ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Market» Jioના નવા પ્લાનનો ધમાકોઃ ભારતી, Ideaની રૂ.15,700 કરોડની મૂડી ધોવાઇ | stocks of Bharti Airtel and Idea crashed 12% and last combined mcap Rs.12,700 crore

  Jioના નવા પ્લાનનો ધમાકોઃ ભારતી, Ideaના રૂ.15,700 કરોડ ધોવાયા

  Business desk | Last Modified - May 11, 2018, 05:39 PM IST

  ભારતી એરટેલ અને આઇડિયાના શેરો ગબડ્યા છે. આઇડિયાનો શેર 12 ટકા તૂટ્યો છે જ્યારે ભારતી એરટેલ 7 ટકા ગબડ્યો છે.
  • જિયોના રૂ.199ના નવા પોસ્ટ પેઇડ પ્લાનથી ભારતી અને આઇડિયાને નુકસાન થવાના ભયે વેચવાલીથી શેરો 12 ટકા સુધી ગબડ્યા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   જિયોના રૂ.199ના નવા પોસ્ટ પેઇડ પ્લાનથી ભારતી અને આઇડિયાને નુકસાન થવાના ભયે વેચવાલીથી શેરો 12 ટકા સુધી ગબડ્યા

   નવી દિલ્હીઃ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ ગુરુવારે ફરી એકવાર નવી ઓફર લોન્ચ કરી છે. જિયોએ રૂ.199માં નવો પોસ્ટપેઇડ પ્લાન રજૂ કરતા દેશની મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલ અને આઇડિયાના શેરો ગબડ્યા છે. આઇડિયાનો શેર 12 ટકા તૂટ્યો છે જ્યારે ભારતી એરટેલ 7 ટકા ગબડ્યો છે. આ બંને શેરો ગબડવાથી કુલ મળીને રૂ15,700 કરોડનું નુકસાન થયું છે.

   Jioએ લોન્ચ કર્યો રૂ.199નો નવો પોસ્ટ પેઇડ પ્લાન

   જિયોએ પોતાની પોસ્ટપેઇડ સર્વિસ માટે તમામ બેનિફિટ સાથેનો ખૂબ આકર્ષક અને ગ્રાહકો માટે ઇન્ટરનેશનલ કોલિંગ અને રોમિંગનો ટેરિફ પ્લાન જાહેર કર્યો છે. આ ઓફરમાં ગ્રાહકને માત્ર રૂ.199માં અનલિમિટેડ બેનિફિટ્સ છે. 199 રૂપિયામાં અનલિમિટેડ ઇન્ડિયા પ્લાન, ઇન્ટરનેશનલ કોલિંગ 50 પૈસા પ્રતિ મિનિટ અને ઇન્ટરનેશનલ રોમિંગ 2 રૂપિયાથી શરૂ થશે. ઇન્ટરનેશનલ રોમિંગમાં કોઇ સિક્યોરિટી ડિપોઝિટ નથી. તેમાં માસિક 25 જીબી ડેટા મળશે.

   12 ટકા સુધી તૂટ્યા ટેલિકોમ સ્ટોક્સ, રૂ.15,700 કરોડ મૂડીનું ધોવાણ

   જિયોના પોસ્ટ પેઇડ પ્લાનના પગલે શુક્રવારે ભારતી એરટેલસનો શેર આગલા દિવસના બંધ ભાવ રૂ.412.25થી 7.5 ટકા તૂટીને રૂ.381.20 સુધી નીચે ગયો હતો. તેના કારણે ભારતી એરટેલનું માર્કેટ કેપ રૂ.12,431 કરોડ ધોવાયું હતું. એ જ રીતે આઇડિયા સેલ્યુલરનો શેર આગલા દિવસના બંધ ભાવ રૂ.58.35થી 12 ટકા તૂટીને નીચે રૂ.50.85ને અડ્યો હતો. તેના કારણે આઇડિયાનું માર્કેટ કેપ પણ રૂ.3,270 કરોડ ધોવાઇ ગયું હતું. આમ ભારતી અને આઇડિયાના શેરોમાં કુલ મળીને રૂ.15,701 કરોડની માર્કેટ મૂડી ધોવાઇ ગઇ હતી.

   Jioએ લોન્ચ કર્યો નવો રૂ.199નો નવો પોસ્ટ-પેઇડ પ્લાન, ISD કોલ 50 પૈસાથી શરૂ

   આ ટેલિકોમ સ્ટોક્સ પણ ગબડ્યા

   ટેલિકોમ સેક્ટરની અગ્રણી કંપનીઓના શેરો ગબડતા તેના પગલે અન્ય કંપનીઓના પણ શેરોમાં ઘટાડો આવ્યો હતો. તેમાં જીટીએલ 6.9 ટકા, જીટીએલ ઇન્ફ્રા 4.8 ટકા, ટાટીએમએલ 2.41 ટકા , એમટીએનએલ 2.2 ટકા, આરકોમ 1.8 ટકા ઓનમોબાઇલ 2.14 ટકા ગબડ્યા હતા. તેના પગલે બીએસઇ ટેલિકોમ ઇન્ડેક્સ 4 ટકા તૂટ્યો હતો.

  • Jioનો નવો 199 રૂપિયાનો પોસ્ટ પેઇડ પ્લાન તમામ બેનિફિટ ઓફર કરે છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   Jioનો નવો 199 રૂપિયાનો પોસ્ટ પેઇડ પ્લાન તમામ બેનિફિટ ઓફર કરે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Jioના નવા પ્લાનનો ધમાકોઃ ભારતી, Ideaની રૂ.15,700 કરોડની મૂડી ધોવાઇ | stocks of Bharti Airtel and Idea crashed 12% and last combined mcap Rs.12,700 crore
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  X
  Top