Home » Business » Market » Sensex touches record 37000 mark for the first time

સેન્સેક્સ 126 અંક વધીને રેકોર્ડ હાઇ પર બંધ, નિફ્ટી 11,167 પર બંધ

Divyabhaskar.com | Updated - Jul 26, 2018, 04:28 PM

સતત ચોથા દિવસે સેન્સેક્સ નવી ઉંચાઈએ પહોંચ્યો છે, ગુરુવારે સેન્સેક્સ પહેલીવાર 37000નું સ્તર પાર કરવામાં સફળ રહ્યો

  • Sensex touches record 37000 mark for the first time
    પહેલીવાર સેન્સેક્સ 37,002.72ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે.

    મુંબઈ: ગુરૂવારે સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 37,000ને પાર કરી ગયો હતો.. પહેલીવાર સેન્સેક્સ 37,061.62ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સ 126.41 પોઇન્ટ (0.32 ટકા) વધીને 36,984.64 પર બંધ રહ્યો છે. નિફ્ટી 35 અંક વધીને 11,167 પર બંધ આવ્યો છે. જુલાઈ ફ્યુચર એન્ડ ઓપશન્સ (F&O) કોન્ટ્રાક્ટ્સની એક્સપાયરીના દિવસે ડોમેસ્ટિક શેરબજારની શરૂઆત રેકોર્ડ સ્તરે થઇ. શરૂઆતના ટ્રેડિંગમાં પીએસયુ બેંક ઓટો, એફએમસીજી શેરોમાં ખરીદારીથી સેન્સેક્સ પહેલીવાર 37,000ની સપાટીને પાર કરી ગયો, જ્યારે નિફ્ટીએ પણ નવો હાઇ રેકોર્ડ બનાવ્યો છે. નિફટી 11,172.20ની પાર નીકળી ગયો છે.

    સેન્સેક્સ પહેલીવાર 37000ને પાર

    - સતત ચોથા દિવસે સેન્સેક્સ નવી ઉંચાઈએ પહોંચ્યો છે. ગુરુવારે સેન્સેક્સ પહેલીવાર 37000નું સ્તર પાર કરવામાં સફળ રહ્યો. કારોબાર દરમિયાન સેન્સેક્સે 37014.65ના ઓલટાઇમ હાઈ સ્તર પર પહોંચી ગયો.

    - 25 જુલાઈ- સેન્સેક્સ 36947.18ના હાઈ લેવલે
    - 24 જુલાઈ- રેન્સેક્સ રેકોર્ડ 36902.06 સ્તર સુધી ગયો
    - 23 જુલાઈ- સેન્સેક્સે 36749.69ના રેકોર્ડ સ્તરે

    મિડકેપ-સ્મોલકેપમાં તેજી

    મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ 0.54 સુધી વધ્યો છે, જ્યારે નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સમાં 0.19 ટકાનો વધારો નોંધાયો છે. બીએસઈનો સ્મોલકેપ ઇન્ડેક્સ 0.28 ટકા વધ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ