Divya Bhaskar

Home » Business » Market » પીએસયુ બેન્કોમાં વેચવાલીથી માર્કેટમાં ઘટાડો, સેન્સેક્સ 155 અંક ઘટ્યો, એસબીઆઇ 4 ટકા તૂટ્યો | Sensex tumbled 155 points led by selling in PSU banks stocks and RIL

પીએસયુ બેન્કોમાં વેચવાલીથી માર્કેટમાં ઘટાડો, સેન્સેક્સ 155 અંક ઘટ્યો, એસબીઆઇ 4 ટકા તૂટ્યો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:53 PM

PSU બેન્ક ઇન્ડેક્સ સૌથી વધુ 3.26 ટકા તૂટ્યો હતો. મેટલ ઇન્ડેક્સ 1.97 ટકા, ફાર્મા 1.40 ટકા, ઇન્ફ્રા અને એનર્જી પણ ઘટ્યા.

  • પીએસયુ બેન્કોમાં વેચવાલીથી માર્કેટમાં ઘટાડો, સેન્સેક્સ 155 અંક ઘટ્યો, એસબીઆઇ 4 ટકા તૂટ્યો | Sensex tumbled 155 points led by selling in PSU banks stocks and RIL

    બિઝનેસ ડેસ્કઃ શુક્રવારે ભારતીય શેરબજારમાં ટોચના સ્તરોથી પ્રોફિટ બુકિંગ આવવાથી ઘટાડો આવ્યો હતો. સેન્સેક્સ 155.14 પોઇન્ટ ઘટીને 37,869.23 પર બંધ રહ્યો છે. ગઇકાલે સેન્સેક્સ 38,024.37 પર ઓલટાઇમ હાઇ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 41.2 પોઇન્ટ ઘટીને 11,429.50 પર બંધ રહ્યો હતો. એસબીઆઇએ પ્રથમ ક્વાર્ટરમાં રૂ.4,876 કરોડની ભારે ખોટ નોંધાવતા શેર 4.5 ટકા તૂટીને રૂ.301.10ના તળિયે અડ્યો હતો. તેના કારણે પીએસયુ શેરોમાં ભારે વેચવાલી આવી હતી.

    પીએસયુ બેન્કો, મેટલ, ફાર્મા, ઇન્ફ્રા, એનર્જીમાં મોટો ઘટાડો


    માર્કેટમાં મોટા ભાગના સેક્ટર્સમાં પ્રોફિટ બુકિંગના કારણે ઘટાડો આવ્યો હતો. એસબીઆઇને ખોટ થવાથી સરકારી બેન્ક શેરોમાં વેચવાલી વધી હતી. તેના પગલે એનએસઇમાં પીએસયુ બેન્ક ઇન્ડેક્સ સૌથી વધુ 3.26 ટકા તૂટ્યો હતો. તે ઉપરાંત મેટલ ઇન્ડેક્સ 1.97 ટકા, ફાર્મા 1.40 ટકા, ઇન્ફ્રા અને એનર્જી 0.88 ટકા અને બેન્ક નિફ્ટી 0.59 ટકા ઘટ્યા હતા. જ્યારે ઓટો, એફએમસીજી ્ને આઇટી 0.31 ટકાથી 0.47 ટકા વધ્યા હતા.

    જેટ એરવેઝનો શેર 3 વર્ષના તળિયે, ત્રિમાસિક પરિણામ ટાળતા શેરમાં વેચવાલી


    એરલાઇન્સ કંપની જેટ એરવેઝનો શેરમાં ભારે વેચવાલી આવતા શેર 13.29 ટકા તૂટીને રૂ.261.60ના તળિયે અડ્યો હતો, જે 3 વર્ષનું નીચું સ્તર છે. જેટ એરવેઝે તેના પ્રથમ ક્વાર્ટરનું પરિણામ જાહેર કરવાનું ટાળતા શેરમાં વેચવાલી આવી હતી. ઓડિટ કમિટીએ પરિણામને મંજૂર કરવાનો ઇન્કાર કર્યો હતો.

    એસબીઆઇ, રિલાયન્સ, ICICI બેન્ક, એલએન્ડટી ગબડ્યા, જ્યારે ટીસીએસ, આઇટીસી વધ્યા


    સેન્સેક્સમાં 19 શેરો ઘટીને બંધ રહ્યા હતા. તેમાં એસબીઆઇ સૌથી વધુ 3.8 ટકાનો ઘટાડો આવ્યો હતો. ઉપરાંત રિલાયન્સ પણ 1.15 ટકા ઘટવાથી બજાર પર ઘટાડાનું દબાણ વધ્યું હતું. તે ઉપરાંત આઇસીઆઇસીઆઇ બેન્ક, એલએન્ડટી, સન ફાર્મા, ટાટા મોટર્સ, વેદાંતા, ટાટા સ્ટીલ જેવા શેરો 3 ટકાથી 1.44 ટકા ઘટ્યા હતા. જ્યારે હીરો મોટોકોર્પ, ટીસીએસ, આઇટીસી, એમએન્ડએમ, કોટક બેન્ક, ઇન્ફોસીસ 1.41 ટકાથી 0.35 ટકા વધ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending