સેન્સેક્સ સતત પાંચમાં દિવસે ઓલ ટાઈમ હાઈ, પહેલીવાર 37273ની સપાટીએ પહોંચ્યો

The Sensex opened at 37,253 while the Nifty50 at 11,232

divyabhaskar.com

Jul 27, 2018, 09:36 AM IST

મુંબઈ: જૂન ક્વાર્ટરમાં કંપનીઓના સારા પરિણામોના કારણે શુક્રવારે ઘરેલુ બજાર લગાતાર પાંચમા દિવસે 1 ટકા વધીને નવી ઊંચાઇ પર પહોંચ્યા હતા. સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 383 પોઇન્ટ વધીને 37,368.62ની સર્વોચ્ચ સપાટી બનાવીને અંતે 352 પોઇન્ટ વધીને 36,984.64 પર બંધ રહ્યો છે, જે તેની અત્યાર સુધીનો સર્વોચ્ચ બંધ છે. નિફ્ટી પણ ઇન્ટ્રા-ડે 11,283ની રેકોર્ડ હાઇ નોંધાવીને અંતે 111 પોઇન્ટ વધીને 11,278.35 પર બંધ રહ્યો છે. હેવીવેઇટ આઇટીસી, એચડીએફસી, એચડીએફસી બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 5.24 ટકાથી 0.58 ટકાની તેજીથી માર્કેટ ઊંચકાયું હતું. ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પમાં 1.5 ટકા સુધીની તેજી જોવા મળી.

સેન્સેક્સે લગાતાર પાંચ દિવસ રેકોર્ડ હાઇ બનાવી

- શુક્રવારે સેન્સેક્સ 37,368.62ની સર્વોચ્ચ સપાટીને અડ્યો
- 26 જુલાઇએ સેન્સેક્સે પ્રથમવાર 37000ની સપાટી પાર કરીને 37,061.62ની હાઇ બનાવી હતી.
- 25 જુલાઇ- સેન્સેક્સે 36947.18ની હાઇ બનાવી.
- 24 જુલાઇ- સેન્સેક્સે રેકોર્ડ 36902.06 સપાટી સુધી ગયો.
- 23 જુલાઇ- સેન્સેક્સે 36749.69ની રેકોર્ડ સપાટી બનાવી.

બજારમાં તેજીનું કારણ


સ્થાનિક રોકાણકારો દ્વારા સતત ખરીદી કરવામાં આવી રહી છે. ટીસીએસ, એસીસી અને આઈટીસી જેવી મોટી કંપનીઓના ત્રિમાસીક પરિણામ સારા આવ્યા છે. જુલાઈ ફ્યુચર એન્ડ ઓપ્શન સીરીઝની એક્સપાઈરી પહેલાં ગુરુવારે રોકાણકારોએ સોદા આગળ વધાર્યા છે.

હિંદાલ્કોનો શેર 7 ટકા વધ્યો


બીએસઈ પર આ શેર રૂ. 207.45ની સપાટીએ ખુલ્યો હતો અને થોડી જ વારમાં 220.35ની સપાટીએ પહોંચી ગયો હતો. એનએસઈ પર રૂ. 212.75ની સપાટીએ ખુલીને 220.80 સુધીનો વધારો જોવા મળ્યો હતો. અમેરિકન કંપની અલેરિસના અધિગ્રહણની જાહેરાત પછી આ શેરમાં તેજી જોવા મલી હતી. હિંદાલ્કોએ ગુરુવારે માહિતી આપી છે કે, તેઓ રૂ. 1.77 લાખ કરોડમાં અમેરિકી એલ્યુમિનિયમ ઉત્પાદક કંપની અલેરિસ કોર્પોરેશનને ખરીદશે. હિંદાલ્કોની સબસિડિયરી નોવેલિસ દ્વારા આ ડિલ કરવામાં આવશે.

વિદેશી બજારોની સ્થિતિ


એશિયાઈ બજારોમાં મીક્સ વેપારની સ્થિતિ જોવા મળી હતી. અમેરિકાના ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ ગુરુવારે 112.97 વધીને 25,527.07ની સપાટીએ બંધ થયો હતો. નાસ્ડેક કંપોઝિટ 80.05 પોઈન્ટ ઘટીને 7,852.19ની સપાટીએ બંધ થયો હતો. ફેસબુકના શેરમાં 19 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

7 મહિનામાં સેન્સેક્સમાં થયો 8 ટકાનો વધારો


એશિયાઈ બજારોમાં સેન્સેક્સનું પર્ફોમન્સ બહુ જ સારુ રહ્યું છે. 29 જાન્યુઆરીએ ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 36,444નો રેકોર્ડ બનાવ્યો હતો. 12 જુલાઈએ આ રેકોર્ડ ટૂટીને 36,700ની સપાટીએ પહોંચી ગયો હતો. 18 જુલાઈએ 36,748નો નવો રેકોર્ડ બન્યો હતો. 23 જુલાઈએ 36,750નો નવો રેકોર્ડ બન્યો હતો. ત્યારપછીથી શેરબજારમાં રોજ એખ નવી ઓલટાઈમ હાઈ સપાટી જોવા મળી રહી છે. 12 જુલાઈથી 27 જુલાઈના 12 કારોબારી દિવસમાં સેન્સેક્સે 6 વખત નવી રેકોર્ડ બ્રેક સપાટી બનાવી છે. નિફ્ટીમાં આ વર્ષે 6 ટકા કરતા વધારે તેજી જોવા મળી છે. ગુરુવારે નિફ્ટીએ 11,717ની સપાટી ક્રોસ કરી દીધી હતી.

ગુરૂવારે સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 37,000ને પાર કરી ગયો હતો. પહેલીવાર સેન્સેક્સ 37,061.62ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સ 126.41 પોઇન્ટ (0.32 ટકા) વધીને 36,984.64 પર બંધ રહ્યો છે. નિફ્ટી 35 અંક વધીને 11,167 પર બંધ થયો હતો.

ગુરુવારે મિડકેપ-સ્મોલકેપમાં થઈ તેજી

મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ 0.54 સુધી વધ્યો છે, જ્યારે નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સમાં 0.19 ટકાનો વધારો નોંધાયો છે. બીએસઈનો સ્મોલકેપ ઇન્ડેક્સ 0.28 ટકા વધ્યો છે.

X
The Sensex opened at 37,253 while the Nifty50 at 11,232
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી