• Home
  • Business
  • Market
  • Share of TCS at Rs. 1991, a record level high, market cap raised 34 thousand crores

TCSનો શેર રૂ. 1991ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો, માર્કેટ કેપ રૂ, 34,000 કરોડ વધી

ટીસીએસની માર્કેટ વેલ્યુ રૂ. 7.58 લાખ કરોડ પહોંચી ગઈ છે, ટાટા ગ્રૂપની 80 ટકા રેવન્યૂ ટીસીએસથી આવે છે

divyabhaskar.com | Updated - Jul 11, 2018, 03:10 PM
Share of TCS at Rs. 1991, a record level high, market cap raised 34 thousand crores

ટાટા કન્સલટન્સી સર્વિસેઝ (TCS)ના શેર બુધવારે 6%થી વધુ તેજીની સાથે અત્યાર સુધીના રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. BSE પર રૂ. 1,991 અને NSE પર રૂ. 1,992.75ના સ્તરને સ્પર્શી ગયા છે. કંપનીની માર્કેટ કેપ એક જ દિવસમાં લગભગ રૂ. 34,000 કરોડ વધીને રૂ.7.58 લાખ કરોડ થઈ ગયા

મુંબઈઃ ટાટા કન્સલ્ટન્સી સર્વિસેઝ (TCS)નો શેર બુધવારે 6%થી પણ વધુ તેજીથી અત્યારસુધીના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. TCSના શેર BSE પર 1,995 અને NSE 1,998ના ઉચ્ચે સ્તરે થયું છે. માર્કેટ પૂર્ણ થતાં સુધીમાં BSEમાં શેર 5.47% ઉપર 1,979.60 રૂપિયાએ બંધ થયો. જ્યારે NSEમાં 5.06% તેજીની સાથે 1,970 પર બંધ રહ્યો. કંપનીની માર્કેટ કેપ એક જ દિવસમાં લગભગ 34,000 કરોડ રૂપિયા વધીને 7.58 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. TCS દેશની સૌથી મોટી માર્કેટ કેપવાળી કંપની છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 6.54 લાખ કરોડની સાથે બીજા નંબર પર છે.

TCSની રિઝલ્ટ બાદ શેરમાં તેજી


- TCSના મંગળવારે એપ્રિલ-જૂનના ત્રિમાસિક પરિણામ જાહેર થયા છે. જેમાં કંપની નફો 23.46% વધીને 7,340 કરોડ રૂપિયા થઈ ગયા છે. રેવન્યૂ લગભ 16% વધીને 34,261 કરોડ રૂપિયા થયું. બંનેમાં ગ્રોથ હાલના વર્ષોમાં સૌથી વધુ છે. એપ્રિલ જૂન 2017માં રેવન્યૂ રૂ.29,584 કરોડ અને નફો રૂ. 5,945 કરોડ રૂપિયા હતો. એક્સપર્ટના મતે પરિણામ ધારણાથી વધુ સારા રહેતાં શેરમાં તેજી આવી છે.

સેન્સેક્સમાં સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન


- TCSના શેર 2018માં રોકાણકારોને લગભગ 48% રિટર્ન આપી ચુક્યા છે. 29 ડિસેમ્બર, 2017નાં રોજ શેર પ્રાઈઝ 1,350.2 હતી જે વધીને હવે 1,991 સુધી પહોંચી ગઈ છે. એક્સપર્ટ સાથે જોડાયેલા વ્યવસાય હોવાને કારણે TCSને રૂપિયામાં આવેલા ઘટાડાનો ફાયદો થયો છે. સેન્સેક્સમાં સામેલ કંપનીઓની તુલનામાં આ કંપનીના શેરનું પ્રદર્શન આ વર્ષે સૌથી વધુ સારું રહ્યું છે.

ગત ત્રિમાસિક પરિણામ બાદ પણ શેરના ભાવ વધ્યાં હતા


- TCSએ ગત વખતે 19 એપ્રિલે પરિણામો જાહેર કર્યાં હતા. પરિણામ પછીના બે દિવસ કંપનીના શેરમાં ભારે તેજી આવી હતી.
- 23 એપ્રિલે કંપનીનું માર્કેટ કેપ 100 અબજ ડોલર (6.60 લાખ કરોડ રૂપિયા) પહોંચી ગઈ છે.
- TCS આ સ્થાને પહોંચનારી દેશની પહેલી આઈટી કંપની બની છે. જો કે ઉપલા સ્તરે વેચવાલીના કારણે માર્કેટ બંધ થતાં સુધીમાં કંપનીનું માર્કેટ કેપ 100 અબજ ડોલરથી નીચે આવી ગયું હતું. થોડા દિવસ બાદ કંપનીએ આટલી જ માર્કેટ કેપ ફક્ત પ્રાપ્ત ન કરી પરંતુ એક નવો રેકોર્ડ બનાવ્યો.

X
Share of TCS at Rs. 1991, a record level high, market cap raised 34 thousand crores
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App