Home » Business » Market » Sensex closed at all time high level and Nifty first time crossed 11,300

ICICI બેન્ક અને RILમાં તેજીથી સેન્સેક્સ 37,994ની રેકોર્ડ હાઇ પર બંધ, નિફ્ટી 11,300ની પાર

Divyabhaskar.com | Updated - Jul 30, 2018, 04:07 PM

માર્કેટમાં આઇસીઆઇસીઆઇ બેન્ક, રિલાયન્સ, એસબીઆઇ, એક્સિસ બેન્ક, એચયુએલ અને ભારતી એરટેલે માર્કેટને ઊંચકવામાં મોટો ફાળો આપ્યો

  • Sensex closed at all time high level and Nifty first time crossed 11,300
    આ સપ્તાહના પહેલા કારોબારી દિવસે ગયા સપ્તાહની તેજીની અસર જોવા મળી રહી છે.

    બિઝનેસ ડેસ્કઃ નવી દિલ્હીઃ જૂન ક્વાર્ટરમાં કંપનીઓના સારા પરિણામોથી સતત છઠ્ઠા દિવસે ઘરેલુ શેરબજાર રેકોર્ડ હાઇ બનાવીને બંધ રહ્યું છે. આઇસીઆઇસીઆઇ બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત બેન્કિંગ શેરોમાં જોરદાર તેજીથી સેન્સેક્સ 157.55 પોઇન્ટ વધીને 37,494ના રેકોર્ડ હાઇ સ્તર પર બંધ રહ્યો છે. તે અગાઉ તેણે ઇન્ટ્રા-ડે 37,533.50ની ટોચ બનાવી હતી. નિફ્ટી ઉપર 11,328ની ઓલ-ટાઇમ હાઇ બનાવીને અંતે 41.20 પોઇન્ટ વધીને 11,319.55 પર બંધ રહ્યો છે. બીએસઇમાં 1600થી વધુ શેરોમાં તેજી રહી હતી.

    નિફ્ટી પ્રથમવાર 11,300 ઉપર


    -30 જુલાઇના રોજ નિફ્ટીએ પ્રથમવાર 11,300ની સપાટી વટાવીને 11,328.11ની ટોચ બનાવી હતી.
    - 27 જુલાઇના રોજ નિફ્ટીએ પ્રથમવાર 11,200ની સપાટી વટાવી હતી.
    - 26 જુલાઇએ નિફ્ટી 11,185.85ની હાઇ બનાવી હતી.

    - તેની પહેલા 29 જાન્યુઆરી 2018ના રોજ નિફ્ટી 11,171.55નું હાઇ લેવલ બનાવ્યું હતું.

    ICICI બેન્ક, રિલાયન્સ, એસબીઆઇ વધ્યા જ્યારે ઇન્ફોસીસ, એચડીએફસી બેન્ક, એચડીએફસી, એલએન્ડટી ઘટ્યા

    માર્કેટમાં આઇસીઆઇસીઆઇ બેન્ક, રિલાયન્સ, એસબીઆઇ, એક્સિસ બેન્ક, એચયુએલ અને ભારતી એરટેલે માર્કેટને ઊંચકવામાં મોટો ફાળો આપ્યો હતો. ભારતી એરટેલ 5.12 ટકા વધીને ટોપ ગેઇનર રહ્યો હતો. ઉપરાંત, આઇસીઆઇસીઆઇ બેન્ક 4.76 ટકા, એશબીઆઇ 3.75 ટકા, એક્સિસ બેન્ક 2.67 ટકા, એચયુએલ 1.90 ટકા, રિલાયન્સ 1.78 ટકા વધ્યા છે. જ્યારે ઇન્ફોસીસ 1.56 ટકા, એચડીએફસી બેન્ક 1.41 ટકા, એલએન્ડટી 1.19 ટકા, એચડીએફસી 0.80 ટકા ઘટ્યા હતા.

    સોમવારે મજબૂતી સાથે ખુલ્યા બજાર

    - દેશના શેર બજાર સોમવારે મજબૂતી સાથે ખુલ્યા. સેન્સેક્સ સવારે 9.28 વાગ્યે 66.05 પોઇન્ટની મજબૂતી સાથે 37,402.90 પર અને નિફ્ટી પણ લગભગ આજ સમયે 21.60 પોઇન્ટ સાથે 11,299.95 પર કારોબાર કરતો જોવા મળ્યો.

    - મુંબઈ સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ના 30 શેરો પર આધારિત સેન્સેક્સ સવારે 154.54 પોઇન્ટની મજબૂતી સાથે 37,491.39 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના 50 શેરો પર આધારિત નિફ્ટી 18.3 પોઇન્ટના વધારા સાથે 11,296.65 પર ખુલ્યો.

    નિફ્ટી પહેલીવાર 11,300ને પાર

    - 30 જુલાઈના રોજ નિફ્ટીએ પહેલીવાર 11,300ના સ્તરને પાર કર્યો. નિફ્ટી 11,309.35ના ઓલટાઇમ હાઈ સ્તર પર પહોંચ્યો.

    - 27 જુલાઈના રોજ નિફ્ટી પહેલીવાર 11,200ના સ્તરને પાર કર્યું હતું. નિફ્ટી 11,283.40ના રેકોર્ડ હાઇ સ્તરે હતો.
    - 26 જુલાઈના રોજ નિફ્ટીએ 11,185.85નો હાઇ રેકોર્ડ બનાવ્યો હતો.
    - આ પહેલા 29 જાન્યુઆરી, 2018ના રોજ નિફ્ટીએ 11,171.55નો હાઇ રેકોર્ડ બનાવ્યો હતો.

    સેન્સેક્સે બનાવ્યો નવો રેકોર્ડ હાઈ

    - સતત છઠ્ઠા દિવસે સેન્સેક્સ નવી ઊંચાઈએ પહોંચ્યો છે. સોમવારે સેન્સેક્સ 37,496.80ના રેકોર્ડ નવા સ્તર પર પહોંચ્યો.

    - 27 જુલાઈના રોજ સેન્સેક્સ 37,368.62ના રેકોર્ડ સ્તર પર પહોંચ્યો હતો.
    - 26 જુલાઈના રોજ સેન્સેક્સ પહેલીવાર 37,000ના સ્તરને પાર કરીને 37,061.62નો હાઇ રેકોર્ડ બનાવ્યો હતો.
    - 25 જુલાઈ- સેન્સેક્સ 36,947.18 હાઇ
    - 24 જુલાઈ- સેન્સેક્સ 36,902.06 હાઇ
    - 23 જુલાઈ- સેન્સેક્સ 36,749.69 રેકોર્ડ સ્તર

    મિડકેપમાં સુસ્તી, સ્મોલકેપ શેરોમાં તેજી

    - કારોબાર દરમિયાન મિડકેપ શેરોમાં સુસ્તી જોવા મળી રહી છે, જ્યારે સ્મોલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ 0.07 ટકા વધ્યો છે. જ્યારે નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સમાં 0.24 ટકાનો ઉછાળો આવ્યો છે. બીએસઇનો સ્મોલકેપ ઇન્ડેક્સ 0.53 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.

    PSU બેંક શેરોમાં સૌથી વધુ વધારો, IT શેર તૂટ્યા

    એનએસઇ પર સેક્ટોરલ ઇન્ડેક્સમાં નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સૌથી વધુ 3.04 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. બેંક નિફ્ટી 0.29 ટકાના ઉછાળા સાથે 27,715.40ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. આ ઉપરાંત મેટલ, પ્રાઇવેટ બેંક અને રિયાલ્ટી શેરોમાં પણ ખરીદારી જોવા મળી રહી છે. જોકે, ફાર્મા, આઇટી, ઓટો અને એફએમસીજી શેરોમાં દબાણ જોવા મળી રહ્યું છે.

    કયા શેરોમાં વધારો, શેમાં ઘટાડો

    - કારોબાર આ દરમિયાન મોટા શેરોમાં એસબીઆઇ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇસીઆઇસીઆઇ બેંક, ઓએનજીસી, એચયુએલ ટીસીએસ 0.24થી 2.49 ટકા સુધી વધ્યા. જ્યારે ઇન્ફોસીસ, એચડીએફસી બેંક, કોટક બેંક, વિપ્રો, આઇટીસી, સનફાર્મા, મારૂતિ 0.96થી 0.27 ટકા સુધી ઘટ્યા.

    આ કંપનીઓના પરિણામો થશે જાહેર

    - સોમવારે જૂન ક્વાર્ટના જે કંપનીઓના પરિણામો જાહેર થવાના છે તેમાં એક્સિસ બેંક, એચડીએફસી, આઇડિયા સેલ્યુલર, ટેક મહિન્દ્રા, આઇડીએફસી, ડી-માર્ટ, શ્રી સિમેન્ટ સામેલ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ