તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિંમતી વસ્તુ માટે ખોલાવા માગો છો બેન્ક લોકર, ખોલાવવાથી લઇને સિક્યોરિટી સુધીની ઉપયોગી બાબતો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ ચોરી અને ગુમ થઇ જવાના ભયના લઇને મોટાભાગના લોકો પ્રોપર્ટી ડોક્યુમેન્ટ્સ, વસિયત, જ્વેલરી સહિતની મહત્વની વસ્તુઓની સુરક્ષા માટે બેન્કમાં સેફ ડિપોઝિટ લોકર લેતા હોય છે, પરંતુ લોકર ખોલાવવાથી લઇને તેને ઓપરેટ કરવા માટે કયા નિયમ અને કાયદા છે, તે અંગે મોટાભાગના લોકો અજાણ હોય છે. તેવામાં ક્યારેક કેટલીક બેન્કો નિયમોનો હવાલો આપીને ગ્રાહક પાસે વિભિન્ન ડિમાન્ડ રાખતા હોય છે. નિયમોની જાણકારીના અભાવમાં ગ્રાહક બેન્કની દરેક વાત ચૂપચાપ માની લેતા હોય છે. જોકે મહત્વનું છે કે બેન્ક લોકર ખોલાવતા પહેલા રિઝર્વ બેન્ક(RBI) દ્વારા નક્કી કરવામાં આવેલા લોકરના નિયમોને જાણી લેવામાં આવે. 

 

ગ્રાહકને કેવી રીતે મળી શકે છે લોકર
સરકારી અને ખાનગી બન્ને પ્રકારની બેન્ક ગ્રાહકોને લોકરની સુવિધા આપે છે. RBI નિયમો અનુસાર કોઇપણ વ્યક્તિ કોઇપણ બેન્કમાં લોકર ખોલાવી શકે છે. આ માટે બેન્કમાં એકાઉન્ટ હોવું જરૂરી નથી, પરંતુ લોકરના ભાડા અને ચાર્જિસ માટે સિક્યોરિટી ડિપોઝિટનો હવાલો આપીને બેન્ક ખાતુ ખોલાવ્યા વગર લોકર ખોલવામાં આના-કાની કરે છે. એટલું જ નહીં અમુક બેન્ક મોટી રકમને ફિક્સ ડિપોઝિટ કરવા માટે દબાણ કરે છે. તેથી એ સારું રહેશે કે એ જ બેન્કમાં લોકર ખોલાવો જેમાં તમારું સેવિંગ્સ એકાઉન્ટ છે.

 

શા માટે એફડી કરાવવાનું કહેવામાં આવે છે
અનેકવાર લોકર ખોલાવનાર ના તો લોકરનું ભાડું બેન્કને આપે છે અને ના તો લોકરને ઓપરેટ કરે છે. તેવામાં બેન્ક મુશ્કેલીમાં આવી જાય છે. લોકર લેનાર લોકરનું ભાડું સમયસર આપતો રહે એ સુનિશ્ચિત કરવા માટે બેન્ક ગ્રાહકને લોક લેતી વખતે એફડી ખોલાવવાનું કહે છે. RBIના નિયમો પ્રમાણે બેન્ક  ગ્રાહકને લોકરના ત્રણ વર્ષના ભાડા અને કોઇ કારણવશ લોકર તોડવાના ચાર્જની રકમ જેટલી એફડી ખોલવાનું કહી શકે છે. જોકે બેન્ક કોઇપણ પહેલાથી લોકર રાખનાર ગ્રાહકને એફડી ખોલાવવા માટે કહીં શકતી નથી.

 

વાર્ષિક ભાડું અને ચાર્જ
બેન્કોમાં લોકર માટે વાર્ષિક ભાડું નક્કી કરવામાં આવ્યું છે. અલગ-અલગ બેન્કમાં તે અલગ-અલગ હોય છે. જો કોઇ કારણવશ ઇમરજન્સીમાં લોકર તોડવું પડે તો ગ્રાહકે તેનો ચાર્જ પણ ચૂકવવો પડે છે. સાથે જ લોકરની ચાવી ખોવાય તો તેનો ચાર્જ પણ આપવો પડે છે. 

 

વેઇટિંગ લિસ્ટ
લોકરની સંખ્યા સીમિત હોવાથી બેન્કમાં સરળતાથી લોકર મળતા નથી. અનેક બેન્કોમાં ઘણો લાંબો વેઇટિંગ પીરિયડ હોય છે. RBI નિયમમાં વેઇટિંગ લિસ્ટ બનાવવામાં અને લોકર આપતી વખતે પારદર્શિતા રાખવાની જોગવાઇ છે. બેન્કોને એ પણ નિર્દેશ છે કે તે લોકર આપતી વખતે લોકરના ઓપરેશન્સ એટલે કે ઓપરેટ કરવાથી લઇને એગ્રીમેન્ટની કોપી પણ આપે. 

 

કેવી રીતે કરાય છે ઓપરેટ
દરેક બેન્ક લોકરની બે ચાવી હોય છે. એક ચાવી ગ્રાહક પાસે અને બીજી બેન્ક પાસે હોય છે. બન્ને ચાવી લગાવ્યા પછી જ લોકર ખુલે છે. આ ઉપરાંત ગ્રાહક વર્ષમાં કેટલીવાર લોકર ઓપરેટ કરી શકે છે, તેની પણ એક સમય સીમા છે. લોકર ઓપરેટ કરવાની સંખ્યા વિવિધ બેન્કોમાં અલગ-અલગ હોય છે. નક્કી સીમા બાદ લોકર ઓપરેટ કરવા માટે ગ્રાહક પાસે ચાર્જ વસુલવામાં આવે છે.

 

જો લોકર ઓપરેશનલ નથી તો બંધ કરી શકે છે બેન્ક
RBI નિયમો અનુસાર, બેન્કો પાસે એ અધિકાર હોય છેકે તે લોકર ધારકોને મીડિયમ રિસ્ક અને હાયર રિસ્ક કેટેગરીમાં વહેંચી શકે. તેવામાં જો મીડિયમ રિસ્ક કેટેગરીવાળા ગ્રાહક ત્રણ વર્ષથી વધારે સમયથી અને હાયર રિસ્ક કેટેગરીવાળા 1 વર્ષથી વધારે સમય સુધી લોકરને ઓપરેટ નથી કરતા તો બેન્ક તેમને લોકર ઓપરેટ કરવા અથવા સરેન્ડર કરીને બેન્કને પરત સોંપવા માટે કહીં શકાય છે. જો ગ્રાહક સમયસય લોકરનું ભાડું ભરે છે તો પણ બેન્ક આ પગલું ઉઠાવી શકે છે. ઉપરાંત લોકર ઓપરેટ ન કરવાના કારણે ગ્રાહક પાસે લેખીતમાં પણ જવાબ માગી શકાય છે. જો ગ્રાહક તેનો જવાબ ન આપે અને લોકર ઓપરેટ ન કરે તો બેન્ક લોકરને કેન્સલ પણ કરી શકે છે. તેવામાં લોકર તોડીને જોવાના અધિકાર પણ છે.

 

નોમિની પાસે લોકર એક્સેસના અધિકાર
જો લોકર ધારક પોતાના લોકર માટે નોમિની નિયુક્ત કરે છે તો બેન્કના લોકર ધારકની મોત બાદ એ નોમિનીને લોકર એક્સેસ કરવા અને તેનો સામાન લઇ જવાના અધિકાર હશે. જો લોકર જોઇન્ટમાં ખોલાવ્યું છે અને ખોલનારમાંથી કોઇ એક અથવા બન્ને નોમિની નિયુક્ત કર્યા છે તો લોકર ધારકમાંથી કોઇ એકનું મોત થાય તો નોમિની બીજા લોકર ધારક સાથે લોકર એક્સેસ કરવાનો અધિકાર ધરાવે છે. જોકે બેન્ક પોતાની તરફથી તમામ તપાસ કરવા માટે મુક્ત છે.

 

જો લોકર ધારકે કોરઇ નોમિની બનાવ્યા નથી તો બેન્કને નિર્દેશ છે તે લોકર ધારકોના કાયદાકિય સલાહકાર સાથે વિચાર વિમર્શ કરીને લોકર એક્સેસ લોકર ધારકોના કાયદાકિય ઉત્તરાધિકારી અથવા પ્રતિનિધિને આપે. જો નોમિની અથવા કાયદાકિય ઉત્તરાધિકારી લોકરને જારી રાખવા માગે છે તો એ માટે નવો કોન્ટ્રાક્ટ કરવો પડશે. બેન્કોને એ પણ નિર્દેશ છે કે તે લોકર નોમિનીને આપતી વખતે તેની વસ્તુઓ ખોલીને ન જુએ.

 

લોકરના સામ માટે બેન્ક જવાબદાર નથી
2017માં RBIએ એક આરટીઆઇના જવાબમાં કહ્યું હતું કે બેન્ક લોકર્સમાં રાખેલા સામાન માટે જવાબદાર નથી. જોકે તેમણે લોકર્સની સુરક્ષા માટે વ્યવસ્થા કરવાની હોય છે. સાથે જ તેમાં રાખેલા કિમતી સામાનનું ઈન્સ્યોરન્સ પણ નથી હોતું. ભૂકંપ અથવા પૂર જેવી પ્રાકૃતિક આપદા, આતંકવાદી હુમલો અથવા ચોરી જેવા કિસ્સામાં વળતર ચૂકવવામાં આવશે. જોકે તેની ગેરન્ટી હોતી નથી. બેન્કની બેદરકારીના કારણે ગ્રાહકને નુકસાન થાય તો બેન્કે વળતર ચૂકવવું પડે છે. આ માટે ગ્રાહકે બેન્કને દોષિત સાબિત કરવી પડશે.