Home » Business » Personal Finance » આ 5 સંકેતો બતાવે છે કે તમે બની શકો છો અમીર, ગુમાવશો નહિ ચાન્સ | anyone can become rich if he understand these 5 opportunities

આ 5 સંકેતો બતાવે છે કે તમે બની શકો છો અમીર, ગુમાવશો નહિ ચાન્સ

Divyabhaskar.com | Updated - Apr 26, 2018, 07:06 PM

entrepreneur.comના એક રીપોર્ટ અનુસાર, લાઇફ હંમેશા તમને અમીર બનવાની તકો અને ઇશારા આપતી રહે છે.

 • આ 5 સંકેતો બતાવે છે કે તમે બની શકો છો અમીર, ગુમાવશો નહિ ચાન્સ | anyone can become rich if he understand these 5 opportunities
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  નવી દિલ્હીઃ ધનિક બનવા માટે નસીબની સાથે સ્ટ્રેટેજી પણ ખૂબ મહત્ત્વની છે. ક્યારેક સ્ટ્રેટેજી વધુ કામિયાબ નીવડે છે. મેનેજમેન્ટ અને કેરીયરને લગતા વિશ્વના મોટા ભાગના એક્સપર્ટસ હંમેશા આવું માને છે. તેમના જણાવ્યા અનુસાર, અમીર બનવું કે નહિ તે તમે પોતે નક્કી કરો છો. તમારા વિચારો, વર્તન, દ્રષ્ટિકોણ અને આદતો એ વાતનો ઇશારો કરે છે કે તમે અમીર બનશો કે નહિ.

  ઇશારાને સમજો


  entrepreneur.comના એક રીપોર્ટ અનુસાર, લાઇફ હંમેશા તમને અમીર બનવાની તકો અને ઇશારા આપતી રહે છે. એ તમારા પર ડિપેન્ડ કરે છે કે તમે આ તકો અને ઇશારાને સમજી શકો છો કે નહિ. કેવી રીતે? અહીં એવી કેટલીક તકો અંગે અમે જણાવી રહ્યા છીએ, જે તમે જો ચૂકી ન જાવ તો ધનિક બનવાનો ચાન્સ વધી જાય છે. જો તમે તેને ચૂકી જાવ તો અમીરી તમારાથી જોજનો દૂર ચાલી જાય છે.

  ચા વેચતો આસુમલ બન્યો ગુરુ આસારામ, આ રીતે ઊભુું કર્યું રૂ.2300 કરોડનું સામ્રાજ્ય

  ક્યા ક્યા ચાન્સ છે તે આગળ વાંચો...

 • આ 5 સંકેતો બતાવે છે કે તમે બની શકો છો અમીર, ગુમાવશો નહિ ચાન્સ | anyone can become rich if he understand these 5 opportunities
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  વિશ્વના ટોચના રોકાણકાર વોરેન બફેટ. ફાઇલ ફોટો.

  1. નાની ઉંમરે કમાણીની તક

   

  મુખ્ય મુદ્દોઃ રીપોર્ટ અનુસાર જો તમે અમીર બનવા માગતા હો તો નાની ઉંમરથી જ કમાણીનો કોઇ મોકો ન ચૂકો. નાની ઉંમરમાં કમાયેલી મૂડીમાં આવતી કાલે બહુ મોડી રકમ બનવાની ક્ષમતા હોય છે. જો નાની ઉંમરે કમાયેલી મૂડીને તમે ફાઇનાન્શિયલ માર્કેટમાં યોગ્ય રીતે ઇન્વેસ્ટ કરશો તો 40 વર્ષની ઉંમરે પહોંચતા સુધીમાં તમે કરોડો રૂપિયાનું ફંડ બનાવી શકો છો. તમને એવા અનેક ઉદાહરણો મળશે કે જેમણે ભણવાના બદલે નાની ઉંમરમાં પૈસા કમાવાની તકો શોધવાનું વધારે યોગ્ય ગણ્યું અને આજે તેઓ દુનિયાના સૌથી અમીરો છે. બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ અને વોરેન બફેટ જેવાના નામ એવા લોકોમાં આવે છે.

   

   સારા પરિણામો પછી આ 5 શેરો પર એક્સપર્ટસ. બુલિશ, રોકાણ પર આપી શકે છે 28% રીટર્ન

   

  આગળ વાંચો...બીજો ચાન્સ...

 • આ 5 સંકેતો બતાવે છે કે તમે બની શકો છો અમીર, ગુમાવશો નહિ ચાન્સ | anyone can become rich if he understand these 5 opportunities
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ભારતના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી અને ચીનના સૌથી ધનિક જેક મા.

  2. કોઇ નવા બિઝનેસમાં હાથ અજમાવવાનો ચાન્સ

   

  મુખ્ય મુદ્દોઃ બીબીસી કેપિટલના એક રીપોર્ટ અનુસાર, નવા પ્રકારના બિઝનેસ તમને હંમેશા અમીર બનવાનો ચાન્સ ઉપલબ્ધ કરાવે છે. કારણ કે એવા બિઝનેસના ગ્રોથના ચાન્સ 2,000 ટકાથી વધારે હોય છે. જોકે, એવા બિઝનેસમાં ડૂબવાનું પણ જોખમ હોય છે. પરંતુ જોખમથી ડરીને ચાન્સ ગુમાવવામાં કોઇ બુદ્ધિમત્તા નથી.

   

  આગળ વાંચો.. ત્રીજો ચાન્સ...

 • આ 5 સંકેતો બતાવે છે કે તમે બની શકો છો અમીર, ગુમાવશો નહિ ચાન્સ | anyone can become rich if he understand these 5 opportunities
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  3. ઇનોવેશનનો ચાન્સ

   

  મુખ્ય મુદ્દોઃ રાતોરાત અમીર બનવાની વાતો પરીઓની વાર્તા કે શેખચલ્લીના સપના જેવી લાગે છે. પરંતુ ઇનોવેશન આ કરી શકે છે. અમેરિકા સહિત દુનિયાભરમાં એકાએક કે થોડા સમયમાં જ ધનિક બની જનારા મોટા ભાગના લોકોને ઇનોવેશને જ અમીર બનાવ્યા છે. ફેસબૂક, ગૂગલ, એપ્પલની સાથે ભારતમાં પેટીએમ, ફ્લિપકાર્ટ, ઓલા અને પેક્ટ્રો જેવી મોટા ભાગની કંપનીઓ મામૂલી મૂડી અને નાની જગ્યાથી શરૂ થઇ હતી. ઇનોવેશનના કારણે તેમના સ્થાપકો થોડાક જ વરસોમાં દુનિયા અને ભારતમાં સૌથી અમીર લોકોમાં સામેલ થઇ ગયા. તેમના ઝડપથી સફળ બનવા અને ટૂંકસમયમાં જ ધનિક બની જવા પાછળ ઇનોવેશન જ કારણભૂત છે, કારણ કે આ કંપનઓ નવા આઇડિયાથી જ શરૂ થઇ હતી.

   

  આગળ વાંચો... ચોથો ચાન્સ

 • આ 5 સંકેતો બતાવે છે કે તમે બની શકો છો અમીર, ગુમાવશો નહિ ચાન્સ | anyone can become rich if he understand these 5 opportunities
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  વિશ્વના ટોચના રોકાણકાર વોરેન બફેટ... ફાઇલ ફોટો

  4. ફ્યુચરમાં નાણાં રોકવાની પરખ

   

  મુખ્ય મુદ્દોઃ બીબીસી કેપિટલના રીપોર્ટ અનુસાર, અમીર એટલા માટે વધુ અમીર બને છે કારણ કે તે એવા બિઝનેસમાં નાણાં રોકે છે જેનો ભવિષ્યમાં સ્કોપ હોય છે. એટલે કે ભવિષ્યમાં તેની માગ ઊભી થવાની શક્યતા હોય છે. વળી, આવા બિઝનેસ શરૂઆતમાં ઓછી મૂડીથી શરૂ થાય છે. જોકે, બદલાતા સમયની સાથે તેનું કદ અને પ્રોફિટ વધી જાય છે.


  આગળ વાંચો... પાંચમો ચાન્સ

 • આ 5 સંકેતો બતાવે છે કે તમે બની શકો છો અમીર, ગુમાવશો નહિ ચાન્સ | anyone can become rich if he understand these 5 opportunities
  એમેઝોનના ફાઉન્ડ, બેઝોસ

  5. ખાસ પ્રકારની પ્રોપર્ટીમાં રોકાણ

   

  મુખ્ય મુદ્દોઃ  entrepreneur ઇન્ડિયાના રીપોર્ટ અનુસાર, ખાસ ચીજો જેવી કે આર્ટ વર્ક, વાઇન કે કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદવામાં જો તમને મોકો મળતો હોય તો જવા નહિ દેવો જોઇએ. તેનું મોટું કારણ એ છે કે આ ચીજો પર ભવિષ્યમાં અઢળક નાણાં મળી શકે છે. ખાસ વાત એ છે કે આ રીતના ઇન્વેસ્ટમેન્ટમાં કોઇ રીતનું ઓપરેશન ખર્ચ હોતું નથી. નથી તમારે કોઇ કંપની ચલાવવાની કે નથી કોઇ શોરૂમ ચલાવવાનો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

Trending

વીડિયો વધુ જુઓ