35ની ઉંમરમાં પેન્શન પ્લાનિંગઃ 5 હજારના મંથલી રોકાણ અપાવશે 20 હજાર દર મહિને, સાથે 27 લાખનું ફંડ

કેવી રીતે ખોલાવી શકો છો NPS એકાઉન્ટ, કેવી રીતે મળશે 20 હજાર રૂપિયા મહિને પેન્શન

divyabhaskar.com | Updated - Oct 09, 2018, 05:18 PM
know about NPS best pension planning investment

યુટિલિટી ડેસ્કઃ ઘણા બધા લોકો એવા હશે જેમની ઉંમર 35 વર્ષ અથવા તેની આસપાસ હશે, પરંતુ રિટાયરમેન્ટ બાદ રેગ્યુલર ઇન્કમનું પ્લાનિંગ નહીં કર્યું હોય. ઘણા લોકો એવા હશે જેમને ખબર પણ નહીં હોય કે રોકાણ ક્યાં કરવું, જેનાથી ભવિષ્યમાં રેગ્યુલર આવક થતી રહે. સાથે જ એક મોટું ફંડ પણ મળે. તેવામાં આજે અમે સરકારની એક ખાસ યોજના નેશનલ પેન્શન સિસ્ટમ(NPS) અંગે જાણકારી આપી રહ્યાં છે, જેમા તમે એ પણ સમજી શકશો કે કેવી રીતે 35 વર્ષની ઉંમરમાં પણ દર મહિને 5 હજારનું રોકાણ શરૂ કરવામાં આવે તો 60 વર્ષની ઉંમરે દર મહિને 20 હજાર રૂપિયા પેન્શન સાથે 27 લાખ રૂપિયાનું ફંડ ઉભુ કરી શકો છો.

18-60ની ઉંમરનું કોઇપણ લઇ શકે છે તેનો લાભ
નેસનલ પેન્શન સિસ્ટમમાં 18થી 60 વર્ષની ઉંમર સુધીની કોઇપણ વ્યક્તિ કે જે નોકરી કરે છે તે જોડાઇ શકે છે. પહેલા આ માત્ર સરકારી કર્મચારીઓ માટે હતું, પરંતુ 2009માં પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરનાર માટે પણ આ સ્કીમ ખુલી મુકવામાં આવી છે.

કોને મળે છે રોકાણની જવાબદારી
તમારા દ્વારા જમા કરવામાં આવેલા પૈસાને રોકાણ કરવાની જવાબદારી PFRDA દ્વારા રજિસ્ટર્ડ પેન્શન ફંડ મેનેજર્સને આપવામાં આવે છે. અત્યારે 8 ફંડ મેનેજર યોજના સાથે જોડાયા છે જે તમારા પૈસાને ઇક્વિટી, ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ અને નોન ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ ઉપરાંત ફિક્સ્ડ ઇનકમ ઇન્સ્ટ્રૂમેન્ટમાં રોકાણ કરે છે. સબ્સક્રાઇબર્સ તેમાંથી પસંદ કરી શકે છે અથવા તો ફેરફાર કરી શકે છે.

કેવી રીતે મળશે 20 હજાર રૂપિયા મહિને પેન્શન
- જો યોજનામાં તમે 35ની ઉંમરમાં જોડાવ છો તો 60ની ઉંમર સુધી એટલે કે 25 વર્ષ સુધી તમારે દર મહિને 5 હજાર રૂપિયા સ્કીમ હેઠળ જમા કરવા પડશે.
- તમારા દ્વારા કરવામાં આવેલું કુલ રોકાણ 15 લાખ રૂપિયા થશે.
- કુલ રોકાણ પર જો અંદાજીત રિટર્ન 10 ટકા માની લઇએ તો કુલ કોર્પસ 66.89 લાખ રૂપિયા થશે.
- જેમાં તમે 60 ટકા રકમની એન્યુટી ખરીદો છો તો તેની વેલ્યુ અંદાજે 40 લાખ રૂપિયા થશે.
- એન્યુટી રેટ 6 ટકા છે તો 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 20 હજાર રૂપિયા પેન્શન બનશે. સાથે જ અલગથી 26.75 લાખ રૂપિયાનું ફંડ.
(નોંધઃ એનપીએસ યોજનામાં ઓછામાં ઓછી 40 ટકા રકમની એન્યુટી ખરીદવી જરૂરી હોય છે. વધારે પેન્શન માટે એન્યુટીની રકમ વધારી શકો છો. અહીં 60 ટકા રકમની એન્યુટી ખરીદી પર ગણતરી કરવામાં આવી છે.

કેવી રીતે ખોલાવી શકો છો એકાઉન્ટ
સરકારની એનપીએસ યોજના માટે સરકારી અથવા ખાનગી બેન્કોને પોઇન્ટ ઓફ પ્રેજન્સ બનાવાઇ છે. તમે કોઇપણ નજીકની બેન્ક બ્રાન્ચમાં જઇને એકાઉન્ટ ખોલાવી શકો છો. આ માટે તમારે બર્થ સર્ટિફિકેટ, 10માની ડિગ્રી, એડ્રેસ પ્રૂફ અને આઇકાર્ડની જરૂર રહે છે. રજિસ્ટ્રેશન ફોર્મ બેન્કમાંથી મળી જાય છે.

2 પ્રકારના હોય છે એકાઉન્ટ
સ્કીમ હેઠલ 2 પ્રકારના ટિયર 1 અને ટિયર 2 એકાઉન્ટ હોય છે. ટિયર1 એકાઉન્ટ ખોલાવવું જરૂરી છે, જ્યારે ટિયર2 એકાઉન્ટ કોઇપણ ટિયર1 એકાઉન્ટ ખોલાવનાર શરૂ કરાવી શકે છે. ટિયર1 એકાઉન્ટમાં 60 વર્ષની ઉંમર પહેલા સંપૂર્ણ ફંડ ઉપાડી શકાતું નથી. જ્યારે ટિયર2 એકાઉન્ટમાં તમારી મરજીથી રોકાણ કરી શકાય છે અને ફંડ ઉપાડી શકાય છે.

X
know about NPS best pension planning investment
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App