સેન્સેક્સ પહોંચ્યો 37791ની રેકોર્ડ હાઈ સપાટીએ, નિફ્ટીએ પહેલીવાર ક્રોસ કરી 11,400ની સપાટી

નિફ્ટી પહેલીવાર 11400ની સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો છે, બેન્કિંગ-મેટલ શેરોમાં તેજી જોવા મળી

divyabhaskar.com | Updated - Aug 06, 2018, 09:32 AM
Nifty hits 11,400, Sensex opens at 37,800, banking-metal shares rise

ગ્લોબલ માર્કેટમાંથી મલેલા પોઝિટીવ સંકેતોના આધારે સોમવારે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ આજે ફરી રેકોર્ડ હાઈ સપાટીએ જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટીને 11400ની સપાટી ક્રોસ કરવામાં સફળતા મળી હતી.

મુંબઈ: ગ્લોબલ માર્કેટમાં પોઝિટીવ સંકેતોના પગલે સોમવારે ભારતીય શેરબજારે મજબૂત શરૂઆત સાથે ઊંચાઇના નવા રેકોર્ડ બનાવ્યા છે. સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 37,805.25ની ઓલટાઇમ હાઇ બનાવીને અંતે 135 પોઇન્ટ વધીને 37,691.89 પર બંધ રહ્યો છે. જ્યારે નિફ્ટી 11,427.65 પર ઓલટાઇમ સર્વોચ્ચ સપાટી બનાવીને અંતે 26.3 પોઇન્ટ વધીને 11,387.10 પર બંધ આવ્યો છે. સૌથી વધુ તેજી પીએસયુ બેન્કોમાં આવી હતી તેના પગલે પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 2.56 ટકા ઊછળ્યો છે.

નિફ્ટીએ નવી ઉંચાઈને ક્રોસ કરી

- 06 ઓગસ્ટના રોજ નિફ્ટીએ પ્રથમવાર 11,400ના સ્તરને વટાવીને 11,427.65ની ટોચ બનાવી છે.

- 01 ઓગસ્ટે નિફ્ટી 11,390ની નવી ઉંચાઈએ પહોંચ્યો હતો.
- 31 જુલાઈએ નિફ્ટીએ 11,366ની નવી રેકોર્ડ હાઈ સપાટી બનાવી હતી.
- 30 જુલાઈએ નિફ્ટીએ પહેલીવાર 11,300ની સપાટી પાર કરી હતી. નિફ્ટી 11,328ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.
- 27 જુલાઈએ નિફ્ટીએ પહેલીવાર 11,200ની સપાટી પાર કરી હતી. નિફ્ટી 11,283નું રેકોર્ડ હાઈ લેવલ બનાવ્યું હતું.
- 26 જુલાઈએ નિફ્ટીએ 11,185ની સપાટી બનાવી હતી.
- આ પહેલાં 29 જાન્યુઆરી 2018ના રોજ નિફ્ટીએ 11,171ની હાઈ સપાટી બનાવી હતી.

સેન્સેક્સે બનાવ્યો નવો રેકોર્ડ


- 06 ઓગસ્ટે સેન્સેક્સ 37,805નો ઊંચાઇનો નવો રેકોર્ડ નોંધાવ્યો છે.
- 1 ઓગસ્ટે સેન્કેક્સે 37,711ની સપાટીને ટચ કર્યું હતું.
- 31 જુલાઈએ સેન્સેક્સે 37,644ની રેકોર્ડ હાઈ નવી સપાટી બનાવી હતી.
- 30 જુલાઈએ સેન્સેક્સે 37,533ની રેકોર્ડ હાઈ નવી સપાટી બનાવી હતી.
- 27 જુલાઈએ સેન્સેક્સે 37,368ની રેકોર્ડ હાઈ સપાટી બનાવી હતી.
- 26 જુલાઈએ સેન્સેક્સે પહેલીવાર 37,000ની સપાટી ક્રોસ કરીને 37,061નો નવો હાઈ બનાવ્યો હતો.
- 25 જુલાઈએ સેન્સેક્સે 36,947ની નવી હાઈ બનાવી હતી.
- 24 જુલાઈએ સેન્સેક્સ રેકોર્ડ 36,902ની સપાટીએ પહોંચ્યો હતો.
- 23 જુલાઈએ સેન્સેક્સે 36749ની રેકોર્ડ હાઈ સપાટી બનાવી હતી.

બેન્ક નિફ્ટી પ્રથમવાર 27,900ની પાર

સરકારી અને પ્રાઇવેટ બેન્કોમાં તેજીના પગલે બેન્ક નિફ્ટીએ સોમવારે પ્રથમવાર 27,900ની સપાટી વટાવીને 27,994ની ટોચ બનાવી હતી, જે તેની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી છે. અંતે બેન્ક નિફ્ટી 0.68 ટકા વધીને 27,884 પર બંધ રહ્યો છે.

HDFC AMCના શેરનું જોરદાર 58 ટકા પ્રમીયમે લિસ્ટિંગ

માર્કેટમાં તેજી વચ્ચે આજે HDFC AMCના શેરનું બજારમાં 58 ટકા પ્રીમિયમ સાથે રૂ.1,739 પર લિસ્ટિંગ થયું હતું. એનએસઇમાં પર HDFC AMCનો શેર 56.93 ટકા પ્રીમિયમ સાથે રૂ.1726.25ના સ્તરે લિસ્ટ થયો હતો. લિસ્ટિંગ પછી શેર 1842.95ની ઊંચાઇ સુધી વઘ્યો હતો. HDFC AMCએ શેરદીઠ રૂ.1,100ની કિંમતે શેર ઓફર કર્યા હતા. આ ઇશ્યુ 83 ગણો ભરાયો હતો.

એક્સિસ બેન્ક, ICIC બેન્ક, રિલાયન્સ વધ્યા જ્યારે કોટક બેન્ક, આઇટીસી, એચયુએલ ઘટ્યા


સેન્સેક્સના 30માંથી 14 શેરો વધીને અને 16 શેરો ઘટીને બંધ રહ્યા છે. એક્સિસ બેન્ક 4 ટકા ઊછળીને ટોપ ગેઇનર બંધ રહ્યો છે. એક્સિસ બેન્ક ઉપરાંત, આઇસીઆઇસીઆઇ બેન્ક 3.36 ટકા, રિલાયન્સ 1.25 ટકા, એસબીઆઇ 3.33 ટકા, મારુતિ 1 ટકા અને ભારતી એરટેલ 3 ટકા ઊછળ્યા હતા અને માર્કેટને ટેકો આપ્યો હતો. જ્યારે કોટક બેન્ક, એચયુએલ, આઇટીસી, એચડીએફસી બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક અને ટાટા મોટર્સ 1.7 ટકાથી 0.27 ટકા વચ્ચે ઘટ્યા છે.

X
Nifty hits 11,400, Sensex opens at 37,800, banking-metal shares rise
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App