Home » Business » Market » 100 રૂપિયાથી સસ્તાં આ 5 શેરો આપી 69% જેટલું વળતર | These 5 stocks under Rs.100 can give 69% return

100 રૂપિયાથી સસ્તાં આ 5 શેરોમાં રોકાણનો મોકો, આપી શકે છે 69% જેટલું વળતર

Divyabhaskar.com | Updated - May 14, 2018, 09:41 PM

ક્રુડ ઓઇલ, રૂપિયાની ચાલ અને જિયો પોલિટિકલ ટેન્શન જેવા ફેક્ટર્સ હજુ મોજૂદ છે. તેની અસર થોડા દિવસો સુધી માર્કેટ પર રહેશે.

 • 100 રૂપિયાથી સસ્તાં આ 5 શેરો આપી 69% જેટલું વળતર | These 5 stocks under Rs.100 can give 69% return
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  અમદાવાદઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની મતગણતરી પહેલા સોમવારે રોકાણકારો સાવચેતી જાળવતા માર્કેટ સપાટ બંધ રહ્યા હતા. બજારમાં પ્રારંભિક ઊછાળે પ્રોફિટ બુકિંગનું દબાણ આવ્યું હતું. માર્કેટ એક્સપર્ટસ માને છે કે કર્ણાટક ચૂંટણીનું રીઝલ્ટ મંગળવારે આવશે. રીઝલ્ટ જો ભાજપ તરફી આવશે તો માર્કેટમાં ટૂંકી તેજી રહેવાની પૂરી શક્યતા છે. પરંતુ ક્રુડ ઓઇલ, રૂપિયાની ચાલ અને જિયો પોલિટિકલ ટેન્શન જેવા ફેક્ટર્સ હજુ પણ મોજૂદ છે. તેની અસર થોડા દિવસો સુધી માર્કેટ પર રહેશે. તેથી સારો પોર્ટફોલિયો બનાવવાની સારી રીત એ છે કે ઓછી રકમ સાથે સારા શેરોમાં રોકાણ કરવું. અમે અહીં 100 રૂપિયાથી ઓછી કિંમતના સસ્તાં 5 શેરો પસંદ કર્યા છે.

  ક્યા શેરોમાં મળશે સારું રીટર્ન

  રિલાયન્સ હોમ ફાઇનાન્સ


  રિલાયન્સ હોમ ફાઇનાન્સ ભારતની અગ્રણી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પૈકીની એક છે. કંપની આકર્ષક વ્યાજ દરે હોમલોન આપે છે. બિઝનેસ મોડલ એવું છે કે કંપનીના ગ્રાહકોની સંખ્યા વધી છે. કંપનીની લોનબૂકમાં વાર્ષિક ધોરણે 33 ટકા ગ્રોથ થઇ છે. એફોર્ડેબલ હાઉસિંગનો પણ ફાયદો કંપનીને મળી રહ્યો છે. આગળ સરકારનું આ યોજના પર ફોકસ છે, જેમાં મોટા લાભાર્થીઓમાં રિલાયન્સ હોમ ફાઇનાન્સ પણ હોઇ શકે છે. બ્રોકરેજ હાઉસ ચોલામંડલમ સિક્યોરિટીઝે શેર માટે 100 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. શેરનો હાલનો ભાવ રૂ.59 છે તેથી ટાર્ગેટ ભાવે 69 ટકા રીટર્ન મળી શકે છે.

  રિલા. નવલનું દેવું NPA જાહેર થતા શેર 17% તૂટ્યો, કંપની પર રૂ.9000 Cr દેવું

  આગળ વાંચો..અન્ય 4 શેરો વિશે...

 • 100 રૂપિયાથી સસ્તાં આ 5 શેરો આપી 69% જેટલું વળતર | These 5 stocks under Rs.100 can give 69% return
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  નેલકાસ્ટ


  નેલકાસ્ટ લિમિટેડ ડક્ટાઇલ આયર્ન કાસ્ટિંગની સૌથી મોટી પ્રોડ્યુસર છે. ઉપરાંત તે ગ્રે આયર્ન કાસ્ટિંગની પણ લીડિંગ પ્રોડ્યુસર છે. કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ ગ્લોબલ ઓટોમોટિવ, ટ્રેક્ટર, માઇનિંગ, રેલવે અને જનરલ એન્જિનિયરિંગ સેક્ટરમાં થાય છે. પ્રોડક્ટની માગ દેશમાં જ નહિ, વિદેશોમાં પણ છે. ઓટો ઇન્ડસ્ટ્રીમાં ડિમાન્ડ વધવાની ધારણા છે. જ્યારે દેશમાં માઇનિંગ અને રેલવેને લગતા કામોમાં પણ તેજી આવવાની છે. તેનો ફાયદો કંપનીને થશે. બ્રોકરેજ હાઉસ જ્વોઇન્ડ્રે કેપિટલે શેર માટે રૂ.140નો ટાર્ગેટ આપ્યો છે. શેરનો હાલનો ભાવ રૂ.100 છે તેથી તેમાં 40 ટકા વળતર મળી શકે છે.

   

   મારુતિની નવી Swiftએ અલ્ટોને પાછળ ધકેલી. ડિઝાયર બની નંબર 1 સેલિંગ કાર

   

  LT ફૂડસ


  એલટી ફૂડ્સ લિમિટેડ બ્રાંડેડ સ્પેશ્યાલિટી ફૂડ્સ કંપની છે જે બ્રાંડેડ અને નોન બ્રાંડેડ બાસમતી ચોખાના માઇનિંગ, પ્રોસેસિંગ અને માર્કેટિંગમાં છે. કંપની સ્થાનિક તેમજ વિદેશી માર્કેટ માટે રાઇસ પ્રોડક્ટસ બનાવે છે. બ્રાંડેડ રાઇસ માર્કેટમાં કંપનીની મજબૂત પક્કડ છે. ઉત્તર અમેરિકામાં પણ કંપનીનું બજાર મજબૂત છે. એન્જલ બ્રોકિંગે શેર માટે રૂ.128નો ટાર્ગેટ આપ્યો છે. શેરનો વર્તમાન ભાવ રૂ.87 છે, તે જોતા શેર પર 47 ટકા રીટર્ન મળી શકે છે.

   

  આગળ વાંચો... અન્ય બે શેરો વિશે..

 • 100 રૂપિયાથી સસ્તાં આ 5 શેરો આપી 69% જેટલું વળતર | These 5 stocks under Rs.100 can give 69% return

  જમના ઓટો ઇન્ડસ્ટ્રીઝ


  જમના ઓટો ઇન્ડસ્ટ્રી સસ્પેન્શન સિસ્ટમ ઓટોમોટિવ કંપની છે. કંપની કોમર્શિયલ વ્હીકલ માટે ટેપર્ડ લીફ અને પેરાબોલિક લીફની સૌથી મોટી મેન્યુફેક્ચરર છે. કંપની બધી મોટી કોમર્શિયલ વ્હીકલ બનાવતી કંપનીઓને પોતાની પ્રોડક્ટસ સપ્લાય કરે છે. કંપની ન્યુ જનરેશન પ્રોડક્ટ એટલે કે એર સસ્પેન્શન અને લિફ્ટ એક્સલમાં પોતાની હાજરી સતત વધારી રહી છે. ઓટો ઇન્ડસ્ટ્રીઝના સારા સેન્ટિમેન્ટનો ફાયદો પણ કંપનીને મળી રહ્યો છે. બ્રોકરેજ કે આર ચોક્સીએ શેર માટે રૂ.112 ટાર્ગેટ આપ્યો છે. હાલના રૂ.94ના ભાવ પર શેર 19 ટકા રીટર્ન આપી શકે છે.

   

  નાલ્કો


  કેડિયા કોમોડિટીના ડાયરેક્ટર અજય કેડિયાએ નેશનલ એલ્યુમિનિયમમાં રોકાણની સલાહ આપીને શેર માટે રૂ.100 ટાર્ગેટ આપ્યો છે. શેરનો વર્તમાન ભાવ રૂ.78 છે. તેથી તેમાં 28 ટકા રીટર્ન મળી શકે છે. નાલ્કો દેશની બીજી સૌથી મોટી એલ્યુમિનિયમ કંપની છે. કંપની 27 ટકાથી વધારે અર્નિંગ ગ્રોથ ધરાવે છે. એલ્યુમિનિયમની ડિમાન્ડ અને કિંમતો વધવાનો કંપનીને ફાયદો મળશે.

  -------------


  નોંધઃ અહીં બ્રોકરેજ હાઉસીસ અને એક્સપર્ટના સલાહના આધારે રોકાણની સલાહ આપવામાં આવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

Trending

વીડિયો વધુ જુઓ