• Home
  • Business
  • Market
  • રૂપિયો વધુ નબળો થવાથી માર્કેટમાં ઘટાડો, સેન્સેક્સ 188 અંક ઘટ્યો | stock markets closed weak due to selling in metal, banking

રૂપિયો વધુ નબળો થવાથી માર્કેટમાં ઘટાડો, સેન્સેક્સ 188 અંક ઘટ્યો,મેટલ, બેન્કોમાં વેચવાલી

રૂપિયો વધુ નબળો થવાથી માર્કેટમાં ઘટાડો, સેન્સેક્સ 188 અંક ઘટ્યો | stock markets closed weak due to selling in metal, banking

Business desk

Aug 16, 2018, 04:23 PM IST

બિઝનેસ ડેસ્કઃ ગુરુવારે ભારતીય શેરબજાર રૂપિયાની નબળાઇના કારણે ઘટીને બંધ રહ્યું હતું. ડોલર સામે રૂપિયો વધુ નબળો થઇને 70.30 થયો હતો. બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસીસ, મેટલ અને રીયલ્ટી શેરોમાં જોરદાર વેચવાલીથી સેન્સેક્સ 188.44 (-0.50%) પોઇન્ટ ઘટીને 37,663.56 પર બંધ રહ્યો છે. એ જ રીતે, નિફ્ટી 50 પોઇન્ટ ઘટીને 11,385 પર બંધ થયો છે. હેવીવેઇટ એચડીએફસી, કોટક બેન્ક, રિલાયન્સ, એચડીએફસી બેન્ક અને એલએન્ડટી જેવા શેરો ગબડતા માર્કેટ પર ઘટાડાનું દબાણ વધ્યું હતું.

મેટલ, બેન્કિંગ, ઇન્ફ્રા, એનર્જી ઘટ્યા જ્યારે ફાર્મામાં તેજી

એનએસઇમાં સેક્ટર્સનો દેખાવ જોઇએ તો, મેટલ ઇન્ડેક્સ 2.27 ટકા, મીડિયા 1.38 ટકા, ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ડેક્સ 1.14 ટકા ઘટ્યા હતા. બેન્ક નિફ્ટી 0.70 ટકા ઘટીને 27,826.55 પર બંધ રહ્યો છે. ઉપરાંત ઇન્ફ્રા, એનર્જી, રીયલ્ટી 0.47 ટકાથી 0.55 ટકા વચ્ચે ઘટ્યા છે. જ્યારે ફાર્મા 1.20 ટકા અને ઓટો 0.26 ટકા તથા આઇટી 0.23 ટકા વધ્યા છે.

કોટક બેન્ક, વેદાંતા, એડીએફસી, એલએન્ડટી ગબડ્યા જ્યારે સન ફાર્મા, ઇન્ફોસીસ, મારુતિ વધ્યા

સેન્સેક્સમાં 18 શેરો ઘટીને બંધ રહ્યા છે તેમાં કોટક બેન્ક અને વેદાંતા સૌથી વધુ અનુક્રમે 3.62 ટકા અને 3 ટકા ગબડ્યા હતા. એચડીએફસી, કોટક બેન્ક, રિલાયન્સ, એચડીએફસી બેન્ક અને એલએન્ડટી જેવા શેરો 3.6 ટકાથી 0.65 ટકા ગબડતા દબાણ વધ્યું હતું. વધેલા શેરોમાં સન ફાર્મા 3 ટકા વધીને મોખરે હતો. ઉપરાંત ભારતી. ઇન્ફોસીસ, ટાટા મોટર્સ, એક્સિસ બેન્ક, મારુતિ, આઇસીઆઇસીઆઇ બેન્ક 1.5 ટકાથી 0.80 ટકા વધ્યા હતા.

X
રૂપિયો વધુ નબળો થવાથી માર્કેટમાં ઘટાડો, સેન્સેક્સ 188 અંક ઘટ્યો | stock markets closed weak due to selling in metal, banking
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી