Home » Business » Market » 1 વર્ષમાં મળી શકે છે 75% સુધી રીટર્ન, 100 રૂપિયાથી ઓછી કિંમતના આ 5 શેરોમાં કરો રોકાણ | These 5 stocks under 100 rupees can give return up to 75% in one year

1 વર્ષમાં મળી શકે છે 75% સુધી રીટર્ન, 100 રૂપિયાથી ઓછી કિંમતના આ 5 શેરોમાં કરો રોકાણ

Divyabhaskar.com | Updated - Aug 02, 2018, 06:48 PM

બ્રોકરેજ હાઉસીસની ભલામણોના આધારે એવા 5 શેરો જણાવી રહ્યા છીએ કે જેઓ આગામી સમયમાં 75 ટકા સુધી વળતર આપી શકે છે.

 • 1 વર્ષમાં મળી શકે છે 75% સુધી રીટર્ન, 100 રૂપિયાથી ઓછી કિંમતના આ 5 શેરોમાં કરો રોકાણ | These 5 stocks under 100 rupees can give return up to 75% in one year
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  અમદાવાદઃ શેરબજારના બેન્ચમાર્ક નિર્દેશાંકોએ પાછલા કેટલાક ટ્રેડિંગ દિવસોમાં ઓલટાઇમ હાઇ સપાટીઓ બનાવી. શેરબજાર નવી ઊંચાઇએ પહોંચ્યું હોવાથી પ્રોફિટ બુકિંગ અને વેચવાલીનું જોખમ વધ્યું છે. તેથી ઘણા બધા રોકાણકારો હવે માર્કેટમાં મોટું રોકાણ કરવાનું ટાળી રહ્યા છે. એક્સપર્ટસ માને છે કે ઊંચા વેલ્યુએશન ધરાવતા શેરોમાં વેચવાલી આવી શકે છે. જોકે, તેઓ માને છે કે બજાર આગળ પણ તેજી બતાવી શકે છે. આ સંજોગોમાં માર્કેટ હજુ પણ થોડી રકમ સાથે સારા શેરોમાં રોકાણ કરવાની સ્ટ્રેટેજી યોગ્ય રહેશે. અમે અહીં બ્રોકરેજ હાઉસીસની ભલામણોના આધારે એવા 5 શેરો જણાવી રહ્યા છીએ કે જેમની કિંમત 100 રૂપિયાથી ઓછી છે. વળી, આ શેરો આગામી સમયમાં 75 ટકા સુધી વળતર આપી શકે છે.

  ઓછા જોખમ સાથે સારો પોર્ટફોલિયો


  એક્સપર્ટ માને છે કે રોકાણકારોએ પોતાની રકમ એક સ્ટોકમાં નહિ રાખીને અનેક શેરોમાં રોકવી જોઇએ. તેનો અર્થ એ છે કે રોકાણકાર નાની યુનિટ કોસ્ટથી સારા શેરોમાં રોકાણ કરે. 100 રૂપિયાથી ઓછી રકમના બધા શેરોમાં રોકાણકાર ખૂબ થોડી રકમથી રોકાણ કરી શકે છે અને અનેક શેરોનો એક સારો પોર્ટફોલિયો બની શકે છે. તેના કારણે જોખમ જ ઓછું થશે એવું નથી પરંતુ શેરોમાં ગ્રોથનો ફાયદો પણ મળશે.

  ક્યા શેરોમાં કરશો રોકાણ

  સાઉથ ઇન્ડિયન બેન્ક


  સાઉથ ઇન્ડિયન બેન્ક પ્રાઇવેટ સેક્ટરની મિડકસાઇઝ બેન્ક છે. દેશભરમાં તેની 855 બ્રાંચ છે. 1386 એટીએમ છે. સાઉથ ઇન્ડિયામાં મુખ્યત્વે બેન્કનો બિઝનેસ છે. સાઉથમાં બેન્કના મજબૂત ગ્રાહકો છે. બેન્કની લોન બૂક મજબૂત થઇ રહી છે. બેન્કમાં ડિપોઝિટ સારી થઇ છે. રીટેલ અને એસએમઇ બંને સેગમેન્ટ ગ્રોથમાં છે. મેનેજમેન્ટ એસેટ ક્વોલિટી સારી કરવા પર ફોક્સ્ડ છે. બ્રોકરેજ હાઉસ ચોલામંડલમ સિક્યોરિટીઝે શેર માટે રૂ.26નો ટાર્ગેટ આપ્યો છે. હાલનો ભાવ રૂ.18 છે તે રીતે શેરમાં 45 ટકા રીટર્ન મળી શકે છે.

  આગળ વાંચો... અન્ય ક્યા શેરોમાં કરી શકાય રોકાણ

 • 1 વર્ષમાં મળી શકે છે 75% સુધી રીટર્ન, 100 રૂપિયાથી ઓછી કિંમતના આ 5 શેરોમાં કરો રોકાણ | These 5 stocks under 100 rupees can give return up to 75% in one year
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  ટાટા પાવર


  ટાટા પાવર ભારતની સૌથી મોટી પાવર જનરેશન કંપની છે. 
  કંપની સતત પોતાની બેલેન્સશીટ મજબૂત કરી રહી છે. આગામી દિવસોમાં પાવરમાં ડિમાન્ડ વધવાથી કંપનીનો ફાયદો થશે. નાણાકીય વર્ષ 2019ના પ્રથમ ક્વાર્ટરમાં ટાટા પાવરનો નફો 5 ગણો વધીને રૂ.1769 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2018ના પ્રથમ ક્વાર્ટરમાં ટાટા પાવરનો નફો રૂ.391 કરોડ થયો હતો. જ્યારે આવક 14 ટકા વધીને રૂ.7,313 કરોડ થઇ છે. બ્રોકરેજ હાઉસ એડલવાઇસે શેર માટે રૂ.92નો ટાર્ગેટ આપ્યો છે. હાલનો ભાવ રૂ.72 છે તે જોતા ટાર્ગેટ પ્રાઇસ પર શેરમાં 28 ટકા રીટર્ન મળી શકે છે.

   

  જિન્દાલ સ્ટેનલેસ સ્ટીલ


  જિન્દાલ સ્ટેનલેસ સ્ટીલ દેશની સૌથી મોટી સ્ટેનલેસ સ્ટીલ પ્રોડ્યુસર કંપની છે. વિશ્વની સૌથી મોટી 10 સ્ટીલ ઉત્પાદક કંપનીઓમાં તેનો સમાવેશ થાય છે. કંપનીનું વાર્ષિક ટર્નઓવર માર્ચ 2018 સુધીમાં 310 કરોડ ડોલર છે. કંપનીના ત્રિમાસિક પરિણામ મિશ્ર રહ્યા છે. મેનેજમેન્ટ માને છે કે આગામી સમયમાં રેલવેમાં સ્ટેનલેસ સ્ટીલના કોચના પ્રોડક્શન અને ઓટોમાં BIS-IV નોર્મ્સના કારણે સ્ટેનલેસ સ્ટીલની ડિમાન્ડ વધશે. બ્રોકરેજ હાઉસ એડલવાઇસ શેર માટે રૂ.100નો ટાર્ગેટ રાખ્યો છે. હાલના ભાવ રૂ.57 પ્રમાણે શેરમાં ટાર્ગેટ ભાવે 75 ટકા રીટર્ન મળી શકે છે.

   

  આગળ વાંચો અન્ય શેરો વિશે....

 • 1 વર્ષમાં મળી શકે છે 75% સુધી રીટર્ન, 100 રૂપિયાથી ઓછી કિંમતના આ 5 શેરોમાં કરો રોકાણ | These 5 stocks under 100 rupees can give return up to 75% in one year

  NIIT


  NIIT લિમિટેડ ઇન્ડિયન મલ્ટિનેશનલ કંપની છે જે કોર્પોરેશન અને ઇનડિવિડ્યુઅલને લર્નિંગ મેનેજમેન્ટ તથા ટ્રેનિંગ ડિલિવરી સોલ્યુશન્સ ઓફર કરે છે. NIITમાં બ્રોકરેજ હાઉસ કોટક સિક્યોરિટીઝે રૂ.125નો ટાર્ગેટ આપ્યો છે. હાલના ભાવ રૂ.92 પ્રમાણે શેરમાં 36 ટકા રીટર્ન મળી શકે છે.

   

  જમ્મુ એન્ડ કાશ્મીર બેન્ક


  જમ્મુ એન્ડ કાશ્મીર બેન્કની લોન બૂક સતત મજબૂત રહી છે. બેન્કની એસેટ ક્વોલિટી સ્ટેબલ છે અને તેમાં સુધારાની આશા છે. લોનની રીકવરી પણ સુધરી છે. રીટેલ, એસએમઇ સેક્ટરમાં બેન્કનું પ્રદર્શન સારું રહ્યું છે. કોર્પોરેટ લોનના મામલે પણ ચિંતા નથી. બેન્ક પોતાના હોમ સ્ટેટમાં 50 ટકા માર્કેટ હિસ્સો ધરાવે છે. ડિપોઝિટ અને ક્રેડિટ બંને મોરચે હોમ સ્ટેટમાં બેન્ક ડોમિનેટ કરી રહી છે. બ્રોકરેજ હાઉસ પ્રભુદાસ લીલાધરે શેર માટે 94 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. હાલનો ભાવ રૂ.57 છે તે રીતે જોતા તેમાં 65 ટકા રીટર્ન મળી શકે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ