Home » Business » Personal Finance » you need to know these 8 new changes in income tax come in force from 1 April

1 એપ્રિલથી થયા લાગુ ઇન્કમ ટેક્સના 8 નિયમ, જાણો ક્યાં કેટલો થશે ફાયદો

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 01:55 PM

નવા નિયમોની જાણકારીથી તમને એ ગણતરી કરી શકશો કે તમારી વેરાપાત્ર આવક કેટલી થશે અને તમારે તેના પર કેટલો ટેક્સ ભરવાનો આવશે.

  • you need to know these 8 new changes in income tax come in force from 1 April
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    નાણાકીય વર્ષ 2018-19 માટે ટેક્સ પ્લાનિંગ કરવા આ ફેરફારો જાણવા જરૂરી.

    નવી દિલ્હીઃ 1 એપ્રિલ 2018થી ઇન્કમ ટેક્સને લગતા 8 નિયમો બદલાઇ જશે. તમારે ઇન્કમ ટેક્સ નિયમોમાં થનારા ફેરફારને જાણવા જરૂરી છે. તેનાથી તમને નાણાકીય વર્ષ 2018-19 માટે ટેક્સ પ્લાનિંગ કરવામાં સરળતા રહેશે. નવા નિયમોની જાણકારીથી તમને એ ગણતરી કરી શકશો કે તમારી વેરાપાત્ર આવક કેટલી થશે અને તમારે તેના પર કેટલો ટેક્સ ભરવાનો આવશે.

    પગારદારો માટે 40,000 રૂપિયા સ્ટાન્ડર્ડ ડિડક્શન


    બજેટ 2018માં કેન્દ્ર સરકારે સેલરી ક્લાસ માટે 40,000 રૂપિયા સ્ટાન્ડર્ડ ડિડક્શનની જોગવાઇ કરી છે. તે અનુસાર, પગારદાર વર્ગની ટેક્સેબલ ઇન્કમમાં રૂ.40,000 ઓછા થઇ જશે. લગભગ 2.5 કરોડ કર્મચારીઓને સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળશે.

    4 ટકા સેસ


    બજેટ 2018માં નાણા પ્રધાને ઇન્કમ ટેક્સ પર લાગતા એજ્યુકેશન એન્ડ હેલ્થ સેસને 3 ટકાથી વધારીને 4 ટકા કર્યો છે. તેનો અર્થ એ કે હવે તમારે કુલ ઇન્કમ ટેક્સ પર 1 ટકા વધુ એટલે કે 4 ટકા સેસ ચુકવવો પડશે.

    આગળ વાંચો.... ઇક્વિટી રોકાણ પર થતા નફા પર કેટલો ટેક્સ

  • you need to know these 8 new changes in income tax come in force from 1 April
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇક્વિટીમાં રોકાણ પર લાગશે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ

     

    શેરબજાર કે ઇક્વિટી લિન્ક્ડ ફંડોમાં રોકાણ પર 1 વર્ષમાં જો 1 લાખ રૂપિયાથી વધુ કમાણી થશે તો તેના પર 10 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ વસૂલ કરવામાં આવશે. જો તમારા રોકાણ પર રીટર્ન કે પ્રોફિટ એક વર્ષમાં 1 લાખથી ઓછો હશે તો તેના પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ નહિ લાગે.

     

    એનપીએસમાંથી નાણાં નિકાળવા પર ટેક્સ છૂટ


    હવે એવા એનપીએસ એકાઉન્ટ હોલ્ડર કે જે સેલરી ક્લાસના નથી તેઓ જો પોતાનું એકાઉન્ટ ક્લોઝ કરે છે તો તેમના કુલ ફંડના 40 ટકા રકમ પર ટેક્સ નહિ આપવો પડે. સેલરી ક્લાસના એકાઉન્ટ હોલ્ડર્સને ટેક્સની સુવિધા પહેલાથી મળી રહી છે અને હવે આ સુવિધા પગારદાર ન હોય એવા એકાઉન્ટ હોલ્ડર્સને પણ મળશે.

     

    આગળ વાંચો... સીનિયર સીટિઝન્સને ક્યાં કેટલી ટેક્સ છૂટ

  • you need to know these 8 new changes in income tax come in force from 1 April

    સીનિયર સિટીઝન્સને 50,000 રૂપિયા સુધી વ્યાજની આવક પર નહિ લાગે ટેક્સ

     

    વરિષ્ઠ નાગરિકોને હવે એક વર્ષમાં બેન્કમાં જમા રકમ પર મળતા 50,000 રૂપિયા સુધીના વ્યાજ પર ટેક્સ નહિ આપવો પડે. પહેલા આ ટેક્સ છૂટ 10,000 રૂપિયા સુધીની વ્યાજની આવક પર હતી. સામાન્ય રીતે સીનિયર સિટિઝન્સ પોતાની બચત બેન્કોમાં જમા કરે છે અને પોતાના ખર્ચા માટે વ્યાજની આવક પર મોટો મદાર રાખે છે. આ ફેરફારથી સીનિયર સિટિઝન્સને ઘણો ફાયદો થશે.

     

    50,000 રૂપિયા સુધીના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર કોઇ ટેક્સ નહિ

     

    સીનિયર સિટીઝન્સને હવે એક વર્ષમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ માટે રૂ.50,000ના પેમેન્ટ પર ઇન્કમ ટેક્સ નહિ આપવો પડે. આ ટેક્સની છૂટ મર્યાદા પહેલા રૂ.30,000ની હતી.

     

    ગંભીર બિમારીઓના ઇલાજ પર 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ ટેક્સ ફ્રી

     

    હવે સીનિયર સિટિઝન્સ જો ચોક્કસ બિમારીઓના ઇલાજ પર એક વર્ષમાં 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરે છે તો આ ખર્ચની રકમ પર ઇન્કમ ટેક્સ નહિ લાગે. પહેલા સીનિયર સિટીઝન્સ માટે આ રકમ રૂ.60,000 હતી અને 80 વર્ષથી ઉપરના સીનિયર સિટિઝન્સ માટે આ રકમ રૂ.80,000 હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

Trending

વીડિયો વધુ જુઓ