Divya Bhaskar

Home » Business » Market » સેન્સેક્સ 222 પોઇન્ટ ઊછળી ઓલટાઇમ હાઇ, નિફ્ટી 11,450ના રેકોર્ડ સ્તરે બંધઃ RIL ટોપ ગેઇનર | Sensex and Nifty closed at all time high led by strong rally in RIL

સેન્સેક્સ 222 પોઇન્ટ ઊછળી ઓલટાઇમ હાઇ, નિફ્ટી 11,450ના રેકોર્ડ સ્તરે બંધઃ RIL ટોપ ગેઇનર

Divyabhaskar.com | Updated - Aug 08, 2018, 03:43 PM

સૌથી વધુ તેજી એનર્જી ઇન્ડેક્સમાં 2 ટકા અને બેન્ક નિફ્ટીમાં 0.66 ટકા આવી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 3.16 ટકા શેર ઊછળ્યો.

  • સેન્સેક્સ 222 પોઇન્ટ ઊછળી ઓલટાઇમ હાઇ, નિફ્ટી 11,450ના રેકોર્ડ સ્તરે બંધઃ RIL ટોપ ગેઇનર | Sensex and Nifty closed at all time high led by strong rally in RIL

    બિઝનેસ ડેસ્કઃ બુધવારે ભારતીય શેરબજારોએ નવી રેકોર્ડ હાઇ પર બંધ આપ્યો છે. સેન્સેક્સ 37,931.21ની નવી ઓલટાઇમ સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીએ 11,459.95ની નવી ટોચ બનાવી હતી. અંતે સેન્સેક્સ 221.76 પોઇન્ટ વધીને 37,887.56 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 60.55 પોઇન્ટ વધીને 11,450 પર બંધ રહ્યો છે, જે અત્યાર સુધીની સૌથી ઊંચી બંધ સપાટીઓ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 3.16 ટકા શેર ઊછળીને ટોપ ગેઇનર રહેતા માર્કેટ ઓલટાઇમ સપાટીએ ઊંચકાયા હતા. સૌથી વધુ તેજી એનર્જી ઇન્ડેક્સમાં 2 ટકા અને બેન્ક નિફ્ટીમાં 0.66 ટકા રહી હતી.


    સેન્સેક્સે નવી રેકોર્ડ ઊંચાઇ બનાવી


    - 8 ઓગસ્ટે સેન્સેક્સે 37,931.42ની ઓલટાઇમ સપાટી બનાવી.
    - 7 ઓગસ્ટે સેન્સેક્સે 37,876ની સપાટીને ટચ કરી હતી.
    - 6 ઓગસ્ટે સેન્સેક્સે 37,805ની ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી.
    - 1 ઓગસ્ટે સેન્કેક્સે 37,711ની સપાટીને ટચ કર્યું હતું.
    - 31 જુલાઈએ સેન્સેક્સે 37,644ની રેકોર્ડ હાઈ નવી સપાટી બનાવી હતી.
    - 30 જુલાઈએ સેન્સેક્સે 37,533ની રેકોર્ડ હાઈ નવી સપાટી બનાવી હતી.
    - 27 જુલાઈએ સેન્સેક્સે 37,368ની રેકોર્ડ હાઈ સપાટી બનાવી હતી.
    - 26 જુલાઈએ સેન્સેક્સે પહેલીવાર 37,000ની સપાટી ક્રોસ કરીને 37,061નો નવો હાઈ બનાવ્યો હતો.
    - 25 જુલાઈએ સેન્સેક્સે 36,947ની નવી હાઈ બનાવી હતી.
    - 24 જુલાઈએ સેન્સેક્સ રેકોર્ડ 36,902ની સપાટીએ પહોંચ્યો હતો.
    - 23 જુલાઈએ સેન્સેક્સે 36749ની રેકોર્ડ હાઈ સપાટી બનાવી હતી.


    નિફ્ટીએ નવી ઊંચાઈ આંબી

    - 8 ઓગસ્ટે નિફ્ટી 11,459.95ની ઓલટાઇમ હાઇ બનાવી.
    - 06 ઓગસ્ટે નિફ્ટીએ પહેલીવાર 11,400ની સપાટીને ક્રોસ કરી. નિફ્ટીએ 11,423.60ની ઓલટાઈમ હાઈ સપાટી બનાવી
    - 01 ઓગસ્ટે નિફ્ટી 11,390ની નવી ઉંચાઈએ પહોંચ્યો હતો.
    - 31 જુલાઈએ નિફ્ટીએ 11,366ની નવી રેકોર્ડ હાઈ સપાટી બનાવી હતી.
    - 30 જુલાઈએ નિફ્ટીએ પહેલીવાર 11,300ની સપાટી પાર કરી હતી. નિફ્ટી 11,328ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.
    - 27 જુલાઈએ નિફ્ટીએ પહેલીવાર 11,200ની સપાટી પાર કરી હતી. નિફ્ટી 11,283નું રેકોર્ડ હાઈ લેવલ બનાવ્યું હતું.
    - 26 જુલાઈએ નિફ્ટીએ 11,185ની સપાટી બનાવી હતી.
    - આ પહેલાં 29 જાન્યુઆરી 2018ના રોજ નિફ્ટીએ 11,171ની હાઈ સપાટી બનાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending