તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માતા-પિતા માટે કરવા માગો છો 5 હજાર મંથલી ઇન્કમની વ્યવસ્થા, તમા+રા માટે છે આ બેસ્ટ ઓપ્શન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ જો તમારા માતા-પિતાની ઉંમર 60 વર્ષથી વધારે છે અને તમારી પાસે નિયમિત આવકના કોઇ સ્ત્રોત નથી, તો તમે તેમના માટે 5 હજાર રૂપિયા મંથલી ઇન્કમની વ્યવસ્થા કરી શકો છો. આ માટે તમારી પાસે બે ઓપ્શન છે. જો તમે રિક્સ લેવા નથી માગતા તો એક નિશ્ચિત એમાઉન્ટ બેન્ક ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરી શકો છો. તેનાથી જે વ્યાજ મળે છે, તેનાથી તેમને દર મહિને 5 હજાર રૂપિયાની આવક થતી રહેશે. બીજું ઓપ્શન મ્યુચ્યુઅલ ફંડનું છે. જો તમે થોડુંક જોખમ લઇ શકો છો તો નક્કી એમાઉન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડમાંથી મળતા વાર્ષિક રિટર્નથી તમે દર મહિને મિનિમમ 5 હજાર રૂપિયાની આવક સુનિશ્ચિત કરી શકો છો. 

 

5 હજાર રૂપિયા મંથલી આવક માટે એફડીમાં કેટલું કરવું પડશે રોકાણ


બેંકબજારડોટકોમના સીઇઓ આદિલ શેટ્ટી અનુસાર તમે  એફડીમાં રોકાણ માટે માતા-પિતા માટે દર મહિને 5 હજાર રૂપિયા મંથલી આવકની વ્યવસ્થા કરવા માગો છો તો તમારે લગભગ 8 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરવાની રહેશે. હાલના સમયમાં બેન્ક એફડી પર 7થી 7.5 ફંડટકા રિટર્ન મળી રહ્યુંછે. જો તમારી 8 લાખ રૂપિયાની બેન્ક એફડી પર 7 ટકા રિટર્ન પણ મળે છે તો વર્ષે લગભગ 56 હજાર રૂપિયા ઇન્ટરેસ્ટ મળશે. તેવામાં તમે માતા-પિતા માટે દર મહિને લગભગ 5 હજાર રૂપિયાની વ્યવસ્થા કરી શકો છો. બેન્ક એફડીમાં ઇન્ટરેસ્ટ મંથલી અથવા ત્રિમાસિક લેવાના ઓપ્શન હોય છે. જો તમે રેગ્યુલર પૈસા જોઇએ તો દર મહિને ઇન્ટરેસ્ટ લઇ શકો છો. 
 

મ્યુચ્યુઅલ ફંડમાં કરવું પડશે 5 લાખનું રોકણ
જો તમે થોડુંક જોમખ લઇ શકો છો તો તમે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં એક સાથે 5 લાખ રૂપિયા રોકાણ કરો. હાલના સમયમાં મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ વાર્ષિક 10થી 15 ટકા રિટર્ન આપી રહી છે. જો તમને રોકાણ પર વર્ષે 12 ટ+કા રિટર્ન મળે છે તો તમને વર્ષે 60 હજાર રૂપિયા રિટર્ન મળશે. તેવામાં તમારા માતા-પિતા માટે દર મહિને 5 હજાર રૂપિયાની વ્યવસ્થા કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રિટર્નની ગેરન્ટી હોતી નથી. તેવામાં તમે મ્યુચ્યુઅલ ફંડ સાથે જોડાયેલા જોખમોને સમજીને રોકાણ કરી શકો છો.