ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Personal Finance» EPFOના સભ્યો નક્કી કરી શકશે કે શેરોમાં કેટલું રોકાણ કરવું, આ વર્ષમાં મળશે વિકલ્પ | EPFO plans to give option to members to decide investment limit in stocks

  EPFOના સભ્યો નક્કી કરી શકશે કે શેરોમાં કેટલું રોકાણ કરવું, આ વર્ષમાં મળશે વિકલ્પ

  moneybhaskar.com | Last Modified - Apr 18, 2018, 09:21 PM IST

  પીએફ ખાતાધારકોને આ નાણાકીય વર્ષ 2018-19માં શેરબજારમાં પોતાનું રોકાણ વધારવા કે ઘટાડવાનો વિકલ્પ મળી જશે.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ રીટાયર્મેન્ટ ફંડ બોડી ઇપીએફઓના 5 કરોડથી વધારે પીએફ ખાતાધારકોને આ નાણાકીય વર્ષ 2018-19માં શેરબજારમાં પોતાનું રોકાણ વધારવા કે ઘટાડવાનો વિકલ્પ મળી જશે. ઇપીએફઓની યોજના આશરે ત્રણ મહિનામાં ઇટીએફ રોકાણ પીએફ એકાઉન્ટમાં જમા કરવાની છે. તે પછી સબસ્ક્રાઇબરને એ ઓપ્શન મળશે કે તે પોતાના ફંડથી ઇટીએફમાં રોકાણ વધારી કે ઘટાડી શકશે.

   ઇપીએફઓના સેન્ટ્રલ પીએફ કમિશનર વીપી જોયે જણાવ્યું કે અમે ઇટીએફને સબસ્ક્રાઇબર પીએફ એકાઉન્ટમાં ક્રેડિટ કરવાનું સોફ્ટવેર ડેવલપ કરવાનું છે. તેમાં બેથી ત્રણ મહિના લાગશે. એકવાર સોફ્ટવેર ડેવલપ થઇ જશે પછી અમે આગલા ફેઝ તરફ જઇશું, જેમાં મેમ્બર્સને શેરમાં રોકાણ વધારવા કે ઘટાડવાનો ઓપ્શન આપવામાં આવશે. ઇપીએફઓની નિર્ણય લેનારી ટોપ ઓથોરિટી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (સીબીટી)એ ગયા સપ્તાહમાં મેમ્બર્સને ઇક્વિટીમાં પોતાનું રોકાણ વધારવા કે ઘટાડવાનો વિકલ્પ આપવાની વિચારણા હોવાનું જણાવ્યું હતું. હાલમાં પીએફ ફંડનો 15 ટકા હિસ્સો શેરબજારમાં રોકાણ કરી શકાય છે.

   શેરબજારમાં રોકાણથી થયો છે ફાયદો

   ઇપીએફઓએ છેલ્લા 2 વર્ષ દરમિયાન મેમ્બર્સના પ્રોવિડન્ટ ફંડના નાણાં શેરબજારમાં રોકીને સારું રીટર્ન મેળવ્યું છે. ઇપીએફઓના જાહેર થયેલા આંકડા અનુસાર, ઇપીએફઓએ ઓગસ્ટ 2015થી 28 ફેબ્રુઆરી 2018 વચ્ચે એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડો (ઇટીએફ)માં કુલ રૂ.41,967.51 કરોડ રોક્યા હતા. આ ગાળામાં ઇપીએફઓને ઇટીએફમાં કરેલા રોકાણ પર 17.23 ટકા રીટર્ન મળ્યું છે. ઇપીએફઓ માર્ચમાં રૂ.2,500 કરોડના ઇટીએફ વેચી ચૂકી છે. શેરબજારમાં મળતા સારા વળતરને જોઇને ઇપીએફઓએ રોકાણની મર્યાદા વધારવાની માગ કરી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Personal Finance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: EPFOના સભ્યો નક્કી કરી શકશે કે શેરોમાં કેટલું રોકાણ કરવું, આ વર્ષમાં મળશે વિકલ્પ | EPFO plans to give option to members to decide investment limit in stocks
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  X
  Top