શેરબજારમાં ચંચળતા વધતા રોકાણકારોના મનમાં આ એકજ પ્રશ્ન છે / વર્તમાન સ્થિતિમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું કે ન કરવું? શું કહે છે એક્સપર્ટ

is this right time to invest in mutual funds

divyabhaskar.com

Dec 04, 2018, 04:00 PM IST

છેલ્લા ચાર વર્ષથી જે રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી)થી રોકાણ કર્યું છે તેઓના રોકાણમાં નોંધપાત્ર વૃધ્ધિ થઈ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં ચંચળતા વધતા રોકાણકારોમાં શેરબજારમાંથી બહાર નીકળવાનું વિચારવામાં આવે છે. આવા રોકાણકારોના મનમાં એવો પ્રશ્ન ઘૂંટાઇ રહ્યો છે કે શું મારે એસઆઇપી ચાલુ રાખવી અને શેરબજાર તેજીમાં આવે ત્યાં સુધી બંધ રાખવી. શેરબજાર પાછુ તેજીમાં આવે ત્યારે ચાલુ કરવી એવી અસમંજસ જોવા મળે છે. આનો જવાબ શોધવો જરૂરી છે અને એસઆઇપીને જથ્થાત્મક પદ્ધતીથી જોવા જતા વધુ મૂંઝવણ સર્જાશે. કારણકે તેનાથી આપણું વળતર નકારાત્મક છે તેવો ભાવ જાગશે.


ગત વર્ષે વેલ્યૂ રિસર્ચ જે સ્વતંત્ર મ્યુચ્યુઅલ ફંડ રિસર્ચ સંસ્થા છે તેણે ડાઇવસીફાઇડ ઇક્વિટી ફંડના છેલ્લા 25 વર્ષના વળતરને એસઆઇપી ધોરણો કામગીરીમાં મૂલવી હતી. આ ગાળામાં બે મોટી મંદીની સ્થિતિ 2001 અને 2008માં જોવાઈ હતી. જ્યારે 1999-2000, 2004-2007 અને 2014-2016 દરમિયાન તેજીનો તબક્કો જોવાયો હતો. આ એનાલિસીસમાં એસઆઇપીથી કરવામાં આવતાં રોકાણની કેટલીક રસપ્રદ બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો જે નીચે મુજબ છે.


ધીરજના ફળ મીઠા હોયઃ જ્યારે પણ મ્યુચ્યુઅલ ફંડની વાત આવે ત્યારે ફાઇનાન્સિયલ એડવાઇઝર દ્વારા લાંબા ગાળાના રોકાણની અને ધીરજ રાખવાની સલાહ આપવામાં આવે છે. આનું કારણ જણાવતા રિસર્ચ રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરાયો હતો કે ડાઇવરસીફાઇડ ઇક્વિટી ફંડમાં 10 વર્ષના રોકાણની યીલ્ડ સાધારણ 0.3 ટકા જ નેગેટિવ થઈ હતી. જો ચાર વર્ષથી વધુ રોકાણ કરો 90 ટકા ચાન્સિસ પોઝિટીવ રિટર્નના મળે છે અને 10 વર્ષ સુધી જાળવો તો નેગેટિવ રિટર્નની શક્યતા લગભગ નહીવત્ હોય છે.


ચાર વર્ષ કે તેનાથી વધુમાં બે આંકડામાં વળતરઃ શેરબજારની સ્થિતિને જોતાં દરેક રોકાણકાર બે આંકડામાં વળતરની અપેક્ષા રાખે છે. પંરતુ બજારમાં ચંચળતા પણ એક પાસું છે. અભ્યાસ અનુસાર, એસઆઇપીને ચાર કે તેનાથી વધુ વર્ષ માટે જળવ્યું હોય તો બે આંકડામાં વળતરની શક્યતા 62 ટકા રહી છે. આ રોકાણને 10 વર્ષ સુધી જાળવવામાં આવે તો શક્યતા વધીને 77 ટકા સુધી થાય છે જેમાં 10 ટકાથી વધુ વળતરની સંભાવના છે. જેનો અર્થ એ થયો કે ધીરજ રાખનારને 15-19 ટકા વળતર મળી શકે છે.


તેજી-મંદીમાં રોકાણ જાળવોઃ શેરબજારમાં તેજી અને મંદી બન્ને સમયે રોકાણ જાળવો એ અંત્યત અગત્યનું છે. શેરબજાર ઊંચાઇએ હોય ત્યારે રોકાણકાર માટે તે મહત્ત્વનું બનતું નથી. જો ઇન્વેસ્ટર એક-બે વર્ષની મુદ્દત માટે રોકાણ કરવા માગતો હોય તો ડે્ટ ફંડ તેમના માટે યોગ્ય છે. વેલ્યૂ રિસર્ચના અભ્યાસ અનુસાર 2007ની ટોચથી એસઆઇપીમાં 60 ટકાને નુકશાન થયાનું તો 2011માં ટોચથી રોકાણ કરનારમાંથી 99 ટકાને લાભ થયો હોવાનો અનુભવ થયો હતો.


સલાહ અનુસાર રોકાણ કરોઃ ફંડોમાં અનેક પ્રોડ્કટ ઉપલબ્ધ હોવાથી રોકાણકારે તેની જરૂરીયાત મુજબના રોકાણ સાધનમાં નિષ્ણાતની સલાહ મેળવીને રોકાણ કરવું જોઇએ. દરેકની જરૂરીયાત એક સમાન હોતી નથી. વધુમાં સલાહ એટલા માટે પણ જરૂરી છે કે દરેક તબક્કે રોકાણની પુનઃ વિચારણા કરવી પણ એટલી જ જરૂરી છે કારણકે સારી રોકાણ યોજના પોર્ટફોલિયોને વધુ મજબૂત વળતરદાયક બનાવી શકે છે.


(માહિતી: નિમેશ શાહ, એમડી અને સીઇઓ, આઇસીઆઇસીઆઈ પ્રૂડન્સિયલ છે)

X
is this right time to invest in mutual funds
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી