ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Market» રિલાયન્સ નવલનું રૂ.9,000 કરોડનું દેવું NPA જાહેર થતા શેર 17% તૂટ્યો | Stock of Reliance Naval crashed as Rs.9,000 crore debt of the company is declared NPA

  રિલા. નવલનું દેવું NPA જાહેર થતા શેર 17% તૂટ્યો, કંપની પર રૂ.9,000 cr દેવું

  moneybhaskar.com | Last Modified - May 14, 2018, 04:00 PM IST

  કંપની પર આઇડીબીઆઇ બેન્કની આગેવાનીમાં 2 ડઝન બેન્કોના રૂ.9,000 કરોડનું દેવું છે. તેને મોટા ભાગની સરકારી બેન્કોમાંથી લીધું
  • અનિલ અંબાણી ગ્રુપની કંપની પર આઇડીબીઆઇ બેન્કની આગેવાનીમાં 2 ડઝન બેન્કોના રૂ.9,000 કરોડનું દેવું છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અનિલ અંબાણી ગ્રુપની કંપની પર આઇડીબીઆઇ બેન્કની આગેવાનીમાં 2 ડઝન બેન્કોના રૂ.9,000 કરોડનું દેવું છે.

   મુંબઇઃ જાહેર ક્ષેત્રની વિજયા બેન્કે અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ નવલ એન્ડ એન્જિનિયરિંગના લોન એકાઉન્ટને માર્ચ ક્વાર્ટરથી નોન પરફોર્મિંગ એસેટ્સ એટલે કે એનપીએ જાહેર કર્યું છે. તેના પગલે સોમવારે રિલાયન્સ નવલ એન્ડ એન્જિનિયરિંગ શેરમાં 16 ટકાનો કડાકો આવ્યો હતો. બીએસઇમાં શેર 16.41 ટકા તૂટીને રૂ.14ના 52 સપ્તાહના તળિયે અડ્યો હતો. શેરમાં ઘટાડાના કારણે કંપનીની માર્કેટ કેપ રૂ.200 કરોડથી વધુ ઘટી હતી. શેર અંતે 13.43 ટકા ઘટીને રૂ.14.50 પર બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કંપનીના ઓડિટર્સે વ્યવસાય ચાલુ રાખવાની કંપનીની ક્ષમતા પર સવાલો કર્યા હતા.

   9,000 કરોડ રૂપિયાનું છે સમગ્ર દેવું

   રિલાયન્સ નવલ એન્ડ એન્જિનિયરિંગ અગાઉ પીપાવાવ ડિફેન્સ એન્ડ ઓફશોર એન્જિનિયરિંગ તરીકે જાણીતી હતી. અનિલ અંબાણી ગ્રુપે 2016માં આ કંપનીને ખરીદી હતી અને તેને રિલાયન્સ ડિફેન્સ એન્ડ એન્જિનિયરિંગ નામ આપ્યું હતું. કંપની પર આઇડીબીઆઇ બેન્કની આગેવાનીમાં 2 ડઝન બેન્કોના રૂ.9,000 કરોડનું દેવું છે. તેમાં મોટા ભાગની સરકારી બેન્કોમાંથી લેવાયેલી લોન્સ છે.

   બેન્કે જણાવ્યું- નવા નિયમો હેઠળ પગલા લેવાં જરૂરી

   બેંગ્લુરુ સ્થિત વિજયા બેન્કનું કહેવું છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એનપીએની સમસ્યાને હલ કરવા માટે ફેબ્રુઆરીના નિયમોમાં ફેરફારો કર્યા હતા તે અનુસાર પગલાં લેવા જરૂરી છે. આરબીઆઇએ એનપીએ રીઝોલ્યુશન ફ્રેમવર્ક માટે જે ફેરફારો કર્યા છે તેની હેઠળ હાલની બધી વ્યવસ્થાઓને રદ કરી દેવાઇ છે. તેમાં ડેટ રીસ્ટ્રક્ચરિંગ પણ સામેલ છે. બેન્કોને કહેવામાં આવ્યું છે કે તેઓ એક દિવસની ચૂકને પણ ડિફોલ્ટ ગણે. જો 180 દિવસમાં તેનું પેમેન્ટ ન થાય તો તેને ડિફોલ્ટ પ્રોસેસ માટે એનસીએલટી પાસે મોકલવી જોઇએ.

   અનિલ અંબાણી ગ્રુપની અન્ય કંપનીઓના શેરો પણ ગબડ્યા

   સોમવારે રિલાયન્સ નવલ એન્ડ એન્જિનિયરિંગના શેરમાં 16 ટકાનો કડાકો આવ્યો હતો. તે ઉપરાંત ગ્રુપની અન્ય કંપનીઓના શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. રિલાયન્સ કેપિટલ 4.5 ટકા, રિલાયન્સ ઇન્ફ્રા 4.6 ટકા, રિલાયન્સ પાવર 6 ટકા, આરકોમ 2 6 ટકા ગબડ્યા છે.

  • રિલાયન્સ નવલ એન્ડ એન્જિનિયરિંગ અગાઉ પીપાવાવ ડિફેન્સ એન્ડ ઓફશોર એન્જિનિયરિંગ તરીકે જાણીતી હતી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રિલાયન્સ નવલ એન્ડ એન્જિનિયરિંગ અગાઉ પીપાવાવ ડિફેન્સ એન્ડ ઓફશોર એન્જિનિયરિંગ તરીકે જાણીતી હતી.

   મુંબઇઃ જાહેર ક્ષેત્રની વિજયા બેન્કે અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ નવલ એન્ડ એન્જિનિયરિંગના લોન એકાઉન્ટને માર્ચ ક્વાર્ટરથી નોન પરફોર્મિંગ એસેટ્સ એટલે કે એનપીએ જાહેર કર્યું છે. તેના પગલે સોમવારે રિલાયન્સ નવલ એન્ડ એન્જિનિયરિંગ શેરમાં 16 ટકાનો કડાકો આવ્યો હતો. બીએસઇમાં શેર 16.41 ટકા તૂટીને રૂ.14ના 52 સપ્તાહના તળિયે અડ્યો હતો. શેરમાં ઘટાડાના કારણે કંપનીની માર્કેટ કેપ રૂ.200 કરોડથી વધુ ઘટી હતી. શેર અંતે 13.43 ટકા ઘટીને રૂ.14.50 પર બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કંપનીના ઓડિટર્સે વ્યવસાય ચાલુ રાખવાની કંપનીની ક્ષમતા પર સવાલો કર્યા હતા.

   9,000 કરોડ રૂપિયાનું છે સમગ્ર દેવું

   રિલાયન્સ નવલ એન્ડ એન્જિનિયરિંગ અગાઉ પીપાવાવ ડિફેન્સ એન્ડ ઓફશોર એન્જિનિયરિંગ તરીકે જાણીતી હતી. અનિલ અંબાણી ગ્રુપે 2016માં આ કંપનીને ખરીદી હતી અને તેને રિલાયન્સ ડિફેન્સ એન્ડ એન્જિનિયરિંગ નામ આપ્યું હતું. કંપની પર આઇડીબીઆઇ બેન્કની આગેવાનીમાં 2 ડઝન બેન્કોના રૂ.9,000 કરોડનું દેવું છે. તેમાં મોટા ભાગની સરકારી બેન્કોમાંથી લેવાયેલી લોન્સ છે.

   બેન્કે જણાવ્યું- નવા નિયમો હેઠળ પગલા લેવાં જરૂરી

   બેંગ્લુરુ સ્થિત વિજયા બેન્કનું કહેવું છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એનપીએની સમસ્યાને હલ કરવા માટે ફેબ્રુઆરીના નિયમોમાં ફેરફારો કર્યા હતા તે અનુસાર પગલાં લેવા જરૂરી છે. આરબીઆઇએ એનપીએ રીઝોલ્યુશન ફ્રેમવર્ક માટે જે ફેરફારો કર્યા છે તેની હેઠળ હાલની બધી વ્યવસ્થાઓને રદ કરી દેવાઇ છે. તેમાં ડેટ રીસ્ટ્રક્ચરિંગ પણ સામેલ છે. બેન્કોને કહેવામાં આવ્યું છે કે તેઓ એક દિવસની ચૂકને પણ ડિફોલ્ટ ગણે. જો 180 દિવસમાં તેનું પેમેન્ટ ન થાય તો તેને ડિફોલ્ટ પ્રોસેસ માટે એનસીએલટી પાસે મોકલવી જોઇએ.

   અનિલ અંબાણી ગ્રુપની અન્ય કંપનીઓના શેરો પણ ગબડ્યા

   સોમવારે રિલાયન્સ નવલ એન્ડ એન્જિનિયરિંગના શેરમાં 16 ટકાનો કડાકો આવ્યો હતો. તે ઉપરાંત ગ્રુપની અન્ય કંપનીઓના શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. રિલાયન્સ કેપિટલ 4.5 ટકા, રિલાયન્સ ઇન્ફ્રા 4.6 ટકા, રિલાયન્સ પાવર 6 ટકા, આરકોમ 2 6 ટકા ગબડ્યા છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: રિલાયન્સ નવલનું રૂ.9,000 કરોડનું દેવું NPA જાહેર થતા શેર 17% તૂટ્યો | Stock of Reliance Naval crashed as Rs.9,000 crore debt of the company is declared NPA
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  X
  Top