Divya Bhaskar

Home » Business » Market » Sensex crossed 37,700 for the first time, Nifty touched a new level of 11,386

વ્યાજ દર વધતા ઘટ્યું બજારઃ સેન્સેક્સ રેકોર્ડ હાઇ બનાવ્યા પછી 85 અંક ઘટ્યો, નિફ્ટીમાં 11,390ની નવી હાઇ

Divyabhaskar.com | Updated - Aug 01, 2018, 04:24 PM

રેપો રેટ વધવાની જાહેરાત પછી વ્યાજ દર સંવેદી બેન્કિંગ, ઓટો જેવા સેક્ટર્સમાં વેચવાલી આવતા બજાર ઘટ્યું.

  • Sensex crossed 37,700 for the first time, Nifty touched a new level of 11,386

    બિઝનેસ ડેસ્કઃ આરબીઆઇએ તેની દ્વિમાસિક પોલીસી રીવ્યુમાં સતત બીજી વખત રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરી દેતા શેરબજારમાં રેકોર્ડ તેજીને બ્રેક લાગી છે. રેપો રેટ વધવાની જાહેરાત પછી વ્યાજ દર સંવેદી બેન્કિંગ, ઓટો જેવા સેક્ટર્સમાં વેચવાલી આવતા બજાર ઘટીને બંધ રહ્યું છે. સેન્સેક્સ 85 અંક ઘટીને 37,522 પર બંધ રહ્યો છે. જ્યારે નિફ્ટી 10 અંક ઘટીને 11,346 પર બંધ આવ્યો છે. જોકે, શરૂઆતના સેશનમાં સેન્સેક્સે 37,711.87ની રેકોર્ડ હાઇ બનાવી હતી, જ્યારે નિફ્ટી 11,390.55ની નવી ઊંચાઇએ અડ્યો હતો.

    RBI બેઠકના પરિણામ પહેલા માર્કેટમાં ઊંચાઇના નવા રેકોર્ડ

    RBIની બેઠકના પરિણામ પહેલા બુધવારે સ્થાનિક શેર માર્કેટની ફ્લેટ શરૂઆત થઈ. પરંતુ શરૂઆતના કારોબારમાં તેજીના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને નવી ઉંચાઈ પર પહોંચી ગયા. સેન્સેક્સ 37 પોઇન્ટના વધારા સાથે 37,643.87ના સ્તરે ખુલ્યો. બીજી તરફ, નિફ્ટીની શરૂઆત 3 પોઇન્ટના ઉછાળા સાથે 11,359.80ના સ્તરે પથઈ. હેવીવેટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, TCS, એસબીઆઈ, આઈટીસી, મારૂતિ, એચયૂએલમાં ખરીદીથી સેન્સેક્સ 37.711.87ના નવા રેકોર્ડ સ્તરે પહોંચવામાં સફળ રહ્યો, જ્યારે નિફ્ટીએ 11,386.90 સુધી પહોંચ્યો.

    સેન્સેક્સે બનાવ્યો નવો રેકોર્ડ હાઈ


    - સતત આંઠમા દિવસે સેન્સેક્સ નવી ઉંચાઈએ સ્પર્શ્યો. બુધવારે સેન્સેક્સે 37,711.87ના સ્તરે પહોંચ્યો.
    - 31 જુલાઈએ સેન્સેક્સ 37,644.59ના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો.
    - 30 જુલાઈએ સેન્સેક્સ 37,533.50ના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો.
    - 27 જુલાઈએ સેન્સેક્સ 37368.62ના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો.
    - 26 જુલાઈએ સેન્સેક્સ પહેલીવાર 37,700નું સ્તર પાર કરીને 37,061.62નું હાઈ લેવલ બનાવ્યું હતું.
    - 25 જુલાઈએ સેન્સેક્સ 36947.18ના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો.
    - 24 જુલાઈએ સેન્સેક્સ 36902.06ના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો.
    - 23 જુલાઈએ સેન્સેક્સ 36749.69ના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો.

    નિફ્ટી નવી ઉંચાઈએ પહોંચ્યો


    - 01 ઓગસ્ટ 2018ના રોજ નિફ્ટી 11,390.55ની નવી ઉંચાઈએ પહોંચ્યો.
    - 31 જુલાઈ - નિફ્ટીએ પહેલીવાર 11,366ના સ્તરને પાર કર્યું.
    - 30 જુલાઈ- નિફ્ટીએ પહેલીવાર 11,360ના સ્તરને પાર કર્યું. નિફ્ટી 11,328.10ના નવા રેકોર્ડ હાઈ સ્તરે પહોંચ્યો હતો.
    - 27 જુલાઈ- નિફ્ટીએ પહેલીવાર 11,200નું સ્તર પાર કર્યું. નિફ્ટી 11,283.40ના રેકોર્ડ હાઈ સ્તરે પહોંચ્યો હતો.
    - 26 જુલાઈ- નિફ્ટીએ 11,185.85નો નવો હાઈ બનાવ્યો હતો.
    - આ પહેલા 29 જાન્યુઆરીના રોજ નિફ્ટી 11,171.55ના હાઈ સ્તરે પહોંચ્યો હતો.

    મિડકેપ-સ્મોલકેપ શેરોમાં તેજી


    કારોબાર દરમિયાન મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં તેજી જોવા મળી રહી છે. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ 0.35% સુધી ઉછળ્યો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઇન્ડેક્સમાં પણ 0.38%નો વધારો નોંધાયો છે. બીએસઈનો સ્મોલકેપ ઇન્ડેક્સ 0.41% વધ્યો છે.

    કયા શેરોમાં તેજી? શેમાં ધોવાણ?

    કારોબારમાં દિગ્ગ્જ શેરોમાં ટીસીએસ, આઈટીસી, કોટક બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડસઇન્ડ બેન્ક, મારૂતિ સુઝુકી, એસબીઆઈ, એચયૂએલ 0.30%થી 1.68% સુધી વધ્યા છે. જોકે, ટાટા મોટર્સ, એક્સિસ બેન્ક, એચડીએફસી, ઇન્ફોસિસ, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્કના શેર 2.99%થી 0.16% સુધી તૂટ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending