Home » Business » Market » સેન્સેક્સ 200 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 10,750 ઉપરઃ ઓટો, પીએસયુ બેન્ક, રીયલ્ટી, એનર્જીમાં તેજી | market rose due to recovery in Rupee as Sensex rose 200 poinys led by RIL,TCS

સેન્સેક્સ ઊછાળો ગુમાવી અંતે 83 અંક વધીને બંધઃ ઓટો, એનર્જીમાં તેજી

Divyabhaskar.com | Updated - Jul 06, 2018, 04:21 PM

ઓટો ઇન્ડેક્સ સૌથી વધુ 1.30 ટકા વધ્યો છે. રીયલ્ટી ઇન્ડેક્સ 1 ટકા, PSU બેન્ક ઇન્ડેક્સ 0.74 ટકા, એનર્જી 0.86 ટકા વધ્યા.

  • સેન્સેક્સ 200 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 10,750 ઉપરઃ ઓટો, પીએસયુ બેન્ક, રીયલ્ટી, એનર્જીમાં તેજી | market rose due to recovery in Rupee as Sensex rose 200 poinys led by RIL,TCS

    નવી દિલ્હીઃ રૂપિયામાં રીકવરી અને ઓટો તથા રીયલ્ટી શેરોમાં ખરીદીથી માર્કેટમાં તેજી જોવા મળી હતી પરંતુ અંતે ઊછાળો ઓસરી ગયો હતો. સેન્સેક્સ નબળો ખુલ્યા પછી વધતો રહ્યો છે અને આશરે 225 પોઇન્ટ વધીને 35,799 સુધી ઉપર ગયો હતો પરંતુ ઇન્ટ્રા-ડે ઊછાળો ગુમાવીને તે અંતે 83.31 (+0.23%) અંક વધીને 35,657.86 પર બંધ રહ્યો છે. નિફ્ટી ઉપર 10,816 સુધી વધ્યા પછી અંતે 23 અંક વધીને 10772.65 પર બંધ રહ્યો છે. ઓટો, પીએસયુ બેન્કો, રીયલ્ટી અને એનર્જીમાં તેજી રહી હતી.

    ઓટો, રીયલ્ટી, પીએસયુ બેન્કો, એનર્જીમાં તેજી જ્યારે ફાર્મામાં ઘટાડો


    એનએસઇમાં ઓટો ઇન્ડેક્સ સૌથી વધુ 1.30 ટકા વધ્યો છે. ઉપરાંત રીયલ્ટી ઇન્ડેક્સ 1 ટકા, પીસએયુ બેન્ક ઇન્ડેક્સ 0.74 ટકા, એનર્જી 0.86 ટકા, ઇન્ફ્રા 0.49 ટકા અને આઇટી 0.32 ટકા વધ્યા છે. વધ્યા છે. એનર્જી 1.31 ટકા અને ઇન્ફ્રા 0.98 ટકા વધ્યા છે. જ્યારે ફાર્મા 0.91 ટકા, મીડિયા 0.45 ટકા, એફએમસીજી 0.19 ટકા ઘટ્યા છે.

    બીએસઇમાં મિડકેપ સ્મોલકેપ ઇન્ડેક્સ 0.5 ટકા વધ્યા


    આ ઉપરાંત બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.56 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.46 ટકા વધ્યા છે. મિડકેપ શેરોમાં બીઇએલ, અદાણી પાવર, અશોકલેલેન્ડ, સન ટીવી, એલએન્ટી ફાઇ જેવા શેરો 8.41 ટકાથી 2.5 ટકા વચ્ચે વધ્યા છે. જ્યારે સ્મોલકેપ શેરોમાં ટીએનપેટ્રો 19.9 ટકા, આઇએમએફએ 20 ટકા, જિન્દાલપોલી 14 ટકા, બાલાસોર 15 ટકા અને જેનેસિસ 9.54 ટકા ટકા વધ્યા છે.

    હીરોમોટોકોર્પ, ટાટા મોટર્સ, રિલાયન્સ, ટીસીએસ, એલએન્ડટી વધ્યા


    સેન્સેક્સમાં 22 શેરો વધ્યા છે તેમાં હીરોમોટોકોર્પ, ટાટા મોટર્સ અને બજાજ ઓટો અનુક્રમે 4.25 ટકા, 3.69 ટકા અને 1.80 ટકા વધીને મોખરે છે. રિલાયન્સ, ટીસીએસ, એલએન્ડટી, ટાટા મોટર્સ અને હીરોમોટોકોર્પ 4.25 ટકાથી 3.86 ટકાથી 1 ટકા વધીને માર્કેટને ટેકો આપ્યો હતો. જ્યારે સન ફાર્મા, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેન્ક, એનટીપીસી, વિપ્રો 1.28 ટકાથી 0.59 ટકા ઘટેલા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ