ICICI બેન્કને ભારે પડી રૂ.3250 કરોડની ભૂલ, રૂ.16,000 કરોડની મૂડી ધોવાઇ

વીડિયોકોન ગ્રુપને રૂ.3250 કરોડની લોનનો વિવાદ ચગતા શેરમાં ધોવાણ
વીડિયોકોન ગ્રુપને રૂ.3250 કરોડની લોનનો વિવાદ ચગતા શેરમાં ધોવાણ
સેબી અને સીબીઆઇએ શરૂ કરી તપાસ
સેબી અને સીબીઆઇએ શરૂ કરી તપાસ

moneybhaskar.com

Apr 02, 2018, 03:53 PM IST

બિઝનેસ ડેસ્કઃ ખાનગી સેક્ટરની સૌથી મોટી બેન્ક આઇસીઆઇસીઆઇ બેન્ક થોડા દિવસોથી ખોટા કારણોસર વિવાદમાં છે. આઇસીઆઇસીઆઇ બેન્કના એમડી ચંદા કોચર પર ખોટી રીતે વીડિયોકોન ગ્રુપને રૂ.3250 કરોડની લોન આપવાનો આરોપ લાગ્યો છે. કારણ કે તેમાંથી વીડિયોકોને રૂ.2,810 કરોડ પરત ભર્યા નથી અને બેન્કે તેને વર્ષ 2017માં એનપીએ જાહેર કરી દીધી. બેન્કની આ ભૂલના કારણે આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં ઘટાડો આવ્યો છે અને 3 દિવસમાં રોકાણકારોની રૂ.14,000 કરોડથી વધુ મૂડી ધોવાઇ છે.

આઇસીઆઇસીઆઇ બેન્કનો શેર 7 ટકા તૂટ્યો


વીડિયાકોનને ખોટી રીતે રૂ.3250 કરોડની લોન આપવાની બાબતમાં આઇસીઆઇસીઆઇ બેન્કના એમડી ચંદા કોચર પર સવાલ ઊઠ્યા છે. આ અંગે તેમની અને તેમના પતિની પૂછપરછ થઇ શકે છે. આ સમાચારના પગલે બીએસઇમાં સોમવારે આઇસીઆઇસીઆઇ બેન્કનો શેર ઇન્ટ્રા-ડે 6.83 ટકા તૂટીને રૂ.258.90ને અડ્યો હતો. અંતે શેર 5.93 ટકા ગબડીને રૂ.261.90 પર બંધ રહ્યો છે.

ICICI બેન્કના શેરમાં 3 દિવસના ઘટાડામાં માર્કેટ કેપ રૂ.14,381 કરોડ ઘટી

વીડિયોકોનને લોન આપવાનો વિવાદ બહાર આવ્યા પછી આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં ઘટાડો ચાલુ રહ્યો છે. તેના પગલે શેરના માર્કેટ કેપમાં સતત ઘટાડો થતો રહ્યો છે. બજારમાં છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશન્સમાં શેર રૂ.284થી રૂ.259 સુધી આશરે 9 ટકા તૂટ્યો છે. તેના પગલે તેની માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ.16,090.64 કરોડ ઘટીને રૂ.1,66,634.71 કરોડ થઇ ગઇ હતી. જોકે, સોમવારે શેર 5.93 ટકાના ઘટાડા સાથે રૂ.261.90 પર બંધ રહ્યો હતો અને તેની માર્કેટ કેપ રૂ.1,68,344.16 હતી. 27 માર્ચના રોજ શેરનો બંધ ભાવ રૂ.283.90 હતો અને તે દિવસે તેની માર્કેટ કેપ રૂ.1,82,725.35 કરોડ હતી. આમ, બંધભાવ પ્રમાણે માર્કેટ કેપમાં આશરે રૂ.14,381 કરોડનો ઘટાડો થયો છે.

સેબી અને સીબીઆઇએ શરૂ કરી તપાસ


- સીબીઆઇની તેની પ્રારંભિક તપાસમાં આઇસીઆઇસીઆઇ બેન્કના કેટલાક અધિકારીઓની પૂછપરછ કરી છે. સીબીઆઇ એ બાબતની તપાસ કરી રહી છે કે વર્ષ 2012માં વીડિયોકોન ગ્રુપને આપવામાં આવેલી રૂ.3,250 કરોડની લોનમાં બેન્કે કોઇ પ્રકારની ગડબડ તો નથી કરીને.


- આઇસીઆઇસીઆઇ બેન્ક પર માર્કેટ રેગ્યુલેટર સેબીની પણ નજર છે. સેબીએ સંભવિત ડિસ્ક્લોઝર અને કોર્પોરેટ ગવર્નન્સ બાબતની ખામીઓની શક્યતા પર તપાસ શરૂ કરી છે. આ સાથે આઇસીઆઇસીઆઇ બેન્ક અને કેટલીક સરકારી બેન્કો સહિત લેન્ડર્સ ગ્રુપ પાસેથી લોનની `લેણદેણ'ના આરોપોના કારણે વીડિયોકોન અને ઇન્ડસ્ટ્રી તથા તેના પ્રમોટર પણ સેબીની રડારમાં આવી ગયા છે.

X
વીડિયોકોન ગ્રુપને રૂ.3250 કરોડની લોનનો વિવાદ ચગતા શેરમાં ધોવાણવીડિયોકોન ગ્રુપને રૂ.3250 કરોડની લોનનો વિવાદ ચગતા શેરમાં ધોવાણ
સેબી અને સીબીઆઇએ શરૂ કરી તપાસસેબી અને સીબીઆઇએ શરૂ કરી તપાસ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી