મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડે લોન્ચ કરી નવી સ્કીમ, લાંબા સમયના રોકાણ પર મળી શકે છે આકર્ષક રિટર્ન

divyabhaskar.com

Oct 11, 2018, 03:55 PM IST
mahindra mutual fund launched new scheme in india

યુટિલિટી ડેસ્કઃ મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડે ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ મહિન્દ્રા રૂરલ ભારત એન્ડ કંજમ્પશન યોજના લોન્ચ કરી છે. આ યોજના એ રોકાણકારો માટે છે, જે ઇક્વિટી અને ઇક્વિટી સાથે જોડાયેલા ઇન્સ્ટ્રૂમેન્ટમાં રોકાણ કરીને લાંબા સમયમાં પોતાના ફંડને વધારવા માગે છે.

મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડમાં સીએમઓ જતિંદર પાલ સિંહે કહ્યું કે નવી સ્કીમ હેઠળ એ કંપનીઓ અને ઉપક્રમોમાં રોકાણ કરવામાં આવશે, જેમને ગ્રામીણ ભારતમાં ગ્રોથ અને રૂઢિગત ફેરફારનો ફાયદો મળવાની આશા છે. ગ્રામીણ ભારતમાં આવક અને ડિમાન્ડ વધારવાનો ફાયદો પણ આ સેક્ટરમાં જોડાયેલી કંપનીઓને મળવાની આશા છે. છેલ્લા કેટલાક વર્ષોથી સ્વાઇલ કાર્ડ, પાક વીમા, એમએસપીમાં નફો, ઇ મંડી અને ખેડૂતોની આવક વધારવાને લઇને અનેક પગલાં ભરવામાં આવ્યા છે. જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આવક વધી રહી છે.

19 ઓક્ટોબરે ખુલશે નવા ફંડની ઓફર
નવા ફંડની ઓફર 19 ઓક્ટોબર 2018એ ખુલશે અને 2 નવેમ્બર 2018એ બંધ થઇ જશે. સ્કીમ એલોટમેન્ટની ડેટ 5 વર્કિંગ દિવસની અંદર વેચાણ અને પુનઃખરીદ માટે ફરી વખત ખુલશે. મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડના એમડી અને સીઇઓ આશુતોષ વિશ્નોઇએ કહ્યું કે અમને આશા છે કે ભારતમાં યુવાનોની મોટી વસ્તી જીડીપી ગ્રોથની ઝડપમાં યોગદાન કરશે અને ગ્રામીણ ભારતમાં ડિમાન્ડ પેટર્નને વધારે સારી બનાવશે. તેમણે કહ્યું કે મહિન્દ્રા રૂરલ ભારતમાં કંજમ્પશન યોજના રોકાણકારોને તક આપશે કે ભારતની ગ્રોથ સ્ટોરીમાં સહભાગી બને. આ સ્કીમ હેઠળ રોકાણકાર મજબૂત આર્થિક આધારવાળી કંપનીઓમાં રોકાણ કરી શકે છે. અમારું માનવું છે કે આ સ્કીમ લાંબા સમય માટે રોકાણનો એક આકર્ષક વિકલ્પ આપે છે.

X
mahindra mutual fund launched new scheme in india
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી