અને તેની પાસે કેવી લક્ઝરી કાર છે અને તેની બીજી પણ ઘણી બાબતો જણાવી રહ્યા છીએ, અમે બોલીવૂડની દીવાના કેટલાક ફેક્ટ રજૂ કરી છે જે વાંચવા માટે કરો આગળની તસવીર પર એક ક્લિક...