બિન-સરકારી PF, પેન્શન અને ગ્રેજ્યુએટી પર વધ્યા વ્યાજદર, આમને થશે ફાયદો

divyabhaskar.com

Oct 10, 2018, 05:08 PM IST
non-government pf and gratuity interest rate hiked

યુટિલિટી ડેસ્કઃ નાની બચત યોજનાના વ્યાજદરોમાં વધારો કર્યા બાદ સરકારે અન્ય એક ભેંટ આપી છે. તેમણે બિન-સરકારી પ્રોવિડન્ટ ફંડ, પેન્શન અને ગ્રેજ્યુએટીના દરો પણ વધારી દીધા છે. 31 ડિસેમ્બર, 2018એ સમાપ્ત થતા ત્રિમાસિક માટે તેના પર વ્યાજદર 7.6થી વધારીને 8 ટકા સુધી કરવામાં આવ્યા છે. નવા દર 1 ઓક્ટોબરથી લાગુ થયા છે. નાણા મંત્રાલયે 4 ઓક્ટોબરે સ્પેશિયલ ડિપોઝિટ સ્કીમ(SDS) 1975 હેઠળ જમાં વ્યાજદરોમાં આ સંશોધન અધિસૂચના જારી કરી છે.

વધી રહ્યાં છે વ્યાજદર
એ સમય કે જ્યારે સરકારી બોન્ડ્સની યીલ્ડ વધી રહી છે, ત્યારે આ ત્રિમાસિકના વ્યાજદર પણ ગત ત્રિમાસિકની સરખામણીએ વધારે છે. 31 માર્ચ, 2018એ પૂર્ણ થયેલા ત્રિમાસિક માટે વ્યાજદર 7.6 ટકા હતા. જ્યારે જૂન અને સપ્ટેમ્બર ત્રિમાસિકમાં તેને 7.6 ટકા પર યથાવત રાખવામાં આવ્યા હતા.

કોને થશે ફાયદો
અનેક બિન-સરકારી એટલે કે ખાનગી ટ્રસ્ટ પોતે ભવિષ્ય નિધિની વ્યવસ્થા કરે છે, પરંતુ તેમને સરકાર તરફથી નક્કી રોકાણના દિશા નિર્દેશોનું પાલન કરવું પડે છે. એટલે સુધી કે જીવન વીમા કંપનીઓ પાસે પણ પેન્શન પ્લાન અને ગ્રેજ્યુએટી ફંડ ઉપલબ્ધ હોય છે. જેમાં કર્મચારીઓના લાભ માટે કંપનીઓ રોકાણ કરી શકે છે. એસડીએસના વ્યાજદરોમાં વધારો બિન-સરકારી પીએફ, પેન્શન અને ગ્રેજ્યુએટી ફંડોમાં નિશ્ચિત રૂપથી અમુક વધારે રિટર્ન મેળવવા માટે મદદ કરશે. આ ફંડોમાં રોકાણ કરતા કર્મચારી અથવા લાભાર્થીઓને લાંબા સમયમાં તેનો ફાયદો મળશે.

શું છે એસડીએસ
કેન્દ્ર સરકારની વિશેષ જમા સ્કીમ એટલે કે એસડીએસને 1 જુલાઇ 1975માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય બિન-સરકારી પીએફ, પેન્શન અને ગ્રેજ્યુએટી ફંડ, જીવન વીમા નિગમના સરપ્લસ ફંડ અને કર્મચારી રાજ્ય વીમા વગેરેમાં સારું રિટર્ન આપવાનો હતો. જ્યારે આ સંસ્થાઓ એસડીએસમાં રોકાણ કરે છે, ત્યારે સરકાર તેમાં લગાવવામાં આવેલી રકમ પર વ્યાજ આપે છે. ઉપરાંત બિન-સરકારી ભવિષ્ય નિધિ, પેન્શન અને ગ્રેજ્યુએટી ફંડની કમાણી સરકારી બોન્ડ્સ, મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં રોકાણના માધ્યમથી આવે છે. બિન-સરકારી પીએફ, પેન્શન ફંડ અને ગ્રેજ્યુએટી ફંડ માટે રોકાણની પેટર્નને છેલ્લે 2015માં સંશોધિત કરવામાં આવી હતી. તેમાં નવી શ્રેણીના ઇન્સ્ટ્રૂમેન્ટ જેમકે ઇન્ડેક્સ ફંડ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ, ડેટ મ્યુચ્યુઅલ ફંડ વગેરે સામેલ કરવામાં આવ્યા છે.

X
non-government pf and gratuity interest rate hiked
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી