Divya Bhaskar

Home » Business » Market » ઇન્ફોસીસ, RIL ગબડતા માર્કેટ ઘટ્યું, સેન્સેક્સ 71 અંક ઘટ્યો, રીયલ્ટી,એનર્જી, ફાર્મા, ITમાં ઘટાડો | Sensex slipped 71 points and Nifty closed below 10,750 led by Infosys and RIL

ઇન્ફોસીસ, RIL ગબડતા માર્કેટ ઘટ્યું, સેન્સેક્સ 71 અંક ઘટ્યો, રીયલ્ટી,એનર્જી, ફાર્મા, ITમાં ઘટાડો

Divyabhaskar.com | Updated - Jul 05, 2018, 04:21 PM

રીયલ્ટી 1.80 ટકા, એનર્જી 1.51 ટકા, મેટલ 1.42 ટકા, ફાર્મા 1.33 ટકા, IT 1.10 ટકા અને PSU બેન્કો તથા ઇન્ફ્રા 0.5 ટકા ઘટ્યા

  • ઇન્ફોસીસ, RIL ગબડતા માર્કેટ ઘટ્યું, સેન્સેક્સ 71 અંક ઘટ્યો, રીયલ્ટી,એનર્જી, ફાર્મા, ITમાં ઘટાડો | Sensex slipped 71 points and Nifty closed below 10,750 led by Infosys and RIL

    બિઝનેસ ડેસ્કઃ ગ્લોબલ માર્કેટમાં નબળાઇ અને રૂપિયામાં ઘટાડાના પગલે ગુરુવારે શેરબજાર ઘટીને બંધ રહ્યું છે. સેન્સેક્સ 71 પોઇન્ટ ઘટીને 35,574.55 પર બંધ રહ્યો છે. જ્યારે નિફ્ટી 20 અંક ઘટીને 10,749 પર બંધ આવ્યો છે. મેટલ, ફાર્મા, આઇટી, રીયલ્ટી સેક્ટર્સમાં ઘટાડો આવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમ પછી આરઆઇએલના શેરમાં 2.5 ટકાનો ઘટાડો આવ્યો છે. જ્યારે ઇન્ફોસીસનો શેર 4.5 ટકા તૂટીને ટોપ લુઝર રહ્યો હતો.

    એજીએમ બાદ રિલાયન્સ ઇન્ડ. શેર 2.5 ટકા ઘટ્યો


    ગુરુવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમ હતી તેના પગલે શેરમાં જોરદાર વોલેટિલિટી જોવા મળી હતી. એજીએમ પહેલા રિલાયન્સનો શેર અગાઉના બંધભાવ રૂ.990થી રૂ.18.70 વધીને રૂ.998.70 પર ખુલ્યો હતો અને ઉપર 1.86 ટકા વધીને રૂ.1008.50 સુધી વધ્યો હતો. પરંતુ એજીએમ બાદ વેચવાલી આવતા શેર અંતે 2.53 ટકા ઘટીને રૂ.965 પર બંધ રહ્યો છે.

    રીયલ્ટી, એનર્જી, મેટલ, ફાર્મા, આઇટી, પીએસયુ બેન્કોમાં ઘટાડો જ્યારે એફએમસીજી પ્લસ રહ્યું


    એનએસઇમાં રીયલ્ટી 1.80 ટકા, એનર્જી 1.51 ટકા, મેટલ 1.42 ટકા, ફાર્મા 1.33 ટકા, આઇટી 1.10 ટકા અને પીએસયુ બેન્કો તથા ઇન્ફ્રા 0.50 ટકા ગબડ્યા હતા. જ્યારે વધેલા સેક્ટર્સમાં એફએમસીજી, પ્રાઇવેટ બેન્કો, ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્ટર અને ઓટો વધ્યા હતા. બેન્ક નિફ્ટી 0.26 ટકા વધીને 26,503 પર બંધ રહ્યો છે.

    ઇન્ફોસીસ, રિલાયન્સ, સન ફાર્મા, ભારતી અને એલએન્ડટી ઘટ્યા


    સેન્સેક્સમાં 16 શેરો ઘટીને અને 14 શેરો વધીને બંધ રહ્યા છે. ઇન્ફોસીસ સૌથી વધુ 4.47 ટકા ઘટીને રૂ.1284.50 પર ટોપ લુઝર બંધ રહ્યો છે. ઉપરાંત આરઆઇએલ 2.53 ટકા ગબડ્યો છે. ઇન્ફોસીસ અને આરઆઇએલના ઘટાડાના કારણે માર્કેટ ગબડ્યું હતું. અન્ય ઘટેલા શેરોમાં ટાટા સ્ટીલ, વેદાંતા, સન ફાર્મા, ભારતી એરટેલ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એલએન્ડટી, એક્સિસ બેન્ક અને ટાટા મોટર્સ 3 ટકાથી 0.48 ટકા વચ્ચે ઘટ્યા છે.

    આઇટીસી, બજાજ ઓટો, મારુતિ, ટીસીએસ વધ્યા


    સેન્સેક્સમાં વધેલા શેરોમાં યસ બેન્ક 4 ટકા ઊછળીને ટોપ ગેઇનર રહ્યો હતો. ઉપરાંત આઇટીસી 3 ટકા વધીને મોખરે રહ્યો છે. અન્ય વધેલા શેરોમાં બજાજ ઓટો, કોલ ઇન્ડિયા, મારુતિ, હીરોમોટોકોર્પ, એચડીએફસી બેન્ક, ટીસીએસ, એચુએલ અને એચડીએફસી 2.45 ટકા 0.64 ટકા વધ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending