• Gujarati News
  • Anandkumar Is One Of The Best 20 Teachers Of The World

પાપડ વેચીને કરી શરૂઆત અને બની ગયા દુનિયાના બેસ્ટ 20 ટીચર્સમાંથી એક

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતના રાજ્ય બિહારની ઇમેજ છેલ્લા વર્ષોમાં રાજકારણીઓના ગુંડાગર્દીભર્યા વહિવટ અને ગરીબીને કારણે ખાસ્સી ખરડાયેલી છે પણ રાજધાની પટણા આજકાલ સુખદ કારણોસર દેશ જ નહીં વિદેશો માટે પણ પ્રેરણા સમાન ઉદાહરણ પુરૂ પાડી રહ્યું છે. પટણામાં આનંદકુમાર સુપર-30 નામના ક્લાસ ચલાવે છે. તેમના દ્વારા ચાલતા આ ક્લાસમાં પસંદગીના અતિ ગરીબ ૩૦ વિદ્યાર્થીઓની બેચને નિ:શુલ્ક ભારતની ટોચની શૈક્ષણિક સંસ્થા ઇન્ડિયન ઇન્સિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે આઇઆઇટીનાની પ્રવેશ પરીક્ષા માટેની તાલીમ આપવામાં આવે છે. આ પ્રવેશ પરીક્ષા અત્યંત મુશ્કેલ હોય છે અને એનું પરિણામ માંડ અઢી ટકા આવતુ હોય છે ત્યારે આનંદકુમારની ટ્રેઇનિંગ પામેલા વિદ્યાર્થીઓની બેચ છેલ્લા કેટલાક વર્ષોથી સો ટકા જેટલું પરિણામ લાવી રહી છે.

Monocle નામના ઇન્ટરનેશનલ મેગેઝિને તો આનંદકુમારને દુનિયાના શ્રેષ્ઠ 20 શિક્ષકોમાં સ્થાન આપ્યું છે.

આનંદકુમારે આ સફળતા મેળવવા માટે કર્યો છે કેવો આકરો સંઘર્ષ...જાણવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...