Home » Business » Service Sector » IRCTCની નવી સર્વિસ, બુકિંગ વખતે જાણી શકશો કે ટિકિટ કન્ફર્મ થશે કે નહિ | IRCTC launched its website with new look, features and mobile friendly

IRCTCની નવી સર્વિસ, બુકિંગ વખતે જાણી શકશો- ટિકિટ કન્ફર્મ થશે કે નહિ

Divyabhaskar.com | Updated - May 30, 2018, 09:06 PM

નવી વેબસાઇટ પહેલા કરતા વધુ મોબાઇલ ફ્રેન્ડલી તથા સ્મૂધ બનાવવાની કોશિશ કરવામાં આવી છે.

 • IRCTCની નવી સર્વિસ, બુકિંગ વખતે જાણી શકશો કે ટિકિટ કન્ફર્મ થશે કે નહિ | IRCTC launched its website with new look, features and mobile friendly
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  નવી દિલ્હીઃ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે IRCTCએ પોતાની વેબસાઇટને નવા લૂક અને ફીચર સાથે ફરી લોન્ચ કરી છે. નવી વેબસાઇટ પહેલા કરતા વધુ મોબાઇલ ફ્રેન્ડલી તથા સ્મૂધ બનાવવાની કોશિશ કરવામાં આવી છે. નવી વેબસાઇટનો લે-આઉટ ઓટો એડજસ્ટેબલ છે. તે સ્ક્રીન શેપ પ્રમાણે પોતાનો આકાર લે છે. તેના કારણે મોબાઇલ અને લેપટોપ પર પણ ખૂબ સરળતાથી ચાલે છે. પ્રવાસીઓની સુવિધાઓનો ખાસ ખ્યાલ રાખીને IRCTC તેની જૂની વેબસાઇટ પર પણ ટ્રેન બુકિંગની ફિસિલિટી આપી રહી છે.

  જો તમે નવી વેબસાઇટની વિઝિટ કરવા ઇચ્છતા હો તો IRCTCની જૂની વેબસાઇટ irctc.co.in પર જાવ. અહીં તમને જમણી બાજુ લાલ રંગનું એક ખાસ વિઝિટ ફીચર મળશે. તેના પર ટ્રાય ન્યુ વર્જન ઓફ વેબસાઇટ લખ્યું હશે. અહીં ક્લિક કરવાથી નવું વર્જન ખુલી જશે. તો ચાલો જાણીએ નવી વેબસાઇટના કેટલાક એવા ફીચર્સ અને લૂક અંગે જે ટ્રેન ટિકિટને બુક કરતી વખતે તમને કામમાં આવી શકે છે.

  આ કાયદાથી ડરી રહી છે ફેસબૂક, ગૂગલ જેવી કંપનીઓ, 900 કરોડ ડોલરનો થઇ શકે છે દંડ

  આગળ વાંચો.... લોગ-ઇન કર્યા વિના જાણો ટ્રેન-બર્થની ઉપલબ્ધતા

 • IRCTCની નવી સર્વિસ, બુકિંગ વખતે જાણી શકશો કે ટિકિટ કન્ફર્મ થશે કે નહિ | IRCTC launched its website with new look, features and mobile friendly
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  1. લોગ-ઇન કર્યા વિના જાણો ટ્રેન-બર્થની ઉપલબ્ધતા


  જો તમે યુઝર નેમ અને પાસવર્ડ ભૂલી ગયા હો તો પણ નવી વેબસાઇટ તમને ટ્રેન સર્ચ કરવામાં સુવિધા આપે છે. મેઇન પેજ ખુલતા જ સૌથી પહેલા તમને આ ઓપ્શન મળે છે. જૂના વર્જનમાં આ સુવિધા લોગ-ઇન કર્યા પછી જ મળતી હતી. જોકે, લોગ-ઇન કર્યા વિના તમે ટિકિટ બુક કરાવી શકતા નથી.


  2. બુકિંગ વખતે જાણી શકાશે ટિકિટ કન્ફર્મ થશે કે નહિ


  નવી વેબસાઇટ એ પણ બતાવે છે કે ટિકિટ જો વેઇટિંગમાં હશે તો તેની કન્ફર્મ થવાની સંભાવના કેટલી છે. તે માટે બુકિંગની સાથે કન્ફર્મેશન પોસિબિલિટીઝનું નવું ઓપ્શન જોડવામાં આવ્યું છે. તેના પર ક્લિક કરતા તમને ખ્યાલ આવી જશે કે થોડા વર્ષો પહેલા બસ આ ટ્રેન અને રૂટ પર કેટલા વેઇટિંગ સુધીની સીટ કન્ફર્મ થઇ હતી. વેબસાઇટમાં છેલ્લા 13 વર્ષના બુકિંગ ડેટાની અલ્ગોરિઝમ ફીડ મૂકવામાં આવી છે. અલ્ગોરિધમને સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે કે CRISએ ડેવલપ કરી છે. હાલના સમયમાં રોજ 13 લાખ ટ્રેન ટિકિટ્સ બુક થાય છે જ્યારે ઉપલબ્ધ બેઠકોની સંખ્યા માત્ર 10 લાખ છે.

   

  બાબા રામદેવે લોંચ કર્યું સિમ, રૂ.144માં મળશે 2GB ડેટા, હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ

   

  આગળ વાંચો... ઘર સુધી જવા ઓલાની સર્વિસ પણ મેળવો

 • IRCTCની નવી સર્વિસ, બુકિંગ વખતે જાણી શકશો કે ટિકિટ કન્ફર્મ થશે કે નહિ | IRCTC launched its website with new look, features and mobile friendly

  3- વિકલ્પ સ્કીમનું ખાસ ફીચર


  વેબસાઇટના નવા અવતારમાં પ્રવાસીઓને વિકલ્પ સ્કીમની પણ ઓફર મળે છે. ટિકિટ કન્ફર્મ ન થાય તેવા સંજોગોમાં પ્રવાસી વૈકલ્પિક ટ્રેનની પણ પસંદગી કરી શકે છે. તેને ઓલ્ટરનેટિવ જર્ની પ્લાનનોપણ ઓપ્શન આપવામાં આવે છે.

   

  આ સાથે મળશે ઓલાની સુવિધા


  IRCTCએ ઘેર સુધી કનેક્ટિવિટી આપવા માટે ઓલા સાથે વિશેષ કરાર કર્યો છે. તેથી નવી વેબસાઇટ પર ઓલા બુકિંગની સુવિધા પણ આપવામાં આવી છે. UPI પેમેન્ટ માટે RazorPay અને Paytm, Mobikwik અને Hello Curryની સુવિધા વેબપેજ પર આપવામાં આવી છે. હિલ રેલવે, ચાર્ટર રેલવે, હોલિડે પેકેજ અને ઇ-કેટરિંગની સુવિધાઓ પણ વેબસાઇટ પર મળે છે.

   

  મોદીના 4 વર્ષમાં માર્કેટ કેપ રૂ.92 લાખ કરોડ થયું, 11 શેરોએ આપ્યું 200% સુધી વળતર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ