સેન્સેક્સે પહેલીવાર વટાવી 38,000ની સપાટી, નિફ્ટી 11,500ની નજીક- દરેક સેક્ટરમાં તેજી

શેરબજારમાં તેજી
શેરબજારમાં તેજી

શેરબજારે ગુરુવારે પણ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. સેન્સેક્સ 37,994.51ની સપાટી પર ખુલ્યો હતો અને થોડી જ વારમાં તેણે 38,000ની સપાટી ક્રોસ કરીને 38,050.12ની ઓલ ટાઈમ હાઈ સપાટી દર્શાવી હતી.

divyabhaskar.com

Aug 09, 2018, 10:07 AM IST

બિઝનેસ ડેસ્કઃ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર વધવાથી નબળા ગ્લોબલ સંકેતો છતાં ભારતીય શેરબજારે ગુરુવારે ઊંચાઇના નવા રેકોર્ડ બનાવ્યા છે. સેન્સેક્સે પ્રથમવાર 38,000ની સપાટી વટાવી છે અને અંતે 137 અંક વધીને 38,024.37 પર અત્યાર સુધીનો સર્વોચ્ચ બંધ આપ્યો છે. નિફ્ટી પણ 11,495ની ટોચ બનાવીને અંતે 20.70 અંક વધીને 11,470 પર બંધ રહ્યો છે. પીએસયુ બેન્કો, મેટલ અને રીયલ્ટી સેક્ટર્સ ઇન્ડેક્સ અનુક્રમે 3 ટકા, 1.39 કા અને 2 ટકા વધીને મોખરે રહ્યા હતા. સેન્સેક્સમાં આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક અને એસબીઆઇ અનુક્રમે 4.56 ટકા, 3.81 ટકા અને 2.54 ટકા વધીને મોખરે રહી હતી.

સેન્સેક્સ અને નિફ્ટીમાં નવા રેકોર્ડ

સેન્સેક્સ 37,994.51ની સપાટી પર ખુલ્યો હતો અને થોડી જ વારમાં તેણે 38,000ની સપાટી ક્રોસ કરીને 38,076.23ની ઓલ ટાઈમ હાઈ સપાટી દર્શાવી હતી. નિફ્ટી 11,493.25થી શરૂ થઈને 11,495.20ની રેકોર્ડ હાઈ સપાટી બનાવી હતી. એનએસઈ ઉપર પણ દરેક સેક્ટર ઈન્ડેક્સમાં તેજી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી પણ 28,216ની અત્યાર સુધીની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો હતો.

મિડકેપ, સ્મોલકેપમાં 0.5 ટકા તેજી

મોટી કંપનીઓની સાથે મિડ અને લાર્જ કેપ શેરોમાં પણ સારી ખરીદી જોવા મળી છે. બીએસઈના મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.5%ના વધારો જોવા મળ્યો છે. નિફ્ટી 50માંથી 22 કંપનીઓના શેરમાં તેજી જોવા મળી છે. આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં 8% સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે સન ફાર્મા, ટાટા મોટર્સ, એસબીઆઈ અને ઈન્ફોસિસમાં અંદાજે 1.5% સુધીની તેજી જોવા મળી છે.

બજારમાં તેજીનું કારણ


એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે વિદેશી રોકાણકારો સતત ખરીદી કરી રહ્યા છે. કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં પણ સારી ખરીદી જોવા મળી રહી છે. ઘણી મોટી કંપનીઓએ અપેક્ષા કરતા સારા પરિણામો રજૂ કર્યા છે. આતંરાષ્ટ્રીય સંસ્થા IMFએ પણ સારા ઈકોનોમી ગ્રોથનું અનુમાન કર્યું છે. આ દરેક કારણોથી શેરબજારમાં તેજી જોવા મળી રહી છે.

ICICI બેન્ક, એક્સિસ બેન્ક ઇન્ફોસીસ વધ્યા જ્યારે ભારતી, એચડીએફસી બેન્કમાં ઘટાડો

સેન્સેક્સમાં 13 શેરો વધીને અને 17 શેરો ઘટીને બંધ રહ્યા છે. આઇસીઆઇસીઆઇ બેન્ક 4.5 ટકા વધીને મોખરે રહ્યો હતો. અન્ય વધેલા શેરોમાં એક્સિસ બેન્ક, એસબીઆઇ, વેદાંતાં, ઇન્ફોસીસ, ટાટા મોટર્સ, આઇટીસી 3.86 ટકાથી 0.48 ટકા વચ્ચે વધ્યા છે. જ્યારે ભારતી એરટેલ 4.64 ટકા તૂટીને ટોપ લુઝર રહ્યો હતો. ઉપરાંત એચડીએફસી બેન્ક, કોટક બેન્ક, મારુતિ જેવા શેરો પણ ઘટ્યા હતા.

વિદેશી બજારોની સ્થિતિ


જાપાનના નિક્કીમાં શરૂઆતના વેપાર દરમિયાન 0.16%નો ઘટાડો જોવા મળ્યો હતો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં પણ 0.03%નો ઘટાડો જોવ મળ્યો છે. જ્યારે ચીનના શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સમાં 1.78%નો ઉછાળો નોંધાયો છે. અમેરિકાના બજાર પણ બુધવાકે તેજી સાથે બંધ થયા હતા.

2018માં દુનિયાભરના બજારોમાં ભારતનું સૌથી સારું પ્રદર્શન

દેશ ઇન્ડેકસ જાન્યુઆરી-ઓગસ્ટ 2018 સુધી
ભારત સેન્સેક્સ 12% વધારો
અમેરિકા ડાઓ જોન્સ 3.50% વધારો
જાપાન નિક્કેઈ 0.70% ઘટાડો
ચીન શંઘાઈ કંપોઝિટ 15.55% ઘટાડો

X
શેરબજારમાં તેજીશેરબજારમાં તેજી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી