Divya Bhaskar

Home » Business » Market » બેન્કો, મેટલ, એફએમસીજીમાં મજબૂત ખરીદીથી માર્કેટમાં તેજી, સેન્સેક્સ 284 અંક વધ્યો | Strong buying in PSU banks, metal and FMCG stocks lifted market near top level

બેન્કો, મેટલ, એફએમસીજીમાં મજબૂત ખરીદીથી માર્કેટમાં તેજી, સેન્સેક્સ 284 અંક વધ્યો

Divyabhaskar.com | Updated - Aug 17, 2018, 03:42 PM

પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 3 ટકા ઊછળ્યો હતો. FMCG 2 ટકા, મેટલ 1.61 ટકા, ફાર્મા 0.90 ટકા, રીયલ્ટી 0.57 ટકા, IT 0.52 ટકા વધ્યા.

  • બેન્કો, મેટલ, એફએમસીજીમાં મજબૂત ખરીદીથી માર્કેટમાં તેજી, સેન્સેક્સ 284 અંક વધ્યો | Strong buying in PSU banks, metal and FMCG stocks lifted market near top level

    બિઝનેસ ડેસ્કઃ શુક્રવારે બજારોમાં ફરી ઊછાળો આવ્યો હતો અને બેન્કિંગ, એફએમસીજી, ફાર્મા અને મેટલમાં જોરદાર તેજીથી સેન્સેક્સે 38,000ની સપાટી કૂદાવી હતી. બપોર બાદ સેન્સેક્સ 308 પોઇન્ટ ઊછલીને 38,000ની સપાટી નજીક ટ્રેડ કરતો હતો. અંતે બીએસઇ ઇન્ડેક્સ 284.32 પોઇન્ટ વધીને 37,947.88 પર બંધ રહ્યો હતો. નિફ્ટી ઇન્ટ્રા-ડે 11,486.45ની હાઇ બનાવીને અંતે 85.7 પોઇન્ટ વધીને 11,470.75 પર બંધ રહ્યો હતો. આઈટીસી, એસબીઆઇ, એચયુએલ, આઇસીઆઇસીઆઇ બેન્ક, કોટક બેન્ક અને યસ બેન્કમાં 3.4 ટકાથી 1.6 ટકા તેજીથી માર્કેટને મોટો ટેકો મળ્યો હતો.

    પીએસયુ બેન્કો, મેટલ, એફએમસીજીમાં વધુ તેજી

    એનેએસઇમાં તમામ સેક્ટર્સમાં તેજી જોવા મળી હતી. તેમાં સૌથી વધુ મજબૂતી પીએસયુ બેન્કોમાં હતી. તેના પગલે પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 3 ટકા ઊછળ્યો હતો. પ્રાઇવેટ ઇન્ડેક્સ પણ 1 ટકા વધતા બેન્ક નિફ્ટી 1 ટકા વધીને 28,120 પર બંધ રહ્યો છે. ઉપરાંત એફએમસીજી 2 ટકા, મેટલ 1.61 ટકા, ફાર્મા 0.90 ટકા, રીયલ્ટી 0.57 ટકા, આઇટી 0.52 ટકા અને ઇન્ફ્રા 0.47 ટકા વધ્યા હતા.

    મિડકેપ, સ્મોલકેપમાં પણ તેજી

    બજારમાં નાના શેરોમાં પણ સારી ખરીદી જોવા મળી હતી. તેના પગલે બીએસઇ મિડકેપ 0.84 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.94 ટકા વધ્યા હતા. મિડકેપ શેરોમાં જીએમઆર ઇન્ફ્રા 9.66 ટકા, દાલિમયા 6.25 ટકા, પીએનબી હાઉસિંગ 5.4 ટકા, એપોલો હોસ્પિટલ 4 ટકા વધ્યા હતા. સ્મોલકેપ શેરોમાં એસ્ટ્રાઝેન 11 ટકા, સ્ટીલેક્સ ઇન્ડ. 10 ટકા, એચડીઆઇએલ 9.27 ટકા, સ્કિપર 9.1 ટકા, પુંજ લોઇડ 8 ટકા વધ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending