Home » Business » Personal Finance » EPFO to give more facilities to the members to utilize and benefit more PF fund

કર્મચારીઓના હિતમાં EPFO લઇ રહ્યું છે આ પગલાં, સેલેરી અને પ્રોવિડન્ટ ફંડમાં થશે લાભ

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 07:07 PM

EPFO પોતાના મેમ્બર્સના ફાયદો માટે બે મોટા પગલાં લેવાનું છે. તેનાથી કર્મચારીઓના સેલેરી અને પ્રોવિડન્ટ ફંડને આ અસર થશે.

  • EPFO to give more facilities to the members to utilize and benefit more PF fund
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    નવી દિલ્હીઃ લગભગ 5 કરોડ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડનું સંચાલન કરતા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પોતાના મેમ્બર્સને ફાયદો થાય તે હેતુથી બે મહત્ત્વના પગલાં લેવાનું છે. તેનાથી કર્મચારીઓના સેલેરી અને પ્રોવિડન્ટ ફંડને સીધી અસર થશે. અમે તમને એ જણાવી રહ્યા છીએ કે આ બે મોટા પગલાં ક્યા છે અને તેનાથી કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ અને સેલેરી પર કેવી અસર પડશે.

    નોકરી જશે તો પીએફ એકાઉન્ટમાંથી મળશે એડવાન્સ


    ઇપીએફઓ પોતાના એવા સભ્યો માટે તેમના પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટમાંથી એડવાન્સ લેવાની સુવિધા આપવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે કે જેમની નોકરી ચાલી ગઇ હોય. એવા મેમ્બર્સ નોકરી જતી રહ્યાના 30 દિવસ પછી પોતાના પીએફ એકાઉન્ટમાંથી 60 ટકા રકમ એડવાન્સ પેટે ઉપાડી શકશે. આ એડવાન્સ નોન-રીફન્ડેબલ હશે. એટલે કે રકમને ઉપાડ્યા પછી ફરી પાછી આપવાની જરૂર નહિ પડે. તે ઉપરાંત તેમને નોકરી જતી રહે અને ત્રણ મહિના સુધી નોકરી ન મળી શકે તેવા સંજોગોમાં તે ફરી એકવાર પીએફ એકાઉન્ટમાંથી 80 ટકા સુધી રકમ ઉપાડી શકશે. આ પ્રસ્તાવને સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે મંજૂરી આપી દીધી છે. હવે કેન્દ્ર સરકારે તેના પર નોટિફિકેશન આપવાનું છે. તે પછી ઇપીએફઓના મેમ્બર્સને આ સુવિધા મળવા લાગશે.

    આગળ વાંચો... આનાથી કર્મચારીઓને શું થશે ફાયદો

  • EPFO to give more facilities to the members to utilize and benefit more PF fund
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    કર્મચારીને આ થશે ફાયદો


    ઇપીએફ એક્ટ 1952 અનુસાર, હાલના નિયમ હેઠળ જો કોઇ પીએફ હોલ્ડરની નોકરી જતી રહે તો તે નોકરી જવાની તારીખથી 60 દિવસ પછી પોતાના પીએફ એકાઉન્ટમાંથી બધી રકમ ઉપાડી શકે છે. એટલે કે નાણાકીય પતાવટ કરી શકે છે. તે પછી તેનું પીએફ એકાઉન્ટ બંધ થઇ જાય છે. પરંતુ એડવાન્સ ઉપાડની સુવિધા મળવાથી મેમ્બર નોકરી જાય તેવા સંજોગોમાં પીએફ એકાઉન્ટમાંથી નાણાં ઉપાડીને પોતાની નાણાકીય જરૂરીયાત પૂરી કરી શકે છે. આની સાથે સાથે તેનું પીએફ એકાઉન્ટ પર ચાલુ રહેશે. જ્યારે તેને નવી નોકરી મળશે ત્યારે તેના આ એકાઉન્ટમાં કન્ટ્રિબ્યુશન શરૂ થઇ જશે. આનાથી કર્મચારીઓને એ ફાયદો થશે કે તેનું રીટાયર્મેન્ટ ફંડ જળવાયેલું રહેશે અને તેના પીએફ ફંડમાં વધારે રકમ રહશે.

     

    આગળ વાંચો...આગળ વાંચો...વેતનની વ્યાખ્યા બદલાશે તો આ ફાયદો

  • EPFO to give more facilities to the members to utilize and benefit more PF fund

    વેતનની નક્કી થશે વ્યાખ્યા

     

    બીજો એક મહત્ત્વનું પગલું ઇપીએફઓ તરફથી એ લેવામાં આવી રહ્યું છે કે તે કર્મચારીઓના વેતનની વ્યાખ્યા નક્કી કરશે. ઇપીએફઓના પ્રસ્તાવ અનુસાર, હવે કંપનીઓ જો કર્મચારીની બેઝિક સેલેરીના 50 ટકાથી વધારે એલાઉન્સ રાખે તો તે હિસ્સાને પણ બેઝિક સેલેરી માનવામાં આવશે અને કંપનીઓએ તે હિસ્સાને પણ બેઝિક સેલેરી સાથે જોડીને પીએફ કાપવો પડશે. ભારતીય મજદૂર સંઘના મહાસચિવ અને સીબીટી મેમ્બર વિરજેશ ઉપાધ્યાયે જણાવ્યું કે ઇપીએફઓની એક કમિટી આ પ્રસ્તાવનું પરીક્ષણ કરી રહી છે. એપ્રિલમાં મળનારી સીબીટીની મીટિંગમાં આ પ્રસ્તાવ પર વિચાર થશે.

     

    કર્મચારીઓને કેવી રીતે થશે ફાયદો

     

    હાલના સમયે પગારની કોઇ વ્યાખ્યા નહિ હોવાથી તેનો ફાયદો કંપનીઓ લઇ રહી છે અને કર્મચારીઓને ગેરલાભ થઇ રહ્યો છે. કંપનીઓ કર્મચારીઓની કુલ સેલેરીમાં બેઝિક વત્તા ડીએ 10 ટકાથી 30 ટકા જેટલું રાખે છે. બાકીનો હિસ્સો એલાઉન્સમાં વહેંચી દે છે. કર્મચારીનો પીએફ બેઝિક વત્તા ડીએની કુલ રકમના 12 ટકા જેટલો કપાય છે. આ રીતે કર્મચારીઓને પીએફ ઓછો કપાય છે. તેના કારણે કર્મચારી નિવૃત્ત થાય ત્યારે તેની પાસે પીએફનું ફંડ ઓછું ભેગું થયું હોય છે. તેના કારણે પરિવારની અને પોતાની આર્થિક જરૂરીયાતો પૂરી કરવામાં મુશ્કેલી પડે છે. 


    - ઇપીએફઓના આ પગલાથી કંપનીઓ બેઝિક સેલેરી ઓછી નહિ રાખી શકે. એટલે કે કર્મચારીઓનું પીએફ કન્ટ્રિબ્યુશન વધી જશે. તેથી નિવૃત્તિ વખતે તેના પીએફ ફંડમાં વધુ નાણાં એકઠાં થશે. જોકે, આ નિર્ણય પછી કર્મચારીઓના હાથમાં આવતો પગાર (ઇન હેન્ડ સેલેરી) ઘટી જશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

Trending

વીડિયો વધુ જુઓ