શેરબજાર ઓલ ટાઈમ હાઈ: સેન્સેક્સ પહેલીવાર 38,900ની અને નિફ્ટી 11750ની સપાટીએ

સેન્સેક્સ 121 અંકો વધીને 38,815ની સપાટીએ ખુલ્યો, જ્યારે નિફ્ટી 40 અંક વધીને 11,732ની સપાટીએ ખુલ્યો

divyabhaskar.com | Updated - Aug 28, 2018, 09:51 AM
Sensex at 38,877.54, up by 183.43 points. Nifty at 11,750.50, up by 58.55 points

ગ્લોબલ માર્કેટથી મળેલા પોઝિટીવ સંકેતના કારણે મંગળવારે ભારતીય શેરબજારમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. શેરબજારમાં ખરીદીના કારણે સેન્સેક્સે 38,900ની સપાટી ક્રોસ કરી છે જ્યારે નિફ્ટીએ પણ 11,750ની સપાટી ક્રોસ કરી છે.

બિઝનેસ ડેસ્કઃ મજબૂત ગ્લોબલ સંકેતો વચ્ચે હેવીવેઇટ શેરોમાં ચાલુ રહેલી લેવાલીના પગલે ભારતીય બજાર મંગળવારે નવી ઓલટાઇમ હાઇ પર બંધ રહ્યું છે. સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 38,939.91ની ઓલટાઇમ ટોચ બનાવીને અંતે 202.52 પોઇન્ટ વધીને 38,896.63 પર બંધ રહ્યો છે. એ જ રીતે, નિફ્ટીએ 11,760ની રેકોર્ડ હાઇ બનાવી હતી અને અંતે તે 46.55 પોઇન્ટ વધીને 11,738.50 પર બંધ રહ્યો છે. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 2 ટકા તેજી સાથે પ્રથમવાર 1323ની હાઇ પર ગયો છે. આરઆઇએલની તેજીથી માર્કેટને વધવામાં મોટું બળ મળ્યું હતું.

સવારે પોઝિટિવ ગ્લોબલ સંકેતોના પગલે બજાર વધીને ખુલ્યું હતું. સેન્સેક્સ 121 અંકો વધીને 38,815ની સપાટીએ ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 40 અંક વધીને 11,732ની સપાટીએ ખુલ્યો હતો. RIL, એચડીએફસી, એચડીએફસી બેન્કના શેરોમાં ઉછાળો આવ્યો હોવાથી માર્કેટને ઘણો સારો સપોર્ટ મળ્યો હતો.

મેટલ, એનર્જી, ઓટો, આઇટી વધ્યા જ્યારે પીએસયુ બેન્કોમાં ઘટાડો


એનએસઇમાં મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ 1.82 ટકા ઊછળ્યો હતો. ઉપરાંત એનર્જી 0.99 ટકા, ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્ડેક્સ 0.47 ટકા, ઓટો 0.46 ટકા તથા આઇટી 0.44 ટકા વધ્યા છે. જ્યારે પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 1.52 ટકા, રીયલ્ટી 0.90 ટકા, ફાર્મા 0.44 ટકા અને એફએમસીજી 0.34 ટકા ઘટ્યા છે.

રિલાયન્સ, વેદાંતા, એચડીએફસી વધ્યા જ્યારે યસ બેન્ક, એસબીઆઇ, આઇટીસી ગબડ્યા

સેન્સેક્સમાં 17 શેરો વધીને અને 13 શેરો ઘટીને બંધ રહ્યા છે. વેદાંતા, અદાણી પોર્ટસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અનુક્રમે 2.20 ટકા અને 2 ટકા વધીને સૌથી મોખરે રહ્યા છે. સેન્સેક્સને વધવામાં મોટો ફાળો આપનાર સેન્સેક્સ 2 ટકા વધ્યો હતો અને ઇન્ટ્રા-ડે પ્રથમવાર 1323ની ટોચને અડ્યો હતો. રિલાયન્સ ઉપરાંત એચડીએફસી, એચડીએફસી બેન્ક, મારુતિ, એક્સિસ બેન્ક પણ 1.72 ટકાથી 0.88 ટકા વચ્ચે વધ્યા છે. જ્યારે યસ બેન્ક 3 ટકા તૂટીને ટોપ લુઝર બન્યો હતો. ઉપરાંત એસબીઆઇ, એચયુએલ, ઇન્ડસઇન્ડ બેન્ક, આઇટીસી, ભારતી, આઇસીઆઇસીઆઇ બેન્ક પણ 1 ટકાથી 0.31 ટકા ઘટ્યા છે.

મિડકેપ-સ્મોલ કેપ શેરમાં તેજી


લાર્જ કેપની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરમાં પણ તેજી જોવા મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 0.27 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.22 ટકાની તેજી જોવા મળી છે. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ 0.53 ટકા સુધી વધ્યો છે.

X
Sensex at 38,877.54, up by 183.43 points. Nifty at 11,750.50, up by 58.55 points
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App