ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Service Sector» સર્વિસ સેક્ટરની ગ્રોથ ધીમી પડી, મેમાં PMI ત્રણ માસના નીચા સ્તરે આવ્યો | Services sector PMI slipped to lowest in 3 months at 49.6 in May

  સર્વિસ સેક્ટરની ગ્રોથ ધીમી પડી, મેમાં PMI ત્રણ માસના નીચા સ્તરે આવ્યો

  moenybhaskar.com | Last Modified - Jun 05, 2018, 05:17 PM IST

  સર્વિસ સેક્ટરની ગતિવિધિ ઘટાડાનું કારણ નવા બિઝનેસ ઓર્ડર્સમાં ઘટાડો અને ફ્યુઅલની ઊંચી કિંમતના કારણે ખર્ચ વધ્યો તે છે.
  • સર્વિસ સેક્ટરની ગ્રોથ ધીમી પડી, મેમાં PMI ત્રણ માસના નીચા સ્તરે આવ્યો
   સર્વિસ સેક્ટરની ગ્રોથ ધીમી પડી, મેમાં PMI ત્રણ માસના નીચા સ્તરે આવ્યો

   નવી દિલ્હીઃ મે મહિનામાં દેશમાં સર્વિસ સેક્ટરની ગતિવિધિમાં છેલ્લા ત્રણ મહિનામાં પ્રથમવાર ઘટાડો આવ્યો છે. તેના પગલે નિક્કેઇ ઇન્ડિયા સર્વિસીસ બિઝનેસ એક્ટિવિટી ઇન્ડેક્સ (PMI) ઘટીને 49.6 પર આવી ગયો છે. એપ્રિલ 2018માં PMI 51.4 પર હતો. આ અગાઉ ફેબ્રુઆરીમાં ઇન્ડેક્સ 50 અંકની નીચે ગયો હતો. PMI 50 અંકની નીચે જાય તો સેક્ટરમાં નરમાઇ અને તેની ઉપર જાય તો તેજી ગણાય છે.

   નવા બિઝનેસ ઓર્ડર્સમાં ઘટાડો અને ફ્યુઅલની ઊંચી કિંમતની અસર


   સર્વિસ સેક્ટરની ગતિવિધિમાં આવેલા ઘટાડાનું કારણ નવા બિઝનેસ ઓર્ડર્સમાં ઘટાડો અને ફ્યુઅલની ઊંચી કિંમતના કારણે ખર્ચ વધ્યો તે છે. જોકે, સારી વાત એ રહી છે કે બિઝનેસ સેન્ટિમેન્ટ જાન્યુઆરી 2015 પછી સૌથી વધુ મજબૂત રહ્યું છે. આગળના વર્ષમાં ડિમાન્ડ સારી રહેવાની આશા તેનું કારણ રહી.

   ઇકોનોમીમાં સુધારાની ગતિ ફેબ્રુઆરી પછી સૌથી ઓછી રહી


   રીપોર્ટની લેખિકા અને IHS માર્કિટના અર્થશાસ્ત્રી આશ્ના ડોઢિયાના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી પછી મેમાં સમગ્ર અર્થતંત્રમાં સુધારાની ગતિ સૌથી ઓછી નોંધાઇ હતી. આ ઉપરાંત ગ્લોબલ લેવલ પર ક્રુડ ઓઇલની ઊંચી કિંમતની પણ અસર જોવા મળી. આ વખતે પ્રાઇવેટ સેક્ટરમાં છેલ્લા 3 માસમાં સૌથી વધુ ઇનપુટ કોસ્ટ નોંધાયો હતો. રોજગારના મોરચે પણ સર્વિસની ગતિવિધિ ધીમી રહેવાની અસર જોવા મળી. મે માસમાં જોબ ગ્રોથ મર્યાદિત રહ્યો હતો, જે એપ્રિલમાં 7 વર્ષના ઊંચા સ્તર પર હતો.

   કોમ્પોઝિટ PMI પણ ઘટીને 50.4 પર


   સર્વિસ PMI ઉપરાંત મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર બંનેની ગતિવિધિ માપતા કોમ્પોઝિટ PMIમાં પણ ઘટાડો નોંધાયો હતો. નિક્કી ઇન્ડિયા કોમ્પોઝિટ PMI આઉટપૂટ ઇન્ડેક્સ મેમાં ઘટીને 50.4 પર આવી ગયો છે. એપ્રિલ 2018માં તે 51.9 પર હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Service Sector Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સર્વિસ સેક્ટરની ગ્રોથ ધીમી પડી, મેમાં PMI ત્રણ માસના નીચા સ્તરે આવ્યો | Services sector PMI slipped to lowest in 3 months at 49.6 in May
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  Top
  `