તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બાઇક ભાડે આપીને મહિને રૂ.10,00 કમાવો, બાઇકબોટ કંપની આપે છે એક્સ્ટ્રા ઇન્કમની તક | Opportunity To Earn Extra Income Of Rs.10,000 By Givi

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઇક ભાડે આપીને મહિને રૂ.10,00 કમાવો, બાઇકબોટ કંપની આપે છે એક્સ્ટ્રા ઇન્કમની તક

3 વર્ષ પહેલા
 • કૉપી લિંક

નવી દિલ્હીઃ જો તમે કોઇ એક્સ્ટ્રા કમાણી કરવાનું વિચારી રહ્યા હો તો નોઇડા સ્થિત બાઇક ટેક્સીની સ્ટાર્ટઅપ તમારા માટે ખાસ તક લઇને આવી છે. કંપનીને નવી બાઇક ભાડે આપીને તમે દર મહિને રૂ.10 હજાર સુધી વધારાની આવક મેળવી શકો છો. આ ખાસ ઓફર બાઇટબોટ (bikebot) નામની સ્ટાર્ટઅપની છે. જોકે, તેના માટે તમારે કંપનીના કેટલાક નિયમો અને શરતોનું પાલન કરવાનું રહેશે. તો તેને લગતી પ્રોસેસ અને કેવી રીતે કમાણી થશે તે જાણી લો.

 

શું કરે છે બાઇક બોટ?


બાઇક બોટ કંપની દેશના 50થી વધારે શહેરોમાં બાઇક ટેક્સની સુવિધા આપી રહી છે. તમે તમારા સ્માર્ટફોન પર તેની એપ ડાઉનલોડ કરીને સુવિધાનો લાભ લઇ શકો છો. આ એક સ્ટાર્ટઅપ છે. તેની મેઇન ઓફિસ નોઇડામાં છે. જોકે, નોઇડા ઉપરાંત દેશના 50થી વધારે શહેરોમાં કંપનીએ સર્વિસ શરૂ કરી છે. બાઇકબોટમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરનારા અરિહંત જૈનના જણાવ્યા અનુસાર, કંપની આગામી દિવસોમાં વિસ્તરણ કરવા વિચારે છે.

 

કંપની આપી રહી છે કમાણીની તક

 

પોતાના એક્સ્પેન્શન પ્લાન હેઠળ કંપની સામાન્ય લોકો માટે ખાસ ઓફર લઇને આવી છે. તે અનુસાર, કંપની દર મહિને 9,765 રૂપિયા કમાવાનો મોકો આપી રહી છે. તેમાં તમારે કંપનીને એક નવી બાઇક ભાડે આપવાની છે. નવી બાઇક કંપની ખરીદશે અને તે માટે કંપનીમાં તમારે રૂ.62,100 રોકવાના રહશે. બાઇક માટે કરવામાં આવેલા આ રોકાણ પર કંપની તમને દર મહિને રૂ.9,765 રકમ આપશે. તેમાં રૂ.5,175 બાઇકનો હપતો અને રૂ.4,590 બાઇકનું ભાડુ સામેલ છે.

 

આગળ વાંચો... 3 બાઇક આપવા પર કંપની આપશે રૂ.4500 બોનસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો