મોદી રાજમાં શેરબજારની કેવી રહી ચાલ? જાણો સાડા ચાર વર્ષના સૌથી મોટા કડાકા

Divyabhaskar.com

Oct 11, 2018, 03:01 PM IST
Stock Market Sensex Nifty performance during Modi government 4 years
Stock Market Sensex Nifty performance during Modi government 4 years
Stock Market Sensex Nifty performance during Modi government 4 years
Stock Market Sensex Nifty performance during Modi government 4 years

અમેરિકાના શેર બજારમાં બુધવારે 8 મહિનાનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો. ડાઉજોન્સ અને નાસ્ડેકમાં આવેલાં ભૂકંપના આફ્ટર શોક એશિયન બજારમાં પણ જોવા મળ્યાં. પરિણામે ગુરૂવારે ભારતીય શેરબજાર 1000 પોઈન્ટના ભારે કડાકા સાથે ખુલ્યાં હતા

મુંબઈઃ અમેરિકાના શેર બજારમાં બુધવારે 8 મહિનાનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો. ડાઉજોન્સ અને નાસ્ડેકમાં આવેલાં ભૂકંપના આફ્ટર શોક એશિયન બજારમાં પણ જોવા મળ્યાં. પરિણામે ગુરૂવારે ભારતીય શેરબજાર 1000 પોઈન્ટના ભારે કડાકા સાથે ખુલ્યાં હતા. તો જાપાન, ચીન, હોંગકોંગ અને સિંગાપુરના બજારમાં પણ જોરદાર ઘટાડા સાથે વેપાર જોવા મળ્યો.

ઉંધા માથે પટકાયા સેન્સેક્સ-નિફ્ટી


- બુધવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રૂપિયો સંભાળવાની કવાયતમાં શેરબજારમાં મજબૂતી જોવા મળી અને સેન્સેક્સ 460 જ્યારે નિફ્ટી 160 પોઈન્ટની મજબૂતી સાથે બંધ થયા હતા.
- જો કે બુધવારે જોવા મળેલી તેજી અમેરિકાના શેર બજારમાં જોવા મળેલા કડાકાને કારણે ધોવાઈ ગઈ હતી. અને સેન્સેક્સ-નિફ્ટી સહિત એશિયન બજાર ઉંધા માથે પડકાયાં હતા.

મોદી શાસનમાં શેરબજારની ચાલ


- ભારતીય શેરબજારમાં નાની મોટી ઈફેક્ટની ઘણી અસર જોવા મળે છે. હર્ષદ મહેતા, કેતન પારેખના કૌભાંડ ઉપરાંત અનેક નાના મોટા પરિણામોને પગલે સેન્સેક્સ-નિફ્ટીની ચાલ જોવા મળી છે.
- 11 ફેબ્રુઆરી, 2016નાં રોજ સેન્સેક્સ 22,951ના સ્તરે પહોંચી ગયું. તો મે, 2014માં સેન્સેક્સ 22,494ના સ્તરથી ઉછળી મે માસના અંત સુધીમાં 24,217ના સ્તરને પાર કરી ગયું હતું. જે બાદ સતત રેકોર્ડ ચાલની સાથે સેન્સેક્સ જાન્યુઆરી-ફેબ્રુઆરી 2015 દરમિયાન 29,361ના જાદુઈ આંકડાને પાર કર્યું હતું.
- જ્યારે એપ્રિલ-મે 2017માં સેન્સેક્સ 29,000ની સપાટી કૂદાવી 30,000ના સ્તરે પહોંચી ગયું હતું.
- તેવી જ રીતે મોદી સરકારના શાસનના 4 વર્ષમાં માત્ર ઉછાળો જ નહીં કેટલાંક કડાકાઓ પણ નોંધાયા છે.

છેલ્લાં 4 વર્ષમાં સેન્સેક્સ-નિફ્ટી ક્યારે તૂટ્યાં?


6 જાન્યુઆરી, 2015:


- સેન્સેક્સમાં 854 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો અને સપાટી 26,987ની સપાટીએ પહોંચી હતી.

24 ઓગસ્ટ, 2015:


- સેન્સેક્સમાં 1,624 પોઈન્ટનો સૌથી મોટો કડાકો જ્યારે નિફ્ટીમાં 490 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.
- ચીનના સ્લોડાઉનની ખબરના પગલે ભારતીય શેરબજારમાં કડાકો નોંધાયો હતો.

16 ફેબ્રુઆરી, 2016:

- BSEનો બેન્ચમાર્ક 11 માસમાં 26% જેટલો તૂટ્યો હતો.
- ફેબ્રુઆરીમાં સતત ચાર સેશનમાં સેન્સેક્સમાં 1,607 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો.
- શેરબજારના કડાકા પાછળ ભારતીય બેંકના વધતી જતી NPA, ગ્લોબલ વીકનેસ અને ગ્લોબલ ફેકટર્સના જવાબદાર કારણો સામે આવ્યાં હતા.
- નવેમ્બર 2015થી ફેબ્રુઆરી 2016ના ચાર માસમાં FIIs દ્વારા 17,318 કરોડની ઇક્વિટી વેચવામાં આવી હતી.

9 નવેમ્બર, 2016:


- વડાપ્રધાન મોદી દ્વારા નોટબંધીની જાહેરાત કરાઈ તેના બીજા જ દિવસે શેરબજારમાં ભૂકંપ અનુભવાયો હતો.
- 9 નવેમ્બર, 2016નાં રોજ સેન્સેક્સમાં 1,689 પોઈન્ટનું ગાબડું નોંધાયુ હતું.
- ભારતીય સરકાર દ્વારા બ્લેક મની પર કડક હાથે કામ લેવામાં આવશે તેવા ભય હેઠળ માર્કેટમાં કડાકા નોંધાયા હતા.
- આ ઉપરાંત ડોલર સામે રૂપિયામાં નરમાશ અને યુએસ પ્રેસિડેન્શિયલ ઈલેકશનને કારણે પણ ઈન્વેસ્ટર્સમાં થોડો ડર જોવા મળ્યો હતો.

2 અને 5 ફેબ્રુઆરી, 2018:


- મોદી સરકારના બજેટની અસર ફેબ્રુઆરીના પહેલાં સપ્તાહમાં જ જોવા મળી હતી.
- ફાયનાન્સ મિનિસ્ટરે બજેટ સ્પીચમાં ઈક્વિટી શેરના વેચાણ પર 10% લોંગ ટર્મ ગેન ટેક્સની જાહેરાત કરતાં સેન્સેક્સમાં બે દિવસમાં 600 પોઈન્ટનો કડાકો જ્યારે નિફ્ટીમાં 400 પોઈન્ટનું ગાબડું નોંધાયું હતું.
- તો 2 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 570 પોઈન્ટ ઘટીને 35,328ની સપાટીએ જ્યારે નિફ્ટી 190 પોઈન્ટના ઘટાડા સાથે 10,826ની સપાટીએ બંધ થયા હતા.

વાંચોઃ દેશ આઝાદ થયો ત્યારે રૂપિયો 4 પ્રતિ ડોલરના રેટ પર હતો આજે 74ને પાર

વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

X
Stock Market Sensex Nifty performance during Modi government 4 years
Stock Market Sensex Nifty performance during Modi government 4 years
Stock Market Sensex Nifty performance during Modi government 4 years
Stock Market Sensex Nifty performance during Modi government 4 years
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી