PICS : ઋતુપર્ણાની ફિલ્મોમાં એશ લાગતી હતી ગજબની ખૂબસુરત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બંગાળી ફિલ્મ્સના જાણીતા દિગ્દર્શક ઋતુપર્ણા ઘોષનું 30મી મેના રોજ સવારે સાડાસાત વાગ્યે હૃદયરોગના હુમલાથી દુઃખદ નિધન થયું છે. ઋતુપર્ણાનો જન્મ બંગાળમાં 13, ઓગસ્ટ, 1963માં થયો હતો. તેમના માતા-પિતા ફિલ્મ્સ સાથે સંકળાયેલા હતાં. તેમના પિતા ડોક્યુમેન્ટ્રી બનાવતા હતાં.

ઋતુપર્ણાએ પોતાનો અભ્યાસ કોલકાતામાં સાઉથ પોઈન્ટ હાઉસ્કૂલમાંથી કર્યો હતો. જ્યારે કોલકાતાની જાદવપુર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. ઋતુપર્ણોએ તેની કરિયરમાં અનેક સફળ ફિલ્મો બનાવી અને અનેક નેશનલ અવોર્ડ જીત્યા હતા. ઋતુપર્ણોની ઘણી ફિલ્મમાં રાઇમા સેને હિરોઇન તરીકે કામ કર્યું હતું પણ ‘રેઇનકોટ’ અને ‘ચોખેરબાલી’ એમ બે ફિલ્મમાં તેમણે ઐશ્વર્યા રાય બચ્ચનને સાઇન કરી હતી. ‘રેઇનકોટ’એ ઋતુપર્ણોની પહેલી હિન્દી ફિલ્મ અને ‘ચોખેરબાલી’ બંગાળી ફિલ્મ હતી. આ બન્ને ફિલ્મોમાં તે સમયે માત્ર ગ્લેમર ડોલ ગણાતી ઐશ્વર્યાએ પાવરફુલ એક્ટિંગ કરી હતી. ઋતુપર્ણોની આ બે ફિલ્મોમાં ઐશ્વર્યા જેવી ખૂબસુરત લાગતી હતી એટલી સુંદર ક્યારેય નથી લાગી. ‘રેઇનકોટ’ અને ‘ચોખેરબાલી’માં ઐશ્વર્યાનું સૌદર્ય સાદગી અને દાહકતાના સમન્યવ સમું હતું.

'ચોખેરબાલી'માં તો ઐશ્વર્યા રાયે લગભગ આખી ફિલ્મમાં એક જ સાદી સુતરાઉ સાડી પહેરી હોવા છતાં તેના ચાહકોના દિલમાં તેનું ફિલ્મમાં દેખાડાયેલું સૌદર્ય અકબંધ છે.

રેઇનકોટ અને ચોખેરબાલી એશની બ્યુટીના દિદાર કરવા માટે કરો ક્લિક...