ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Market» કર્ણાટકમાં BJPને બહુમતી ના મળતા સેન્સેક્સ ઉપલા સ્તરથી 450 અંક ગબડ્યો | Sensex jumps 400 points and Nifty touches 10,900 due to BJP lead in Karnataka election

  કર્ણાટકમાં BJPને બહુમતી ના મળતા સેન્સેક્સ ઉપલા સ્તરથી 450 અંક ગબડ્યો

  Business desk | Last Modified - May 15, 2018, 04:06 PM IST

  પીએસયુ બેન્કો, રીયલ્ટી, ફાર્મા, ઓટો, મીડિયા, ઇન્ફ્રા સહિતના સેક્ટર્સમાં 2.37 ટકાથી 0.29 ટકા વચ્ચે ઘટાડો આવ્યો હતો.
  • કર્ણાટકમાં BJPને બહુમતી ના મળતા સેન્સેક્સ ઉપલા સ્તરથી 450 અંક ગબડ્યો
   કર્ણાટકમાં BJPને બહુમતી ના મળતા સેન્સેક્સ ઉપલા સ્તરથી 450 અંક ગબડ્યો

   બિઝનેસ ડેસ્કઃ કર્ણાટકની ચૂંટણીમાં શરૂઆતમાં ભાજપની સરસાઇને જોઇને ઊછળેલું શેરબજાર બહુમતી નહિ મળતા ગબડ્યું હતું. મંગળવારે સેન્સેક્સે શરૂઆતમાં 437 પોઇન્ટ ઊછળીને 35,993ની ટોચ બનાવી હતી. પરંતુ ભાજપને સરકાર બનાવી શકે એટલી બહુમતી નહિ મળતા વેચવાલી આવી હતી અને સેન્સેક્સ ઉપલા સ્તરથી 495 પોઇન્ટ ગબડ્યો હતો અને અંતે 12.77 પોઇન્ટના ઘટાડા સાથે 35,543.94 પર બંધ રહ્યો છે. નિફ્ટી 122 પોઇન્ટ ઊંચકાઇને 10,929ની ટોચે અડ્યા પછી અંતે 4.75 અંક પોઇન્ટ ઘટીને 10,801.85 પર બંધ રહ્યો છે.

   પીએસયુ બેન્કો, રીયલ્ટી, ઓટો, ફાર્મા, ઇન્ફ્રા ઘટ્યા


   બજારમાં પીએસયુ બેન્કો, રીયલ્ટી, ફાર્મા, ઓટો, મીડિયા, ઇન્ફ્રા સહિતના સેક્ટર્સમાં 2.37 ટકાથી 0.29 ટકા વચ્ચે ઘટાડો આવ્યો હતો. એનએસઇમાં પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 2.37 ટકા, રીયલ્ટી 2 ટકા, ઓટો 0.77 ટકા, મીડિયા 0.74 ટકા, ફાર્મા 0.72 ટકા ઘટ્યા હતા. જ્યારે આઇટી 0.44 ટકા, મેટલ 0.26 ટકા અને પ્રાઇવેટ બેન્કો 0.12 ટકા વધ્યા છે.

   મિડકેપ અને સ્મોલકેપમાં પણ વેચવાલી


   વિસ્તૃત માર્કેટમાં નાના શેરોમાં પણ વેચવાલી આવતા બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.81 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.65 ટકા ઘટ્યા. મિડકેપમાં આરકોમ, ટાટા ગ્લોબલ, વક્રાંગી, ગોદરેજ એગ્રો 7.8 ટકાથી 4.78 ટકા ગબડયા છે. જ્યારે સ્મોલકેપમાં ઉત્તમ શુગર, અદાણી ટ્રાન્સ, પીએફએસ, અવધ શુગર 11.16 ટકાથી 10 ટકા ગબડ્યા છે.

   ટાટા મોટર્સ, આઇટીસી, રિલાયન્સ, એસબીઆઇ, ICICI બેન્કમાં ઘટાડો, ટાટા સ્ટીલ, ટીસીએસ વધ્યા

   સેન્સેક્સના 17 શેરો ઘટીને અને 13 શેરો ઘટીને બંધ રહ્યા છે. ટાટા મોટર્સ સૌથી વધુ 4.29 ટકા તૂટ્યો છે. તે ઉપરાંત આઇટીસી, રિલાયન્સ, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી, સન ફાર્મા, ભારતી એરટેલ, કોલ ઇન્ડિયા, એચડીએફસી 2.11 ટકાથી 0.25 ટકા વચ્ચે ઘટ્યા છે. જ્યારે ટાટા સ્ટીલ, કોટક બેન્ક, ટીસીએસ, એચયુએલ, ઇન્ફોસીસ, એચડીએફસી બેન્ક 2.3 ટકાથી 0.25 ટકા વધ્યા છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કર્ણાટકમાં BJPને બહુમતી ના મળતા સેન્સેક્સ ઉપલા સ્તરથી 450 અંક ગબડ્યો | Sensex jumps 400 points and Nifty touches 10,900 due to BJP lead in Karnataka election
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  X
  Top