જુઓ તો આ ટેણિયાએ કેવા ધમકાવી નાંખ્યા પપ્પાને!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુપરસ્ટાર શાહરૂખના બંને સંતાનો તેનાથી નારાજ થઈ ગયા છે શાહરૂખ ખાને ખુલાસો કર્યો છે કે, વાનખેડેની ઘટનાબાદ તેના પુત્ર આર્યને શાહરૂખને કહ્યું હતું કે, જો તે આ રીતે હવે પછી કોઈને પણ ધક્કો આપશે તો તેને મારશે. બોલિવૂડ સ્ટારે કહ્યું હતું કે, વાનખેડેમાં સિક્યોરિટી ગાર્ડે તેને સાંપ્રદાયિક અપશબ્દો કહ્યા હતા અને તેને લીધે તે ગુસ્સે થયો હતો. શાહરૂખે વધુમાં કહ્યું હતું કે, તેના બાળકોને સિક્યોરિટી ગાર્ડે ધક્કો માર્યો હતો અને આ વાત બાળકોને સમજાવવી ઘણી જ મુશ્કેલ હતી. ઈન્ટરવ્યૂમાં શાહરૂખે સ્વીકાર્યું હતું કે, વાનખેડેમાં જે પણ બન્યું તેની બાળકો પર ઘણી જ ખરાબ અસર થઈ છે. બંને બાળકો તેના વર્તનથી ખુશ નહોતા. તે રાતના વિવાદ પછી લોકોનીજે પ્રતિક્રિયા હતા, તેનાથી બંને નવાઈમાં મૂકાઈ ગયા હતા. શાહરૂખે કહ્યું હતું કે, તે ના તો કિંગ ખાન છે, ના બગડેલો છે. તે માત્ર એક સ્ટાર છે, જે ખોટો પણ હોઈ શકે છે. તે એ શાહરૂખથી અલગ છે, જે સુપરસ્ટાર છે. શાહરૂખે સ્પષ્ટતા કરી હતી કે, તેણે એમસીએના અધિકારીઓની માફી માંગી નથી. માત્ર તેના બાળકો અને ચાહકો જ માફીની આશા રાખી શકે તેમ છે. તેના બાળકો તેને સ્ટાર માનતા નથી. તેમના માટે તે એક પિતા છે. શાહરૂખને આખી ઘટનાને લઈને પસ્તાવો છે પરંતુ જો આવું ફરીવાર થયું તો તે ઝઘડો કરવામાં પાછો પડશે નહીં. કેકેઆરની જીત બાદ કોલકાતામાં મોટાપાયે ઉજવણી કરવામાં આવી હતી પરંતુ કેટલાંક લોકોએ આની ટિકા કરી છે. આ અંગે કિંગ ખાને કહ્યું હતું કે, તે ખુશ રહેવા માંગે છે. તેની ટીમ જીતી ત્યારે તે રેલિંગ તોડીને અંદર જવા માંગતો હતો પરંતુ તેની પત્ની અને પુત્રીએ તેને રોકી લીધો હતો.