• Gujarati News
  • National
  • સેન્સેક્સ 36,740 પર ઓલટાઇમ ટોચ બનાવીને અંતે 7 અંક નરમ બંધ રહ્યો, રિલાયન્સ, ઇન્ફોસીસમાં તેજી | Sensex Closed Flat Due To

સેન્સેક્સ 36,740 પર ઓલટાઇમ ટોચ બનાવીને અંતે 7 અંક નરમ બંધ રહ્યો, રિલાયન્સ, ઇન્ફોસીસમાં તેજી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બિઝનેસ ડેસ્કઃ ગ્લોબલ માર્કેટમાં તેજી, ક્રુડના ભાવમાં નરમાઇ અને રૂપિયામાં મજબૂતીની અસર શુક્રવારે શેરબજારમાં જોવા મળી હતી. સપ્તાહના અંતિમ દિવસે સવારના સેશનમાં સેન્સેક્સે 209 પોઇન્ટ વધીને 36,740ની ઓલટાઇમ સપાટી બનાવી હતી. એ જ રીતે, નિફ્ટી પણ 11,071.35ની ટોચની સપાટીને અડ્યો હતો. જોકે, ટોચની સપાટીઓ પર પ્રોફિટ બુકિંગ આવવાથી ઊછાળો સેશનના અંતે ઓસરી ગયો હતો અને બેન્ચમાર્ક નિર્દેશાંકો સપાટ બંધ રહ્યા હતા. સેન્સેક્સ અંતે 6.78 પોઇન્ટ ઘટીને 36,541.63 પર બંધ રહ્યો છે. નિફ્ટી પણ 4.3 અંક ઘટીને 11,018.90 પર બંધ થયો છે. રિલાયન્સ અને ઇન્ફોસીસ જેવા હેવીવેઇટ શેરોએ બજારને ઊંચક્યા હતા. 

 

RILમાં તેજીની આગેકૂચ


પાછલા થોડા દિવસોથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં તેજી જોવા મળી રહી છે, જે શુક્રવારે પણ ચાલુ રહી છે. આરઆઇએલનો શેર 2.2 ટકા વધીને 1107ની ટોચે અડ્યો હતો. ગુરુવારે રિલાયન્સનો શેર રૂ.1082 પર બંધ રહ્યો હતો. શુક્રવારે આરઆઇએલની માર્કેટ કેપ વધીને રૂ.701 લાખ કરોડ થઇ છે. માત્ર ટીસીએસની જ માર્કેટ કેપ આરઆઇએલથી 7 લાખ કરોડની વધારે છે.  

 

મીડિયા, રીયલ્ટીસ એફએમસીજી, ફાર્મા, ઇન્ફ્રા, મેટલ ઘટ્યા જ્યારે એનર્જીમાં તેજી


માર્કેટમાં પ્રોફિટ બુકિંગના કારણે એનર્જી અને આઇટી સિવાયના તમામ સેક્ટર્સ ઘટીને બંધ રહ્યા છે. સૌથી વધુ ઘટાડો મીડિયા ઇન્ડેક્સમાં 3.56 ટકા આવ્યો હતો. ઉપરાંત પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 2 ટકા, રીયલ્ટી 1.7 ટકા, એફએમસીજી 1 ટકા, ફાર્મા 0.87 ટકા, ઇન્ફ્રા 0.81 ટકા, મેટલ 0.42 ટકા, ઓટો 0.32 ટકા અને બેન્ક નિફ્ટી 0.34 ટકા ઘટ્યા હતા. જ્યારે એનર્જી ઇન્ડેક્સ 0.87 ટકા અને આઇટી 0.13 ટકા વધ્યા છે.

 

આઇટીસી, ICICI બેન્ક, એક્સિસ બેન્ક, એસબીઆઇ ગબડ્યા જ્યારે RIL, એચડીએફસી, ઇન્ફોસીસ વધ્યા


સેન્સેક્સમાં 16 શેરો ઘટીને અને 14 શેરો વધીને બંધ રહ્યા છે. ઓએનજીસી સૌથી વધુ 2.80 ટકા ઘટ્યો હતો. ઉપરાંત, આઇટીસી, આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક, એસબીઆઇ 2.5 ટકાથી 1.60 ટકા ઘટવાથી માર્કેટ પર દબાણ વધ્યું હતું. અન્ય ઘટેલા શેરોમાં હીરોમોટોકોર્પ, ભારતી, ટાટા મોટર્સ, સન ફાર્મા, એલએન્ડટીનો સમાવેશ થાય છે. જ્યારે રિલાયન્સ, ઇન્ફોસીસ, એચડીએફસી, એચડીએફસી બેન્ક અને ટીસીએસ જેવા ધૂરંધર શેરો 1.34 ટકાથી 0.52 ટકા વધવાથી માર્કેટને ટોચની સપાટીએ જવામાં મોટું બળ મળ્યું હતું.

 

 

અન્ય સમાચારો પણ છે...